________________
નિશ્ચય અને વ્યવહાર : પ૮૧ નિષ્પત્તિ એ કાઢવામાં આવે છે કે, વ્યવહારનય અભૂતાર્થગ્રાહી છે એટલે તે અનુસરવા જે નથી.
ભૂતાર્થ અને અભૂતાર્થના ઉપર જણાવેલા અર્થો મૌલિક હોવા છતાં પ્રકૃતિમાં ભૂતાર્થનું વાચ્ય શું છે અને અભૂતાર્થ શબ્દોમાં કેટલા અર્થો ગર્ભિત છે, એ વસ્તુને અન્ય પ્રમાણે દ્વારા વિસ્તારથી વિચાર કરવો જોઇશે. પહેલાં ભૂતાઈને વિચાર કરીએ. દિગંબરના સમયપ્રાભૂતમાં શુદ્ધ આત્માને નિર્દેશ કરતાં કહેલ છે–
णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दुजो भावो ।
अव भणंति सुद्ध णाओ जो सो उ सेो चेव ॥ જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી. આ પ્રકારે તે શુદ્ધ કહેવાય છે. આવી રીતે જે જ્ઞાન થયું તે તે તે જ છે. શુદ્ધ આત્મા શું છે એ જ્યારે પ્રશ્ન ઊભું થાય છે ત્યારે આચાર્ય કુંદકુંદ કહે છે કેઃ જે જ્ઞાયક ભાવ છે તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. કારણ, પ્રમત્તતા અને અપ્રમત્તતા એ બનને જીવની અવસ્થા વિશેષ છે. આ અવસ્થાઓને લક્ષ્યમાં લેવાથી તે અવસ્થાઓ જ લક્ષ્યમાં આવે છે અને ત્રિકાળી ધુવસ્વભાવ આત્માની પ્રતીતિ થતી નથી. એટલે અહીં આત્માની પ્રમત્તતા અને અપ્રમત્તતાને નિષેધ કરીને, સદ્દભૂત અને અસભૂત બન્ને પ્રકારના વ્યવહારને નિષેધ કર્યો છે. તાત્પર્ય એ છે કે, જે સંસારી જીવ પિતાના ત્રિકાળી ધ્રુવસ્વભાવની સન્મુખ થઈને તેની શ્રદ્ધા કરે છે, તેની પ્રતીતિ અને રૂચિ કરે છે, તેને આ બન્ને પ્રકારની અવસ્થાથી મુક્ત એવા એક માત્ર નિર્વિકલ્પક આત્માને જ અનુભવ થાય છે. ગાથાના પ્રારંભમાં તેને “જ્ઞાયક વિશેષણથી સંબંધિત કરવામાં આવેલ છે. પરંતુ ખરેખર તે તેનું કેઈપણ શબ્દથી કથન કરવું મુશ્કેલ છે. કારણ, જે જે પર્યાયવાચી નામે છે તે તે નામે આત્માને ધર્મ વિશિષ્ટ કરીને જ કથન કરે છે. એટલે નિર્વિકલ્પ આત્માનું જ્ઞાન કરાવવા માટે અંતમાં કહેવામાં આવ્યું છે કે, તે તે તે જ છે.
આ લેકમાં જડ અને ચેતન જે જે પદાર્થો છે તે બધા પોતપોતાના ગુણ પાયોથી વિશિષ્ટ હેવા છતાં પૃથક પૃથક સત્તાઓ રાખે છે. દરેક આત્માની સત્તા અન્ય જડ પદાર્થોથી ભિન્ન તે છે જ. એટલું જ નહિ, પણ પિતાના જેવા ચેતન પદાર્થોથી પણ ભિન્ન છે. પરંતુ મોક્ષ માર્ગ પર આરૂઢ થવા માટે આટલું જાણી લેવું જ માત્ર પર્યાપ્ત નથી. કારણ, આ જીવને જ્યાં સુધી ધર્મશાસ્ત્રમાં પ્રરૂપિત જીવાદિ નવ તત્ત્વની વિધિવત પ્રતીતિ થતી નથી ત્યાં સુધી તે સમ્યગ્દર્શનને અધિકારી થતું નથી. કદાચ આપણે એમ જાણી લઈએ કે, રૂપ રસાદિથી ભિન્ન ચેતના લક્ષણવાળો છવ સ્વતંત્ર દ્રવ્ય છે, તેની સંસારી અને મુક્ત એવી બે અવસ્થાઓ છે અને સંસારી જીવ ઈન્દ્રિયની દષ્ટિએ પાંચ પ્રકારને અને કાયાની દષ્ટિએ છ પ્રકાર છે તે પણ આપણને તેનાથી શું લાભ થાય? સંપૂર્ણ શાના જ્ઞાતા થઈ જવા માત્રથી મોક્ષ માર્ગ હાથમાં આવી જ નથી. મેક્ષ માર્ગ પર આરૂઢ થવા માટે ઉપયોગી થનારા જીવાદિ નવ તાવના