SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૨૦૫ છે હું મારા તારણહાર ગુરૂદેવ! આપ ઉભા રહો. મારે આપને એક પ્રશ્ન પૂછવા છે. ત્યારે સંતાએ કહ્યું હે માતા ! જે પૂછવું હોય તે પૂછે. દેવકીરાણી કહે છે કે ગુરૂદેવ ! આ નગરીના સ્વામી કૃષ્ણ વાસુદેવ છે. તે માત્ર દ્વારકા નગરીના જ સ્વામી નથી પણ ત્રણ ત્રણ ખંડના અધિપતિ છે, ને મારેા પુત્ર છે. હાલ ત્રણ ખ`ડની વાત તે જવા દે પણ આપ દ્વારિકા નગરીમાં પધાર્યાં છે એટલે અહીની જ વાત કરુ છું કે આ દ્વારકા નગરી બાર જોજન લાંબી ને નવ જોજન પહોળી દેવેાની વસાવેલી અને સાક્ષાત્ દેવલાક જેવી છે. આ નગરીમાં પુણ્યવત સદ્ગુહસ્થા વસે છે. તે શું આ નગરીનાં પુણ્ય ખૂટ્યાં કે મારા કૃષ્ણ વાસુદેવના પુણ્ય છૂટયાં કે જેથી સમળા નિñથા ૩~ળીય જ્ઞાન એકમાળા મત્તપાળ ને હામતિ ? આ દ્વારકા નગરીમાં ઉચનીચ અને મધ્યમ કુળામાં સામુદાનિક ભિક્ષા માટે ફરતાં શ્રમણ નિગ્રથોને આહાર પાણી નથી મળતા ? રાજાનાં પુણ્ય ખૂટે તે પ્રજાનાં મન ચારાય છે. અંધુએ ! વીતરાગ પ્રભુની આજ્ઞામાં વિચરતાં સંતાને જો આહારપાણી ન મળે તા ભૂખ્યાં રહે પણ વારવાર એક ઘરમાં ગૌચરી ન જાય. આધાકમી આહાર ન લે. અરે, સુઝતા આહાર મળે તેા પણ મર્યાદિત આહાર ગ્રહણ કરે. સ ંતેા રસાડુ' જોઈ ને ગૌચરી કરે ને ક્ષેત્ર જોઈને ચાતુર્માસ કરે. અહી મુંબઈમાં તા દરેક ક્ષેત્રમાં ઘણાં ઘર છે એટલે વાંધા ન આવે પણ દેશના નાના ક્ષેત્રોમાં ૪૦થી ૫૦ ઘરનેા સંઘ હોય તે ત્યાં વધુમાં વધુ ત્રણ સાધ્વીનુ ચાતુર્માસ આપે. ઝાઝા ઘરના સમુદાય હોય ત્યાં ઝાઝા સંત સતીજીએ રહી શકે. જ્યાં નિર્દોષ ગૌચરી મળે ત્યાં રહે. કારણ કે આ આધાષ્ટમી આહાર આવી જાય તેા ચારિત્રમાં દોષ લાગે. આહાર નિર્દોષ હોય તે ચારિત્ર નિ`ળ પળાય. એક કહેવત છે ને કે “ આહાર તેવા આડકાર. ” માણસે કાંદા લસણ ખાધા હોય તેા તેને તેવા આડકાર આવે છે. અને જો દૂધપાક પૂરી ખાધા હોય તે તેવા આડકાર આવે છે. તેમ સાધુ જેવા આહાર કરે તેવા તેના મનના પરિણામ વર્તે છે. તે રીતે સંસારમાં પણ જો માતા-પિતા પવિત્ર હોય, સદાચારી હોય, એવું ઉચ્ચ આદર્શી જીવન જીવતાં હોય તે તેમના સંતાને પણ પવિત્ર હોય છે. વિચાર કરેા. તમારા સંતાનાને પવિત્ર મનાવવા હોય તેા પહેલાં તમે પવિત્ર અનેા. માતા પિતાના મનના દોષ પણ સંતાનેામાં મેટાં દાષા ઉભા કરે છે. અને તેમાં પણ ખાળકાના સંસ્કારનું સિંચન કરવામાં માતાના સસ્કારે અગત્યના ભાગ ભજવે છે. માતા દેવકી અને પિતા વસુદેવ ખૂબ પવિત્ર હતાં. તે તેમને સંતાન કૃષ્ણ વાસુદેવ કેવા પવિત્ર હતા! આમ તે માતા પિતા અને પવિત્ર હોય છે છતાં આપણા ભારત દેશમાં માતાનું મહત્ત્વ વધારે મતાવ્યુ છે. આ દેશની સન્નારીએ ઝવેરાતથી પણ ઉંચુ ઝવેરાત છે. આજે તમે કરોડોની સપત્તિ કમાઈ ને લાવેા.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy