SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર પર્યાયરૂપ અશુદ્ધતા પણ વિલય પામે છે. પુદગલ કંધેના સંબંધમાં પણ યથા સંભાવ આજ નિયમ સમજવું જોઈએ. આ રીતે પિતાની જાતિને છોડ્યા વગર પ્રત્યેક દ્રવ્યનું સમય સમયમાં પરિણમન સુનિશ્ચિત છે. એવી જ રીતે કાળદ્રવ્ય સિવાય દરેક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય યથાયેગ્ય નિમિત્ત હોય છે. અહીં “અન્ય દ્રવ્ય નિમિત્ત થાય છે’ આમ કહેવાનું તાત્પર્ય વિરક્ષિત પર્યાય વિશિષ્ટ દ્રવ્યથી છે, દ્રવ્ય સામાન્યથી નહિ. કાળદ્રવ્યનાં પરિણમનમાં તે સ્વયં નિમિત્ત છે અને તે જ સ્વયં ઉપાદાન છે. એટલે “કાળદ્રવ્ય સિવાય’ એમ કથન કરેલ છે. આ નિમિત્તનું કથન મુખ્યત્વે દિગંબર ગ્રંથના આધારે કરેલ છે તે હકીકત આપણે લક્ષમાં રાખવી. નિશ્ચય અને વ્યવહાર મૂળ બે નય છે. (૧) નિશ્ચય નય (૨) વ્યવહારનય. આને ઉલ્લેખ નયચકમાં આ રીતે છે. णिच्छय-ववहारणया-मृलिम भेया णयाण सव्वाण । णिच्छय साहण हेऊ पज्जय दवत्थिय मुणह ॥ બધા નયેના નિશ્ચયનય અને વ્યવહાર નય એવા બે ભેદે છે. તેમજ પર્યાયાર્થિક નય અને દ્રવ્યાકિનયને નિશ્ચયનયની સિદ્ધિના હેતુ રૂપે જાણવા. આ નાના સ્વરૂપને સ્પષ્ટ કરતા સમયપ્રાભૃતમાં કહેલ છે ववहारोऽभूयत्था भृयत्था देसिदा दु सुद्धणओ । भूयत्थ मस्सिदो खलु सम्माइट्ठी हवई जीवो ॥ શાસ્ત્રોમાં વ્યવહારનયને અભૂતાર્થ અને નિશ્ચયનયને ભૂતાર્થ કહેલ છે. આમાંથી ભૂતાર્થને આશ્રય કરનાર જીવ નિયમથી સમ્યગ્દષ્ટિ હોય છે. આનું વધારે સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાએ કહેલ છે કે વ્યવહારનય નિયમથી આખોને છે એટલે કે સંપૂર્ણ અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે, અને નિશ્ચયનય એક માત્ર ભૂતાર્થ હેવાથી ભૂત અર્થને અભિવ્યક્ત કરે છે. જેમકે, કાદવમિશ્રિત જળ એ જળને સ્વભાવ નથી તેથી કાદવયુક્ત જળને જળ સમજવું એ અભૂતાર્થ છે. જે જળ ફટકડીથી શુદ્ધ કરી, કાદવથી જુદું પાડી લેવાય, તે જ માત્ર જળ હોવાથી ભૂતાર્થ છે. આવી જ રીતે કર્મસંશ્લિષ્ટ અવની પવસ્થા એ આત્માને સ્વભાવ ન હોવાથી તે અભૂતાર્થ છે; અને શુદ્ધ દષ્ટિ વડે, કર્મસંયુક્ત અવસ્થાથી જ્ઞાયક સ્વભાવ આત્માને અલગ પાડી, તેને જ આત્મા સમજે તે ભૂતાથ છે. આ રીતે ભૂતાર્થ અને અભૂતાર્થનું સ્પષ્ટીકરણ કરી,
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy