SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २०७ શારા દર્શન આવતી અને સુંદર નૃત્ય કરીને રાજાને તેમજ રાજ્યના મહેમાનોને મનરંજન કરાવતી. એની અનુપમ નૃત્યકળાથી એ રાજનર્તકી બની હતી. એક તે એની નૃત્યકળા અનુપમ હતી ને બીજું તેનું રૂપ ખૂબ હતું. તે અવારનવાર રાજ્યમાં નૃત્ય કરવા માટે આવતી. એને જોઈને કર્ણદેવ રાજા મોહ પામ્યા. તેથી એને મેળવવા માટે રાજાનું મન તલપાપડ બન્યું. એમના જીવનમાં વાસનાને કી સળવળાટ કરવા લાગ્યું. પિતાની ગુણીયલ રાણી મીનળદેવીને જુદા મહેલમાં બેસાડી દીધી ને આ એક નર્તકીમાં રાજા મુગ્ધ બની ગયા. પણ એ સમયના રાજાઓમાં એક ગુણ હતે. મનમાં દુષ્ટ ભાવના જાગી પણ સમજતાં હતાં કે હું પ્રજાને પાલક છું. પ્રજાના માતાપિતા સમાન છું. એ નર્તકી મારી પ્રજા છે ને! એના ઉપર મારાથી કુદષ્ટિ કેમ કરાય? એમ કરું તે મારી કેટલી અપકીતિ થાય ! એટલે વાસનાની અગ્નિને દેહમાં પ્રજળવા દે છે. કેઈને કહેતાં નથી. નમું જલાને મેળવવાની ચિંતામાં ને ચિંતામાં રાજાનું શરીર સૂકાવા લાગ્યું. રાજાનું શરીર સૂકાતું જોઈને પ્રધાનને ચિંતા થવા લાગી. એક દિવસ બંને એકાંતમાં બેઠા હતાં. પ્રધાને અવસર જેઈને પૂછયું–મહારાજા! આપનું શરીર કેમ સૂકાઈ રહ્યું છે? શું કઈ દર્દ થયું છે કે બીજી કેઈ ચિંતા સતાવે છે? પણ રાજા કહેતા નથી. ત્યારે પ્રધાને કહ્યું-મહારાજા! તમે મારાથી શું છૂપા છે? હું તે તમારે અંગત પ્રધાન છું. મને નહિ કહે તે કેને કહેશે? માનવ માત્રને વાત કરવાની જગ્યા જોઈએ છે. આજે ધનને માણસ ગુપ્ત રાખી શકે છે પણ વાત ગુપ્ત રાખી શકતું નથી. જ્યાં સુધી એકબીજા વચ્ચે મેળ હોય ત્યાં સુધી કંઈ નહિ પણ જે બગડયું તે એકબીજાની ગુપ્ત વાત પણ ખુલ્લી કરી દે છે. પ્રધાન કહે છે સાહેબ! જે હોય તે મને ખુલ્લા દિલથી કહે. તે હું તમને ચિંતાથી મુક્ત કરીશ. રાજાએ કહ્યું-પ્રધાનજી! કહેતાં મારી જીભ ઉપડતી નથી. પણ મંત્રીએ ખૂબ આગ્રહ કર્યો એટલે રાજાએ કહ્યું કે શું વાત કરું ? મને નમુંજલા રાજનર્તકી પ્રત્યે પ્રેમ જાગે છે. તેની યાદ મને સતત સતાવે છે. આ વિષય વાસનાએ મારા ઉપર જુલ્મ કર્યો છે. એટલે આ તે કહેવાય નહિ ને સહેવાય નહિ. તેવી વાત બની છે. માટે હવે મારે જીવવું નથી. મારે માટે ચિત્તા ખડકો. હું તેમાં બળી મરીશ. રાજાને બચાવવા પ્રધાનની યુકિત”- આ પ્રધાન ખૂબ ડાહ્યો ને ગંભીર હતું. એ સમજતે હતો કે મહારાજા આવું અધમ કૃત્ય કરે તે થઈ રહ્યું ને! ખેતરનું રક્ષણ કરવા માટે વાડ બનાવવામાં આવે છે પણ જે વાડ ચીભડા ગળી જાય તે વાડનું શું પ્રજન? પણ અત્યારે રાજા મરવા તૈયાર થયાં છે તે કઈ પણ ઉપાયે બચાવી લેવા જોઈએ. રાજાને કહે છે કે મહારાજા ! આપ કહે તે હું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy