SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પપર : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર થશે અને પિતાના બાહુબળ પ્રત્યે ઉદાસીન બનશે તે તેમની વીરચિત પ્રતિભા કુંઠિત થઈ જશે. અમારી સમસ્યાને ઉકેલ અમે અમારા બાહુબળ પર જ કરીશું. અમારા પિતાના પુરુષાર્થ વડે જ અમે આ અન્યાયને પ્રતિકાર કરવા ઈચ્છીએ છીએ. માટે ધાતકીખંડ પહોંચવા માટે સમુદ્રમાં અમારે જે માર્ગ જોઈએ છીએ તે આપ કરી આપે. આ માગણી સિવાય આપની બીજી કઈ જ સહાયની અમારે જરૂર નથી.” શ્રીકૃષ્ણના દઢ સંકલ્પબળ અને ક્ષત્રિચિત અપ્રતિમ આત્મશ્રદ્ધા જોઈને દેવ ભારે પ્રભાવિત થયા. તેમને શ્રીકૃષ્ણ તરફ અસાધારણ સનેહ થયે. તેઓ ખુશ ખુશ થઈ ગયા. તેમણે ધાતકીખંડ જવા માટે માર્ગ કરી આપે. આ રીતે શ્રીકૃષ્ણ પાંચે પાંડ સાથે ધાતકીખંડ પહોંચી ગયા. મનુષ્યમાં જ્યારે આત્મશ્રદ્ધા અને સંકલ્પબળની દઢતાને આવિર્ભાવ થાય છે ત્યારે પહાડ જેવા દુર્ગમ કાર્યો પણ સહજ સાધ્ય બની જાય છે. જીવનમાં મળતી નિષ્ફળતાનું મૂળ સંકલ્પ બળની હીનતા અને આત્મશ્રદ્ધાને અભાવ છે. રાજા પવોત્તર સાથે યુદ્ધ કરી દ્રૌપદીને લઈ આવવાને સંકલ્પ છે. પરંતુ ધાતકીખંડ જઈ યુદ્ધ કરવા માટે પાંચ પાંડવ અને છઠ્ઠા શ્રીકૃષ્ણ એમ છ જણા જ છે. તેમની સાથે સેના પણ નથી. છતાં તેઓ કહે છે પદ્યોત્તર રાજા સાથે લડવા માટે અમે છ જ બસ છીએ. ધાતકીખંડ પહોંચતાં જ તેમણે પિતાના આવ્યાના ખબર રાજા પવોત્તરને પહોંચાડયા. મનુષ્ય પિતાની રક્ષા બે જ પ્રકારે કરી શકે છે. એક શક્તિથી અને બીજી ભકિતથી. આ બે વસ્તુ સિવાય પિતાના જીવનની રક્ષાને બીજે કઈ ઉપાય નથી. બલિષ્ઠ વ્યક્તિ બળથી પિતાનું રક્ષણ કરી શકે છે અને જે લેકે માં શક્તિને અભાવ છે તે પિતાની ભક્તિ બતાવીને કે નમ્રતા સાથે શરણાગતિ સ્વીકારીને યુદ્ધના અનર્થમાંથી બચી શકે છે. શ્રીકૃષ્ણ પવોત્તર રાજા માટે અને દ્વારે ઉઘાડાં રાખ્યાં. શ્રીકૃષ્ણ પિતાના સારથિ સાથે સંદેશ કહેવરાવ્યું કે, ભક્તિ અને શકિત બેમાંથી જે માર્ગની પસંદગી તમારે કરવી હોય તે કરવા માટે તમે સ્વતંત્ર છે. દ્રૌપદીને સન્માનપૂર્વક પાછી મેંપી આપવા માગતા હે અને ભવિષ્યમાં આવી અનર્થ કરનારી ભૂલનું આવર્તન નહિ થાય એની ક્ષમાયાચનાપૂર્વક જે ખાતરી આપતા હે, તે જ અમે તમને માફ કરી શકીશું, પરંતુ જો તમને આ સદ્દભાવ અને સન્માન ભરેલે માર્ગ પસંદ ન હોય તે યુદ્ધને માટે તૈયાર થઈ જાવ. સારથિએ શ્રીકૃષ્ણને આ સંદેશાત્ર ભાલાની અણી ઉપર પરેવીને રાજા પોત્તરને આપે. સંદેશવાહકને આ વ્યવહારથી પટ્વોત્તર રાજાને ક્રોધ હાથમાં ન રહ્યો. છતાં ક્રોધના આવેશને વ્યક્ત કર્યા વગર તેણે સારથિને પૂછ્યું: “યુદ્ધ કરવા માટે કણ કણ આવ્યું છે? અને સાથે કેટલી સેના છે?” સંદેશવાહકે જવાબ આપ્યઃ “શ્રીકૃષ્ણ એકલા છે અને સાથે પાંચ પાંડવે છે, જે દ્રૌપદીના પતિઓ છે. આ છ પુરુષ સિવાય કઈ જ નથી.”
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy