SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ભૂલી ન શકાય. પ્રભુના સાન્નિધ્ય જેવી જીવનને સફળ બનાવનારી ઉત્તમ તક મળવી તેમને માટે અશકય હતી. ક્ષણિક સુખા ખાતર પરમાનદમૂલક આધ્યાત્મિક સુખને તિલાંજલિ આપવાનુ તેમને ગમતુ ́ નહેતું. બાહ્ય સાધનેથી ઉપલબ્ધ થતાં સુખા સાચાં સુખા નથી એ પારમાર્થિક સત્ય તેએ બરાબર સમજતા હતા. વસ્તુ સાપેક્ષ સુખા સદા દુઃખમૂલક જ હાય છે. ખીજામાંથી પ્રાપ્ત થતાં સુખાની કોઈ આધારશિલા હાવી નથી. ખરેખર તે માણસને સુખાભાસમાં સુખને ભ્રમ જ થઈ જાય છે. વસ્તુ સાપેક્ષ સુખા સદા દુઃખમૂલક જ હાય છે. સાચુ સુખ તે સદા આત્માશ્રિત અને વસ્તુ નિરપેક્ષ હાય છે. આત્યંતિક સુખની ગંગોત્રી, તેનું મૂળ ઉદ્દભવ સ્થાન પણ આત્મા જ છે. આત્યંતિક સુખ એ જ આત્માના આત્યંતિક ગુણ છે, એ જ આત્માની ભાવલક્ષ્મી છે. ખાદ્ય વસ્તુઓમાંથી મળતા આનંદ મર્યાદિત હાય છે. તેની ચરમ નિષ્પત્તિ દુઃખમાં પરિણમે છે. વસ્તુ સાપેક્ષ સુખનેા આધાર વસ્તુ હોય છે. વસ્તુના હાવા પર તે કદાચ ષ્ટિગોચર થાય છે અને વસ્તુના અભાવમાં તે વિલીન થઈ જાય છે. આવા સુખને વિશ્વાસ પણ શે ? વસ્તુએમાંથી કઇ લેાકેાત્તર સુખ પ્રગટ થતું નથી. અઢાર દેશના આ ઉત્તમ આત્માઓને અધ્યાત્મના આનંદ પ્રગટાવવા હતા એટલે સાક્ષાત્ પરમાત્માના પરમ પ્રેરક - નિમિત્ત તરફ ઉદાસીનતા રાખવી તેમને પાલવે એમ નહાતી. તેથી સાક્ષાત્ પ્રભુનાં ચરણાની ઉપાસના કરી, અજ્ઞાનનાં અધારાંને ઊલેચવા, અને કી નિર્વાણુ ન પામે એવા જ્ઞાનના લેાકેાત્તર દ્વીપને પ્રગટાવવાના તેમને પુરુષાર્થ હતા. આ રાજાઓએ આચરેલા આદર્શને અનુસરવાની પણ તમારી ઇચ્છા થતી નથી એ શું આશ્ચય નથી ? દુઃખ આ જ વાતનુ` છે કે જ્ઞાનીઓએ જે કરવાનું' કહ્યું છે તેને સામાન્ય જીવા જીવનમાં આચરી ખતાવતા નથી અને જે કરવાનું નથી કહ્યું તેને સદા કર્યો કરે છે. આપણી આ જ મૂળભૂત અજ્ઞાનતા છે જેને ગમે તે ભાગે આપણે દૂર કરવાની છે. યાદ રાખજો, દીપક એ સત્ય' શિવ' અને સુંદરનું પ્રતીક છે. આજથી પ્રકાશ પાથરી નવા જગતનુ નિર્માણ કરવાના સુંદર કાર્ય ના શ્રીગણેશ થાય છે. આ માટે હિન્દુ પુરાણેામાં એક સુંદર વાત આવે છે. એકદા યમરાજાએ પેાતાના દૂતાને પૂછ્યું: તમે જ્યારે લેાકેાના જીવ લેવા જામે છે, ત્યારે તમને દયા નથી આવતી ? કોઇ લાગણી નથી થતી ?' ત્યારે કૂતાએ જવાબ આપ્યા: ના સાહેબ, હવે અમને તે કામ કોઠે પડી ગયુ` છે. તેમાં વળી દયા કે લાગણી શી? અમે તે જે ઘરે જીવ લેવા જઇએ છીએ તે ઘરેથી તેનેા જીવ લઇને તરત જ પાછા ફીએ છીએ. બસ આટલી જ અમારી ફરજ. અરે હા, એક વખત અમે આપને એક અતિશય કરૂણૢ પ્રસંગની વાત કરી હતી. આજે પણ પ્રસંગ અમારાથી ભૂલાતા નથી. એક રાજકુમાર જે કિશોર અવસ્થા વટાવી નવયૌવનને ઊંબરે આવીને ઊભા હતા. તેની ઉમર માંડ ૧૬ વર્ષની હતી. એવામાં સર્પદંશથી તેનું અકાળ અવસાન નીપજ્યું. એ રાજકુમારને જીવ લેવા જયારે અમે ગયા ત્યારે તેની નવપરિણીત પ્રિયતમાનુ હૈયાફાટ રૂદન, તેમજ સ્વજનને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy