SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તની શાસ્ત્રીય મહત્તા : ૫૭૯ આ પ્રશ્નનો જવાબ આપેલ છે. તે મુજબ લેકાંત પછી ધર્મદ્રવ્ય નથી એટલે મુકત જીવ લેકાંતથી વધારે ગમન કરી શકતું નથી. આચાર્ય કુંદકુંદે પણ નિયમસારમાં આ જ સમાધાન કરેલ છે. जीवाण पुग्गलाण' च गमण जाणे हि जाव धम्मत्थी । धम्मस्थिका अभावे तत्तो परदो ण गच्छन्ति | અર્થાત્ – જ્યાં સુધી ધમસ્તિકાય છે ત્યાં સુધી જીવો અને પુગલનું ગમન છે. ધર્માસ્તિ કાયના અભાવમાં જીવ અને પુલનું તેનાથી આગળ ગમન નથી. પ્રતિ સમયે પર્યાયરૂપથી દ્રવ્યનું જે પરિણમન થાય છે, પછી ચાહે તે દ્રવ્યનું શુદ્ધ પરિણમન હોય કે દ્રવ્યનું અશુદ્ધ પરિણમન હોય, કાળદ્રવ્ય તેમાં નિમિત્ત છે એમ આગમ પણ સ્વીકારે છે. સ્વભાવ અને સમર્થ ઉપાદાનમાં અંતર છે. સ્વભાવ સાર્વકાલિક હોય છે. એનું બીજું નામ નિત્ય ઉપાદાન છે. અને સમર્થ ઉપાદાન તે જે કાર્યને તે ઉપાદાન હોય તે કાર્યને એક સમય પૂર્વે હોય છે. કાર્ય સમર્થ ઉપાદાન મુજબ હોય છે. માત્ર સ્વભાવ અથવા નિત્ય ઉપાદાન તેમાં અનુસ્મૃત રહે છે. સમર્થ ઉપાદાન પ્રત્યેક સમયનું ભિન્ન ભિન્ન હોય છે એટલે તેને ક્ષણિક ઉપાદાન પણ કહેવાય છે. નિયમસારમાં તે આચાર્ય કુંદકુંદ સ્વપરસાપેક્ષ અને પરનિરપેક્ષ એવી બે પ્રકારની પર્યાને નિર્દેશ કર્યો છે. પરંતુ તેમનાં કથનને અભિપ્રાય એ નથી કે દ્રવ્યની શુદ્ધ પર્યાયમાં કાળદ્રવ્ય નિમિત્ત નથી. પરંતુ ત્યાં તેમનાં ઉકત કથનને અભિપ્રાય એ છે કે, છે અને પુલ દ્રની અશુદ્ધ અવસ્થામાં પ્રત્યેક પર્યાયના નિમિત્ત નૈમિત્તિક ભાવથી પ્રાપ્ત જે અલગ અલગ નિમિત્ત હોય છે, એવા નિમિત્તે દ્રવ્યેની શુદ્ધ પર્યાયામાં ઉપલબ્ધ થતા નથી. એટલે દ્રવ્યોની શુદ્ધ પર્યાયે પરનિરપેક્ષ હોય છે. વાત એ છે કે, સંસારી જીવોની પર્યાયમાં અશુદ્ધતા નિમિત્તાથી નથી આવતી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક સંબંધનાં કારણે એકક્ષેત્રાવગાહી થઈ, પરસ્પર ભલેષરૂપ બન્ધના સદભાવમાં, પિતાનાં ઉપાદાનમાંથી આવે છે. મુકત છે અને પુગલ-પરમાણુ તે અશુદ્ધ છે જ નહિ. ધર્માદિક દ્રવ્ય પણ અશુદ્ધ નથી. એટલે આ બધાની પર્યાયે પરનિરપેક્ષ જ હોય છે. સરકારી જીવોની અશુદ્ધતાનું મૂળ કારણ નિમિત્ત નૈમિત્તિક ભાવવશ એકક્ષેત્રાવગાહી થએલા પરસ્પર સંશ્લેષરૂપ બન્થના સભાવમાં પિતાનું ઉપાદાન જ છે. બન્ધ દશામાં જ્યાં સુધી તેમની પરિણતિ પરસાપેક્ષ થતી રહે છે, ત્યાં સુધી તેની પર્યાયે પણ સ્વપરસાપેક્ષ થતી રહે છે. જ્યારે તેઓ સ્વભાવ સમુખ થઈ પરસાપેક્ષ પરિણતિને ત્યાગ કરી દે છે ત્યારે બંધ તૂટી જાય છે અને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy