SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિત્વના ઈન્કારની સજા : ૫૫૧ આશ્ચર્ય છે? આત્મ સંરક્ષણને બદલે માણસ શરીર સંરક્ષણના જ પ્રયત્ન કરે છે. જે અવશ્ય નાશ પામનાર છે તેને બચાવવાનો પ્રયત્ન કરે અને જે શાશ્વત છે તેની સર્વથા ઉપેક્ષા કરવી એ શું મહની જ લીલાને છતી કરનાર નથી? રાજા પવોત્તરે પિતાની દૈવી શકિતથી પાંડના મહેલમાંથી સતી દ્રૌપદીનું અપહરણ કર્યું. દ્રૌપદીનાં આકસિમેક અપહરણથી પાંડેની ચિંતા અને પરેશાનીને પાર ન રહ્યો. ચારેબાજુ શોધખોળ કરી, પરંતુ કયાંયથી કઈ સમાચાર ન મળતાં આખરે પાંડવેએ શ્રીકૃષ્ણને વાત કરી. એવામાં નારદજી એકાએક આવી ચડતાં શ્રીકૃષ્ણ ચેડા વિચારમાં પડયા. આ કામ નારદનું જ છે એવી તેમનાં મનમાં પાકી શંકા જતાં, શ્રીકૃષ્ણ નારદને દ્રૌપદી વિષે માહિતી પૂછી એટલે નારેદે કહ્યું: “મને પાકી ખબર તે નથી પરંતુ ધાતકીખંડના પક્વોત્તર રાજાને ત્યાં મારે આકસ્મિક જવાનું થતાં તેના અંતઃપુરમાં મેં દ્રૌપદી જેવી કેઈ સ્ત્રીને જોઈ હતી. નારદજીના અસ્પષ્ટ જવાબ ઉપરથી કૃષ્ણ બધું સમજી ગયા. પોત્તર રાજાએ દ્રૌપદીનું અપહરણ કર્યું છે, તેની ખાતરી થઈ જતાં પાંચ પાંડે તેમજ શ્રીકૃષ્ણ પોત્તર રાજા ઉપર ચઢાઈ કરવાને નિર્ણય કર્યો. પદ્યોત્તર રાજા ઉપર ચડાઈ કરી દ્રૌપદીને મેળવવામાં મુશ્કેલી નહોતી, પરંતુ વચ્ચે લવણ સમુદ્ર આવતો હતો તેને પાર કેમ કરે તેની ચિંતા બધાંને મૂંઝવતી હતી. એટલામાં શ્રીકૃષ્ણને એક યુકિત સૂઝી આવી. તેમણે અમ તપની આરાધના કરી. સમુદ્રના અધિષ્ઠાયક દેવને પ્રસન્ન કર્યા. સમુદ્રના દેવ શ્રીકૃષ્ણ પાસે ઉપસ્થિત થયા અને બોલ્યાઃ “બેલે, આપને શે આદેશ છે? હું આપની શી સેવા કરી શકું? શ્રીકૃષ્ણ જવાબ આપેઃ “અમે ધાતકીખંડ દ્વીપમાં જવા ઈચ્છીએ છીએપરંતુ વચ્ચે આવતે લવણ સમુદ્ર તેમાં બાધક છે. એટલે અમને ધાતકીખંડમાં પહોંચવા માટે આપ લવણ સમુદ્રમાં માર્ગ કરી આપો.” સમુદ્રદેવે શ્રીકૃષ્ણને કહ્યું: “ત્યાં જવાની તકલીફ જ આપે શા માટે લેવી જોઈએ? આપ માત્ર આજ્ઞા ફરમાવે એટલે આપના આદેશ મુજબ હું દરેક કાર્ય આપને અહીં બેઠા જ કરી આપીશ.” શ્રીકૃષ્ણે કહ્યું: “પવોત્તર રાજાએ દૈવી શક્તિથી દ્રૌપદીનું અપહરણ કરેલ છે અને અમે પણ જે તેને દેવી શકિતથી મેળવીએ તેમાં અમારી શી શેભા?” આત્મવિશ્વાસને બદલે મનુષ્ય દેવામાં વિશ્વાસ ન કરવો જોઈએ. દેવે ઉપર વિશ્વાસ રાખવાથી મનુષ્ય પિતાના આત્મ-બળની શ્રદ્ધા ગુમાવી બેસે છે. આમ વિચારી શ્રીકૃણે આગળ કહ્યું: ‘અમારે આપની બીજી કઈ સહાયની જરૂર નથી. લવણ સમુદ્રને માર્ગ આપી દે એટલી જ અમારી માગણી છે. અમે જન્મતઃ ક્ષત્રિયે છીએ. અમારા ક્ષાત્રત્વના તેજની કસોટી આવા વિકટ પ્રસંગોએ જ થાય છે. વીરત્વની કસોટીના પ્રસંગમાં પણ ક્ષત્રિયે જ દેવેની સહાયતા સ્વીકારતા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy