SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ પર્વ રૂપચતુર્દશી : ૬૩૫ વિલાપ જોઈને અમારું પણ હૈયું વલોવાઈ ગયેલું. અમને પણ દયા આવેલી. અમારી પણ આંખે ભીની થએલી. ત્યારે અમે આપને વિનંતિ કરી હતી કે, મહારાજ ! આ કલ્પાંતભર્યો કરૂણ બનાવ અમને હવે પછી જોવા ન મળે એટલી કૃપા કરજે ! ત્યારે આપે પ્રસન્ન થઈને કહ્યું હતું કે, અકાળ મૃત્યુ સદંતર બંધ થાય એ તે કેમ બને? પણ એટલું વિચારી શકાય કે, જે ઘરનાં દ્વારે આ દિવસે માં દીપનું વિધિપૂર્વક પ્રાગટય થતું હશે તે ઘેર અકાળ મૃત્યુ થશે નહિ.” વાત પણ સાચી છે. આત્મામાં એક વખત દિવ્ય તિ પ્રગટ થઈ જાય એટલે જીવ સ્વયમેવ મૃત્યુંજય બની જાય છે. મૃત્યુના ભયથી તે અતીત થઈ જાય છે. જ્યોતિનાં પ્રાગટયના અભાવમાં તે અંધારામાં અટવાય છે અને જન્મ મરણના ભયથી સંત્રસ્ત બને છે. દીપક એ તે આત્મતિને આદર્શ પ્રતીક છે. એ પ્રતીકને જીવનના સાચા પ્રતીકે બનાવવા સુજ્ઞ માણસેએ પ્રયત્ન કરવા જોઈએ. આજે રૂપ ચતુર્દશી છે. આને હિન્દુઓ નરક ચતુર્દશી અને કાળરાત્રિના નામે પણ ઉલ્લેખ કરે છે. આના સંબંધમાં પણ પુરાણમાં એક કથા છે. નરકાસુર નામને એક રાક્ષસ ઉત્તર ભારતના ઈશાન પહાડી પ્રદેશમાં રહેતો હતે. માણસ ગંધાય માણસ ખાઉં એ તે હિંસક અને માંસ ભક્ષક ! વાડયેથી વહેવડ ત્યે એ વઢકણે અને કજિયાળે ! ભૂલ્ય ચૂક્યું જે ભેટી ગયે તે તેના ભુક્કા ! નરકાસુરની દશે દિશામાં હાક લાગે. સત્તાના મદમાં તેણે બળજબરીથી હજારે સ્ત્રીઓને કેદી બનાવી હતી. આ વાતની ખબર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પડી ત્યારે તેમણે આ મહા રાક્ષસ નરકાસુરને વધ કરી, તેણે કેદ બનાવેલી બધી મહિલાઓને મુકત કરી. સન્માન સાથે તેમણે તે સ્ત્રીઓને સંરક્ષણ આપ્યું. પુરાણે કહે છે, કૃષ્ણને નરકાસુરના વધના આ પરાક્રમની લેકમાં મુક્ત કંઠે પ્રશંસા થવા લાગી. નરકાસુરવધના આ આનંદને અભિવ્યક્ત કરવા તેમજ શ્રીકૃષ્ણ પ્રભુ પરત્વેની પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા, વિયેત્સવ તરીકે ઘેર ઘેર દીપક પ્રગટાવવામાં આવ્યા. કાળી ચૌદશનું બીજું નામ કાળરાત્રિ છે. કાળરાત્રિ એટલે કાળી, અંધારી રાત. કાળી, અંધારી રાત જામતાં કેટલાક લેક ભૂત, પ્રેત, પિશાચની સાધના એટલે કે કાળી રાત્રિએ કાળાં કામ કરવા, મેલી વિદ્યાની સાધના કરવા સ્મશાને જાય છે. અને આ રીતે આ ચૌદશને કાળ રાત્રિમાં કે નરક ચતુર્દશીમાં ફેરવી નાખે છે ! બીજાને રંજાડવા અને પોતાના મદને પિષવા કાળાં કાર્યો કરનારા કૃણવર્ણ આત્માઓ આવા સુંદર દિવસેને કાળ રાત્રિના કાળાં કાર્યોમાં પરિણમાવી નાખે છે ! - આ દિવસે માં ઘર આંગણું અને શેરીઓ માંથી ગંદકીરૂપ નરકાસુરને દૂર હડસેલવા દરેક વ્યકિત પ્રયત્નશીલ હોય છે અને ઘરોઘર સ્વચ્છતા અને સુગંધ સાથે દીપાવલીને પ્રકાશ પથરાઈ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy