SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ લેવા પાષાણ, ખિલ્યાં દ્વાર આત્માઓ અસુર છે. કીડી મકોડાની માફક તેઓ અંધકારમાં જીવે છે. જે સ્વયંના જિજ્ઞાસુ નથી તે અંધકારમાં ભટકવાના જ છે. કેમકે સ્વયંની જિજ્ઞાસા એટલે સૂર્ય બનવાની કેશિષ અને સૂર્ય બનવું એટલે સ્વયં પ્રકાશિત થવું. આત્મજ્ઞ પુરુષની યાત્રા પ્રકાશના લેક પ્રતિની ગતિ છે. અનાત્મજ્ઞ જેની અંતર જોતિ બુઝાઈ ગઈ છે અને તેઓ અંધકારમાં ડૂબેલા છે. આવા જ એક બીજાને અનુસરી વધુ અંધકારમાં બે છે અને તે અંધકારમાંથી બહાર નીકળવાનું તેમને ગમતું પણ નથી. તેમની પાસે એવું કેઈ નેતૃત્વ પણ નથી કે જે તેમને અંધકારમાંથી બહાર કાઢી શકે. બહાર નીકળવાની ઈચ્છા પણ તેમનામાં જાગૃત હતી નથી, જાગૃત થતી પણ નથી; અને અજ્ઞાનતાનું આવરણ એટલું પ્રગાઢ તેમના પર છવાયેલું છે કે, તેને હટાવી, ઊભા થઈને આગળ વધવાની અને પ્રકાશ તરફ ગતિ કરવાની તેમની ઇચ્છા કુંઠિત થઈ ગઈ હોય છે. - આ રીતે માણસ પિતે અંધારામાં જીવે છે. પરંતુ પિતે અંધારામાં આવી રહ્યો છે એ વાતને ભુલાવવા માટે તે પ્રાયઃ બીજા પાસે પ્રકાશની વાત કરવા લાગે છે. માણસે ચેડા જાગૃત અને સાવધાન થવાની જરૂર છે કે, જે વસ્તુ પિતે જાણતા નથી, જે તેને અનુભવની બહારની વાત છે, તે વાત બીજાને કહેવા, બતાવવા કે ઓળખાવવા પ્રયત્ન કરે એ જેટલું બીજાની જાતને હાનિ પહોંચાડનારું છે, તેનાથી પણ અધિક પિતાની જાતને હાનિ પહોંચાડનારું છે. દુનિયામાં એવા માણસે થોડા અપવાદ સિવાય મળવા મુશ્કેલ છે કે જેઓ પિતે જેટલું જાણતા હશે તેટલું જ બતાવવા પ્રયત્ન કરતા હશે. કારણ કેન્દ્રમાં અહંની સાધનાને લઈ માણસ પિતાની જાત ઉપર સંયમ, મર્યાદા કે નિયંત્રણ રાખી શકતું નથી. એટલે પિતે ન જાણતા હોય છતાં જાણવાનો દંભ આચરી, પિતાની જાતને જાણકાર ગણાવવા પ્રયત્ન કરે છે. પોતે જે વિષય જાણતો નથી તે વિષયમાં પણ માર્ગદર્શન આપવા તે પ્રયત્ન કરે છે. બીજાને ઉપદેશ આપી ઉપદેશક બનવાન અને વસ્તુ ન જાણતા હોવા છતાં જ્ઞાતા બનવાને જીવને ભારે શેખ હોય છે. સામેની વ્યકિતમાં જરાક નબળાઈ જણાય તે તરત જ તે તેનું ગળું દબાવવા તૈયાર થઈ જાય છે. આવા માણસને તે તરત જ માર્ગ બતાવશેઃ “જુઓ, પરમાત્માને મેળવવાને આ જ સીધે માર્ગ છે આ માર્ગ ઉપર જ કયાંય આડાઅવળા ગયા વગર સીધા ચાલ્યા જાઓ.” રસ્તે બતાવવાની એટલે કે, માર્ગોપદેશક થવાની પણ એક મજા છે. મજા છે એટલે કે, તેનાથી માણસમાં સહજ ભ્રમ જન્મી જાય છે કે પિતાને માર્ગની માહિતી છે. ઉપદેશક થવાનો દોષ જ એ છે કે, બીજાને માર્ગ બતાવતાં બતાવતાં પોતે તો એ માર્ગથી તદ્દન અજ્ઞાન છે, એ સત્ય જ તે ભૂલી જાય છે. સ્વરૂપને ઓળખનાર ગણ્યાગાંઠ્યા જ માણસ છે છતાં સ્વરૂપની વાતે કરનારા, ઉપલબ્ધિને માર્ગ દેખાડનારા અનેક છે. ખરેખર જેઓ અજ્ઞાત છે, જેમને આત્મપલબ્ધિ થઈ નથી, જેઓ અનુભૂતિનાં દ્વારને ઉદ્ઘાટિત કરી શક્યા નથી, તેઓ તે મહેરબાની કરીને મૌન રહેતા હોય તે જ સારું. તેથી તેમને પિતાને તે લાભ છે જ પરંતુ આખા જગતને પણ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy