SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ : ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વાર અચકુદર્શની, અવધિદર્શની મિથ્યાષ્ટિ, સાસ્વાદન સમ્યગ્દષ્ટિ આદિ ભેદ પણ આ જ કારણે થાય છે. આ બધા ભેદો આત્માન છે. આ બધાને આગમ ભાવરૂપ કહેવાનું કારણ પણ આ જ છે. એટલે જે સમયે આત્મા જેવા ભાવરૂપથી પરિણત થાય છે તે સમયે તે તન્મય થઈ જાય છે. આ સ્થિતિને સદ્ભાવમાં નારક આદિ ભાવોને પરભાવ કેમ કહેવાય છે? આનું કારણ એ નથી કે તે પર્યાય દૃષ્ટિથી પણ અભૂતાર્થ છે અથવા વસ્તુતઃ પૌદગલિક છે. પરંતુ એનું કારણ માત્ર એનું નૈમિત્તિકપણું છે. આથી પણ એ જ ફલિત થાય છે કે આ ભાવની ઉત્પત્તિમાં અન્ય પુદ્ગલ કર્મ અને બીજા દ્રવ્યાદિ પદાર્થ નિમિત્ત હોય છે. એટલે આ નૈમિત્તિક હેવાથી મોક્ષમાર્ગમાં પર ભાવ કહેવાય છે. કર્મ આત્માના રાગાદિભાવના નિમિત્ત પામી આત્મા સાથે જોડાય છે. બંધદશામાં તેમની બંધ, ઉદય, ઉદીરણા, સત્વ, ઉપશમ, ક્ષયે પશમ, ક્ષય, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધત્તિ અને નિકાચિત આદિ વિવિધ અવસ્થાઓ હોય છે. જો કે કર્મોમાં આ બધી અવસ્થાઓનાં રૂપમાં પરિત થવાની યોગ્યતા હોય છે એટલે તે તે અવસ્થાઓ રૂપે પરિણત થાય છે. છતાં પણ આ બધાં કાર્યો જીવના રાગાદિ ભાવરૂપ નિમિત્તના સદ્દભાવમાં જ થાય છે. આથી એક દ્રવ્યનાં કાર્ય માં બીજું દ્રવ્ય નિમિત્ત થાય છે એ એક હકીકત છે. લેકમાં પણ ઘટ પટ આદિ કાર્યોની ઉત્પત્તિ નિમિત્તોના સદભાવમાં દેખાય છે. તેથી એક સર્વ સામાન્ય નિયમ તારવી શકાય કે, લેકમાં જે જે સૂક્ષ્મ અને સ્થૂલ કાર્યો હોય છે તે બધાની ઉત્પત્તિમાં નિમિત્ત રહેલું હોય છે. છેડે વધારે વિચાર કરીએ તે જણાય છે કે, વિશિષ્ટ દ્રવ્યનું કાર્ય શુદ્ધ અવસ્થા છે. જેમકે, સિદ્ધ આત્માનું લેકાંત સુધી ઊર્ધ્વગમન અથવા પુદ્ગલ પરમાણુની સીમિત ક્ષેત્ર સુધી ગતિ અથવા લેકાંત પ્રાપિણ ગતિ- આ બધામાં પણ ધર્મદ્રવ્ય નિમિત્ત છે. આ બધાં દ્રવ્યની ગતિક્રિયા પિતપેતાના ઉપાદાન અનુસાર થાય છે છતાં એમની ગતિક્રિયા સમયે અન્ય દ્રવ્ય નિમિત્ત થાય છે એમ શાસ્ત્રોનું કથન છે. સામાન્યતઃ જીવને ઊર્ધ્વગમન સ્વભાવવાળે કહ્યો છે. તેને લેકાંત ગમન સ્વભાવવાળો કદ નથી. આથી પ્રશ્ન થાય છે કે, જીવ ઊર્ધ્વગમનના સ્વભાવવાળે હોય છે તે પછી તે લેકના અંતમાં કેમ સ્થિત થઈ જાય છે ? પિતાના ઊર્ધ્વગમન સ્વભાવ મુજબ, લેકાંતનું ઉલ્લંઘન કરી, અલકમાં કેમ જતે નથી? આ પ્રશ્નનો ઉત્તર ઉપાદાનની મુખ્યતાથી આપેલ છે. કર્મોથી મુકત થએલે આત્મા લેકાંત સુધી જાય છે એમ તે બતાવેલ છે; પરંતુ તેનાં કારણોને નિર્દેશ કર્યો નથી. હા, સમર્થ ઉપાદાનની દષ્યિી વિચાર કરતાં પ્રતીત થાય છે કે, જીવની ગ્યતા લેકાંત સુધી જ ગમન કરવાની છે. જેમકે, અમુક દેમાં સાતમી નરક સુધી જવાની શકિત માનવામાં આવી છે, પરંતુ સમર્થ ઉપાદાનની વ્યકિત પોતાના મર્યાદિત ક્ષેત્ર સુધી હોય છે. વસ્તુ સ્થિતિ એ છે કે, જે કાળે, જે જીવની જેટલા ક્ષેત્ર સુધી ગમન કરવાની યેગ્યતા છે, તે ક્ષેત્રને ઉલ્લંઘી, તે મન કરી શકતું નથી. આમ છતાં નિમિત્તની મુખ્યતાથી વ્યવહાર નથી તત્વાર્થસૂત્રમાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy