SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શારદા દર્શન તેમાંથી હીરા, માણેક, પના વિગેરે ઝવેરાત ખરીદી લાવે છે ને તેના દાગીના ઘડાવે છે પણ એ દાગીના કેણ પહેરે છે? તમે ગમે તેટલું કમાયાને હીરાના દાગીને ઘડાવ્યા પણ તમે પહેરી શકે છે? બહુ થશે તે હીરાની વીંટી કે હીરાના બટન પહેરશે. એથી અધિક પહેરી શકે ખરા? ના. એ તે અમારી બહેને પહેરી શકે છે. તે રીતે આર્યદેશની આર્ય સન્નારીઓ જ રત્ન જેવા તેજસ્વી પુત્રને જન્મ આપે છે. તેથી નારીનું મહત્વ બતાવ્યું છે. પણ આ બધી વાત ચારિત્રવાન સ્ત્રીઓની છે. ટૂંકમાં માતાપિતાના જીવનમાં આવેલી માનસિક વૃત્તિનું પાપ પણ કેવા કેવા અનર્થો ઉભા કરે છે. થોડી પણ ભૂલ કેવું પરિણામ લાવે છે!” - સિધ્ધરાજ સિંહ જેવા પરાક્રમી રાજાએ રાણકદેવી અને જસમાઓડણ જેવી સતી સ્ત્રીઓની સામે કુદષ્ટિ કરી તેનું કારણ શું? સિધ્ધરાજ જયસિંહના પરાક્રમી જીવનમાં પણ દુરાચારની વાસનાને દાવાનળ પ્રગટાવનાર એના માતા પિતાનું એક માનસિક પાપ કારણભૂત હતું. સિધરાજના પિતા કર્ણદેવ મહારાજા હતાં. તેઓ મીનળદેવી સાથે પરણ્યા હતાં. મીનળદેવીની ચામડીને રંગ સહેજ શ્યામ હતું, પણ એનામાં ગુણે ઘણાં હતાં. છતાં કર્ણદેવને એના ઉપર અભાવ થયો ને તેને પિતાના મહેલમાંથી કાઢી મૂકી અને કહ્યું તું કદી મારા મહેલમાં પગ મૂકીશ નહિ એમ કહીને જુદે મહેલ આપી દીધું. મીનળદેવી જુદા મહેલમાં રહેવા લાગી. પતિએ ત્યાગ કર્યો એટલે દિલમાં ખૂબ દુઃખ થયું. તે મહેલમાં એકલી બેસીને રાત-દિવસ આંસુ સારે છે. એના દિલમાં એક જ જ વાત ખટકવા લાગી કે અહે ! મારા પતિએ મારા દેહના ચામડાને જ જોયું! મારા ગુણને ન જોયાં? આમ વિચાર કરતી રાત દિવસ ઝૂરતી હતી. સતી સ્ત્રીઓને મન એને પતિ જ એનું સર્વસ્વ હોય છે. એને બીજા તરફથી ગમેતેટલું કષ્ટ પડે તે દુખ થતું નથી. એ સહન કરે છે પણ જે પતિ ત્યાગ કરે તે તેનું હૃદય તૂટી જાય છે. એને પતિને પ્રેમ જોઈએ છે. ઘરમાં ગમે તેટલું સુખ હેય, સાસુ સેનાના હીંડોળે ઝુલાવે ને મેવા મીઠાઈ જમાડે પણ પતિને પ્રેમ ન હોય તે સ્ત્રીને એ બધું સુખ કેવું લાગે? મીઠા વિનાના ભજન જેવું. એનું જીવન શુષ્ક બની જાય છે. તેમ આ મીનળદેવીના જીવનમાં એવું જ બન્યું. રાજાની રાણી છે એટલે બીજું કંઈ દુઃખ નથી. રહેવા માટે ભવ્ય મહેલ છે, ખાવાપીવાની ઉત્તમ સગવડ છે, દાસ દાસીએ ખમ્મા ખમ્મા કરે છે. પહેરવા માટે સારા મૂલ્યવાન વસ્ત્રો મળે છે, કિંમતી દાગીના છે, આ બધું સુખ છે પણ મહારાજાએ એને ત્યાગ કર્યો છે એટલે આ બધું સુખ હોવા છતાં એના મનને આનંદ નથી. તે રડી રડીને રાત દિવસ વિતાવતી. રાજાની દૃષ્ટિમાં વિષયનું ઝેર” – આ તરફ આ રાજ્યમાં એક નમુંજાલા નામની નર્તકી હતી. તેને રાજા જ્યારે જ્યારે મને રંજન માટે બેલાવે ત્યારે તે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy