SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ : ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર વિશ્લેષણની પ્રક્રિયા જ જુદા પ્રકારની છે. જ્યાં સુધી તે પ્રક્રિયા મુજબ, જવાદિ નવ તને યથાર્થ બંધ થઈ સ્વરૂપ રૂચિ ઉત્નન્ન ન થાય ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ થઈ શકતું નથી. જીવાદિ નવ તને ભૂતાર્થ નયથી જાણવાને શો અર્થ છે? કેમકે, બાહ્યદષ્ટિથી જીવ અને પુગલની અનાદિ બંધ પર્યાયને લક્ષ્યમાં લઈ, એકત્વને અનુભવ કરવા છતાં પણ તેઓ ભૂતાર્થ પ્રતીત થાય છે. અને અંતર્દષ્ટિથી જ્ઞાયકભાવ જીવ છે અને તેના વિકારને હેતુ અજીવ છે. એટલે જીવના વિકાર પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ ગણાય છે. તેમજ જીવના વિકારના હેતુ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષરૂપ પુદ્ગલ ર્મ ગણાય છે. આ રીતે આ દૃષ્ટિથી જોવાથી નવ ત ભૂતાર્થ પ્રતીત થાય છે તે પછી ભૂતાર્થ શબ્દને કર્યો અર્થ ઈટ છે? આને સ્પષ્ટ જવાબ છે કે, શુદ્ધ (ગુણપર્યાયભેદનિરપેક્ષ) આત્માને ઉપદેશ કરવાવાળા જે નય છે તે શુદ્ધ (ભૂતાર્થ) નય છે. જે આમ કહેવામાં આવે કે “શુદ્ધને અર્થ સિદ્ધપર્યાયવિશિષ્ટ આત્મા પણ થઈ શકે છે તે તે યોગ્ય નથી. કારણ, શુદ્ધ નયમાં જે રીતે ગુણભેદ અવિક્ષિત છે તેમ પર્યાય ભેદ પણ અવિવક્ષિત છે. કારણ ववहारेणुवदिस्सइ णाणिस्स चरित्त दसणणाण । ण विणाण ण चरितं ण दंसण जाणगा सुद्धो ॥ જ્ઞાનીના ચારિત્ર, જ્ઞાન અને દર્શન આ વ્યવહાર નયનાં કથને છે. નિશ્ચયથી તે જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી અને ચારિત્ર પણ નથી. જ્ઞાની તે માત્ર શુદ્ધ (ગુણપર્યાયનિરપેક્ષ) જ્ઞાયક જ છે. આની વિશેષ સ્પષ્ટતા આ પ્રકારે છે જ્ઞાયક જીવને બંધના નિમિત્તથી અશુદ્ધતા ઉપલબ્ધ હોય છે. આ વાતને તે જવા દે, વસ્તુતઃ તેને જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ નથી હોતાં. કારણ, જે અતેવાસી અનંત ધર્મોવાળા એક ધમને સમજવામાં અપરિપકવ છે, તેને તેને ઉપદેશ કરતા આચાર્યોને ઉપદેશ છે કે, ધર્મ અને ધર્મમાં સ્વભાવતઃ અભેદ હોવા છતાં પણ સંજ્ઞાથી ભેદ ઉત્પન્ન કરી, વ્યવહાર માત્રથી જ્ઞાનીને જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે. પરમાર્થતા અનંત પર્યાયેથી સંયુક્ત રવાદરૂપ અભેદ એક સ્વભાવવાળા એક જ દ્રવ્યને અનુભવ કરનાર તે શુદ્ધ એક જ્ઞાયક જ છે. આ એક જ્ઞાયકભાવ સ્વતઃ સિદ્ધ હેવાથી અનાદિ છે, અનંત છે, નિરંતર ઉદ્યોતરૂપ છે, વિશદ તિર્મય છે. સંસાર અવસ્થામાં બંધ પર્યાયના કથનની દષ્ટિથી તે ક્ષીરનીરની માફક કર્મ પુદ્ગલે સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્ય સ્વભાવના નિરૂપણની દૃષ્ટિથી, દુરંત કષાય-ચકના ઉદયની વિચિત્રતાનાં કારણે, પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા અને વિશ્વરૂપતા પ્રાપ્ત થએલા જે પ્રવર્તમાન શુભાશુભ ભાવો છે તેમને સ્વભાવરૂપે તે પરિણમન કરતું નથી એટલે તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. આ રીતે જે સાયકભાવ પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થાથી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy