SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શારદા દેશન નમુ જલાની રાહ જોવા લાગ્યા. નમુંજલા સિવાય બીજું કાઈ એને દેખાતુ નથી. રાત પડી પણ દીપક પ્રગટાવવા ન દીધા. રાજાના મહેલમાં અંધકાર છે. ખરાખર સમય થતાં મીનળદેવી રાણી નમુ'જલાના વજ્રો અને અલંકારા પહેરી ઝાંઝરના અણુકાર સાથે રૂમઝુમ કરતી રાજાના મહેલમાં આવી. એના ઝાંઝરના ઝણકાર સાંભળી રાજાનુ હૈયુ' થનગની ઉમ્ર'. રાણી એના મહેલમાં ગઇ. માહાસક્ત રાજા તે માહભર્યાં વચના મેલે છે પણ રાણી તેા કઇ ખેલતી નથી. રાજા સાથેના સચેાગથી મીનળદેવીને ગર્ભ રહ્યો. સમય થતાં નસુ જલાના વેશમાં આવેલી રાણી જાય છે. જતાં જતાં રાજાની વીટી લઇ ગઇ. સવાર પડતાં રાજાને વિષયવાસનાનું વિષ ઉતરી ગયુ. એટલે દિલમાં ખૂબ આશ્ચાત લાગ્યા. અરર....હું કેવા અધમ ! મેં કેવું પાપ કર્યુ ? એને અંતરાત્મા રડી ઉઠયા. હવે મારુ શુ થશે ? પ્રધાનને મેલાવીને કહે છે પ્રધાનજી! હું તેા ભાન ભૂલ્યેા પણ તમે મને શા માટે પાપમાં સહકાર આપ્યા? ખસ, હવે મારે જીવવું નથી. ઝેર ખાઈને મરી જાઉં. પણ “ રાજાએ કરેલા પશ્ચાતાપ ” – મંધુએ ! રાજાએ એક વખત ભૂલ કરતાં શુ કરી પણ પાછળથી કેટલેા પશ્ચાતાપ કરે છે! પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મરવા તૈયાર થઈ ગયેા. આ વખતે પ્રધાને કહ્યું. સાહેબ! દુઃખ થાય તે માફ કરજો પણ તમે ધારા છે તેવું પાપ નથી થયું. તમને માનસિક દોષ જરૂર લાગ્યા છે હકીકતમાં એ નમુ‘જલા ન હતી. આપને તેના માહ હતા પણ તેણે તે ચાખી ના પાડી દીધી હતી પણુ નમુંજલાના વેશમાં રાણી મીનળદેવી હતાં. એમને તે ખબર હતી કે આપ તેના પતિદેવ છે. છતાં એ રાણી તરીકે ન્હાતાં આવ્યા. નમુજલા બનીને કપટથી આવ્યાં હતાં અને આપે તેમને મનથી નસુજલા માનીને પાપ કર્યું તેથી માનસિક દાષ લાગ્યા છે. રાજાને વિશ્વાસ બેસાડવા માટે રાણીને માલાવીને વીંટી બતાવી, ત્યારે રાજાનું મન શાંત થયું. આ રીતે રાણીને ગભ રહ્યો ને પુત્ર જન્મ્યા તે જ સિધ્ધરાજ રાજા બન્યા, અને એ સિધ્ધરાજની સતી સ્ત્રીઓ પ્રત્યે કુદૃષ્ટિ થઈ. તેમાં માતાપિતાના માનસિક દષનુ કારણ છે. આટલા માટે મહાનપુરૂષા કહે છે કે જો તમારા સંતાનેને પવિત્ર બનાવવા ઢાય તેા મન-વચન-કાયાથી શુષ્ક બ્રહ્મચર્યનું પાલન કરેા. કદાચ વિષયવાસના જીતી શતા ન । તે પણ મન, વચન, કાયા પવિત્ર હાવા જોઈ એ. અહીં દેવકીરાણી સસારમાં બેઠાં હતાં પણ એમની ભાવના કેટલી પવિત્ર હતી! સતાને જોઈને તેમનું હૈયું હરખાઈ જતું હતું ને દિલમાં ભાવના ભાવતા હતાં કે હે પ્રભુ! તમે સસારના ત્યાગ કરી સંત અન્યા છે ને હું તા સંસારમાં એડી છું. મારા ઉધાર ક્યારે થશે ? મારા ભવના અંત ક્યારે આવશે ? હું યારે સંયમ લઈશ ? એવી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy