SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મહતા અને આત્મજ્ઞાની : ૫૪૭ તેથી ઘણેા લાભ છે. પણ આવા લેાકેા મૌન ધારણ કરે એ વાતમાં માલ નથી. તેમને બાલતા અંધ કરવા જશો તેા તે વધારે જોરથી ખેલશે. કારણ, પેાતાનાં અજ્ઞાનને છુપાવવા માટે તેમની પાસે આના સિવાય બીજો કાઈ ઉપાય નથી. આપણા જ કાનમાં પડતા આપણા અવાજ આપણને આપણી જાણકારી વિષે વિશ્વાસ જન્માવી શકે છે. ઋષિએ કહે છે કે, માણસા એ જાતના હાય છે. એક આત્મહતા અને ખીજા આત્મજ્ઞાની. આપણે કઈ કોટિના છીએ તેના નિણુય બીજુ કાઈ કરી શકે નહિ, તેના નિય આપણે તે જ કરી શકીએ. કેમકે, માણુસ પાતે પેાતાની જાતને જે રીતે ઓળખી શકે છે તેટલું બીજુ કાઇ તેને એળખી શકતુ નથી. જો તમારી કેટિ આત્મજ્ઞાનીની હાય તેા વાત ત્યાં જ પૂરી થઇ ગઇ, પછી કાંઇ કહેવાનુ રહેતું નથી. તમે જે મેળવવાનુ` હતુ` તે મેળવી લીધુ; પરંતુ જો તમારી કોટિ આત્મહ તાની હશે તે તમે ચેાર્યાસીની ચકડોળે ચડયા વગર રહેવાના નથી. પરમાત્માની દિશા તરફની મંગળ યાત્રાના પ્રારભ પણ થયા નથી અને પોતાની જાતને આત્મજ્ઞાની માની લેવાની વાત ભારે સરળ છે! આગમા, પિટકા, ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદોનાં વચના કંઠાગ્ર કરી લીધાં એટલે પાતે આત્મજ્ઞાની ખની ગયા છે એથી ભુલભુલામણીમાં માણસ પડી જાય છે. આત્માના સાક્ષાત્કાર ખરેખર તે થતા નથી અને વચનેાની કસ્થતાને આધારે, પાતે આત્મજ્ઞાની બની ગયાની ભ્રાંતિ તેનામાં અવશ્ય પેદા થઈ જાય છે. ધમ પ્રયાગ છે, વિચાર નથી; ધમ પ્રક્રિયા છે, ચિંતન નથી; ધર્મ વિજ્ઞાન છે, દશન નથી. વિજ્ઞાનની પ્રયાગશાળાની જેમ ધર્મની કોઇ સ્વત ંત્ર પ્રયાગશાળા નથી કે, જ્યાં સાધન સામગ્રી એકત્રિત કરી, ધર્માંના પ્રયાગ કરી શકાય. ધમ માટે આપણે આપણી જાતને જ પ્રયોગશાળા બનાવવી પડે છે. આપણામાંથી જ બધા પ્રયાગા ફલિત થાય છે. આ વિષયને આટલેથી અટકાવી, હવે ગઇ કાલે કહેલા આગમના વિષયના સબંધમાં ઇતિહાસજ્ઞાનાં મંતવ્યેાને જાણવા પ્રયત્ન કરીએ કે જેથી, આગમેના ઇતિહાસના સ ંશોધનમાં રસવૃત્તિ જન્મી શકે. આગમાના વિષયેાની વાત ગઈ કાલે કરી હતી. આજે આગમેાની ટીકા ચૂર્ણિ, નિયુ`કિત અને ભાષ્ય આદિનાં સંબંધમાં સકેતાત્મક ઉલ્લેખ કરવા પ્રયત્ન કરીએ. આગમાની ટીકાઓ પ્રાકૃત અને સસ્કૃતમાં થએલી છે. પ્રાકૃત ટીકાઓ, નિયુકિત, ભાષ્ય અને ચૂર્ણિનાં નામથી લખવામાં આવી છે. નિયુકિત અને ભાષ્ય પદ્યમય છે અને સૂણું ગદ્યમય છે. ઉપલબ્ધ નિયુકિતઓના મોટા ભાગ દ્વિતીય ભદ્રમાડુની રચના છે. તેમને સમય વિક્રમની પાંચમી અથવા છઠ્ઠી શતાબ્દી છે. ઘણું કરીને બૌદ્ધો તેમજ ચાર્વાકના વિષયમાં નિયુતિમાં જ્યાં ક્યાંય પણ અવસર મળ્યા, ત્યાં તેમણે લખાણેા લખ્યાં છે. દાશનિક શૈલીથી તેમજ સુ ંદર ઢંગથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેમણે પ્રયત્ન કર્યાં છે. જ્ઞાનનુ સૂક્ષ્મ નિરૂપણુ તથા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy