SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬ : ભેઘા પાષાણુ, ખેલ્યાં દ્વાર રહે છે. જ્ઞાની પુરુષ તે આ દિવસની ઉજવણી આધ્યાત્મિક પ્રક્રિયાથી કરે છે. વર્ષભરના કે જીવનભરના પાપોની આલોચના કરી, આત્મિક ગુણને સંપિષણ આપવા માટે, વ્રત નિયમે અને પ્રભુપરાયણતામાં તેઓ આ દિવસે વ્યતીત કરે છે. જે લેકે આ પારમાર્થિક સત્યને સમજી શકતા નથી તેઓ આ દિવસોમાં વધારેમાં વધારે દેહને પિષણ આપતા હોય છે. ખાવાના સારા સારા પદાર્થો બનાવતા હોય છે અને શારીરિક ટાપટીપ અને શણગાર તેમજ બાહ્ય સૌંદર્ય અને રૂપને નિખારવા મહત્તમ પ્રયત્ન આદરતા હોય છે. જાણે રૂપચતુર્દશી સ્વરૂપ (આકૃતિ)ના સૌંદર્યને પરિપુષ્ટ બનાવવા માટેના પર્વ તરીકે જ પંકાતી હોય તેમ માની લેવાની તેઓ ભૂલ કરી બેસતા હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તે ચૌદ અવસ્થાને શાસ્ત્રમાં વર્ણવેલાં છે. તમે પ્રતિક્રમણ તે કરે છે ખરા ? શ્રાવકે માટે પ્રતિ દિવસ કરવાનું. તે આવશ્યક સૂત્ર છે. તેમાં શ્રમણ સૂત્રમાં એક પાઠ આવે છે. “વધું મામેકં આ પાઠને ઉચ્ચાર તે પ્રતિક્રમણ કરનારા તમે બધાં જ સવાર અને સાંજ કરે છે; પરંતુ આ ચૌદ પ્રકારના જીવસ્થાને વિષે ક્યારેય પણ ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે ખરે? આ બધા જીવસ્થામાંથી પસાર થઈ, સંજ્ઞી પંચેન્દ્રિયના આ મનુષ્ય ભવને મેળવવામાં, જીવને અનંત ઉત્સર્પિણ-અવસર્પિણીને સમય લાગે છે. અવ્યવહાર રાશિમાંથી એક જીવને વ્યવહાર રાશિમાં ત્યારે જ અવાય જ્યારે બીજે જીવ મુક્રિતને ઉપલબ્ધ થાય. તેની કાળ મર્યાદા પણ અસાધારણ છે. શાને ગંભીર અભ્યાસ કરે તે સત્ય ઓળખાય. બાકી તે જીવનમાં પરિવર્તનની કોઈ શકયતા જ નથી. જીવના ચૌદ ભેદમાંથી તેર ભેદે પસાર કરી, મનુષ્ય ભવની પ્રાપ્તિની વાત અસાધારણ પુણ્યપુંજની અપેક્ષા રાખે છે. આ બધી આંતરિક સ્થિતિને જીવે કદી ગંભીરતાપૂર્વક વિચાર કર્યો નથી. અરે! નિમેદની સૂક્ષ્મ કાયમાંથી નીકળતાં પણ જીવને અનંતકાળ વ્યતીત થઈ જાય છે, તે મનુષ્ય જન્મ સુધી પહોંચવાની વાત તે કેટલી દૂર થઈ જાય છે ! તમે કહેશે કે જીવના ૧૪ ભેદ જ અમે જાણતા નથી તે તેની સ્થિતિની ગંભીરતામાં ઊતરવાની તે વાત જ કયાં રહી? તમારા જવાબથી ભલે તમે સંતેષ અનુભવે છતાં જેના અંતરાત્મામાં ખટકે છે તે તે આ બધાને ગંભીરતાપૂર્વક વિચાર કર્યા વગર રહેશે નહિ. જીવના ૧૪ ભેદે આ પ્રમાણે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત બાદર બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચતુરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય પચન્દ્રિય » સંજ્ઞા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy