SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વારા અહિંસાનું તાત્વિક વિવેચન યથાયોગ્ય રીતે કરવા પણ તેમણે પ્રયત્ન કર્યો છે. શબ્દોના સમીચીન અર્થે કરવાની પદ્ધતિમાં તે તેઓ નિણાત હતા જ. તેમાં પ્રમાણ નય અને નિક્ષેપના વિષયના સારગર્ભિત વિવેચનેથી તેમણે જૈન દર્શનની ભૂમિકા દઢતમ બનાવી છે. પિતાના વખત સુધીનું કેઈપણ વિષયની ચર્ચાનું વિકસિત અને પૂર્ણ વરૂપ જેવું હોય તે ભાષ્ય જેવું જોઈએ. ભાષ્યકારમાં પ્રસિદ્ધ સંઘદાસ ગણિ અને જિનભદ્ર છે. એમને સમય સાતમી શતાબ્દી છે. જિનભદ્ર ક્ષમા શ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં આગમિક-વિષચેનું તર્ક સંગત વિવેચન કર્યું છે. પ્રમાણ નય અને નિક્ષેપની સંપૂર્ણ ચર્ચાઓ પણ તેમણે કરી છે. આ સિવાયના તનું પણ તાર્કિક અને યુકિતસંગત વિવેચન તેમણે કર્યું છે. સારાંશ એ છે કે, દાર્શનિક ચર્ચાને એ કઈ વિષય નથી કે જે જિનભદ્રની કલમથી અસ્પૃશ્ય રહ્યા હેય. બૃહકલ્પ ભાષ્યમાં સંઘદાસ ગણિએ સાધુઓના આહાર અને વિહાર આદિ નિયમોના ઉત્સર્ગ–અપવાદ માર્ગની ચર્ચા દાર્શનિક ઢંગથી કરી છે. તેમણે પ્રસંગનુકૂળ જ્ઞાન, પ્રમાણ, નય અને નિક્ષેપના વિષયમાં પણ પર્યાપ્ત લખાણ લખેલ છે. ઘણું કરીને સાતમી આઠમી શતાબ્દીની મૂર્ણિમાં મળે છે. ચૂર્ણિકારોમાં જિનદાસ મહત્તર પ્રસિદ્ધ છે. તેમણે નંદીસૂત્રની ચૂણિ સિવાય બીજી પણ ચૂર્ણિઓ લખી છે. ચૂર્ણિમાં ભાગત વિષયે જ સંક્ષિપ્તતમ ઉલ્લેખ છે. જાતકના ઢગની પ્રાકૃતકથાએ એમની વિશેષતા છે. જૈન આગમોની સૌથી પ્રાચીન ટીકા આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ કરી છે. તેમને સમય વિક્રમ સંવત ૭૫થી ૮૫૭ની વચ્ચે છે. હરિભદ્રસૂરિએ પ્રાકૃત ચૂર્ણિઓને પ્રાયઃ સંસ્કૃતમાં અનુવાદ જ કરેલ છે. ઠેકઠેકાણે પિતાના દાર્શનિક જ્ઞાનને ઉપગ તેમણે યોગ્ય માત્રામાં કરેલ છે. એટલે તેમની બધી ટીકાઓમાં પ્રાયઃ બધા દર્શનેની પૂર્વ પક્ષના રૂપમાં ચર્ચા મળી રહે છે. સાથે સાથે તેઓએ જૈનતત્વને દાર્શનિક જ્ઞાનના બળથી સુનિશ્ચિત રૂપમાં વ્યવસ્થિત કરવાને પ્રયત્ન પણ કર્યો છે. હરિભદ્રસૂરિ પછી શીલાંકસૂરિએ દશમી શતાબ્દીમાં સંસ્કૃત ટીકાઓની રચના કરી. શીલાંકસૂરિ પછી પ્રસિદ્ધ ટીકાકાર શાંત્યાચાર્ય થયા. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર બૃહત ટીકા લખી છે. ત્યાર પછી પ્રસિદ્ધ ટીકાકાર શ્રી અભયદેવસૂરિ થયા, જેમણે નવ અંગો ઉપર સંસ્કૃત ટીકાઓ રચી. એમને જન્મ વિ. સં. ૧૦૭રમાં અને સ્વર્ગવાસ વિ. સં. ૧૧૩૫માં થશે. આ બને ટીકાકારોએ પૂર્વના આચાર્યોની બધી ટીકાઓને યોગ્ય ઉપયોગ તે કર્યો જ છે. જ્યાં ત્યાં પિતાના ઢગની તે વખતની વિકસિત થએલી દાર્શનિક ચર્ચાઓને યેગ્ય સ્થાન આપવાનું પણ ભૂલ્યા નથી. અત્રે મલધારી હેમચંદ્રનું નામ પણ ઉલ્લેખનીય છે. તે બારમી શતાબ્દીને વિદ્વાન હતા. આગમના સંસ્કૃત ટીકાકારોમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન તે આચાર્યશ્રી મલયગિરિનું છે. પ્રાંજલ ભાષામાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy