SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મહુતા અને આત્મજ્ઞાની : ૫૪૫ ગાશાલકની તોલેશ્યા ભગવાન મહાવીરને બાળી નાખવાને ખદલે ગોશાલકને જ ખાળી નાખનારી સિદ્ધ થઇ, તેમ આપણાં શલ્યા, દૈધાઢિ વિષયા પ્રથમ આપણને ખાળશે, પછી અન્યને. આપણે સૌ આનંદને જ ઈચ્છીએ છીએ અને તે મેળવવા માટેના આપણા સતત પ્રયત્ન પણ હાય છે. પરંતુ સ્વસ્વરૂપ વિષેની આપણી અજ્ઞાનતાને કારણે આનંદનું નિર્માણુ થવાને બદલે પીડાનુ, દુઃખનું, નરકનું નિર્માણુ થઈ જાય છે. આપણી સ્થિતિ-વિનાયા' ષિને રચવામાસ માનવમૂ” એટલે કે મનાવવા ગયા ગણેશજીની મૂર્તિ, પરંતુ મનો ગઈ વાંદરાની પ્રતિભૂતિ એના જેવી બની જાય છે! ધિમયવસ્તુ જામન્ય ગમન' સાગર પ્રતિ”-જવા ગયા હિમાલયનાં ગગનસ્પશી શિખરની આન હૃદાયી યાત્રાએ અને પહોંચી ગયા સમુદ્રમાં ! આપણે સૌ આનંદ મેળવવા ઇચ્છીએ છીએ પરંતુ સ્વસ્વરૂપની અજ્ઞાનતાને કારણે આનંદ મેળવી શકાતા નથી. જેને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી હુ કાણુ છું, તેને સ્વઆનંદના ખ્યાલ પણ કયાંથી આવે ? મારાં મૂળિયાંની જ મને ખબર નથી ત્યાં મારામાં કેવાં પુષ્પા ખીલી શકે તે હું ક્યાંથી કહી શકું? હું કઈ જાતનું બીજ છું તેના જ જો હું નિણ્ય નકરી શકું, તે હુ' જે કાંઇ થવા પ્રયત્ન કરીશ તેમાં મને સતાપ અને પીડા સિવાય ખીજું કાંઈ જ મળશેનહિ. હું કાણુ છું ?–પાયાના આ પ્રશ્ન બરાબર સમજી જાય છે તેના જ જીવનની યાત્રા રૂપાંતરિત થઈ જાય છે. સ્વસ્વરૂપની અજ્ઞાન અવસ્થામાં જે ચીજો આપણને મહત્ત્વની અને સંઘરવા લાયક જણાય છે તે સ્વસ્વરૂપના જ્ઞાન પછી તુચ્છ લાગવા માંડે છે. રાત દિવસ એક ક્ષણની પણ વિશ્રાંતિ વગર વસ્તુઓ મેળવવા આપણે જે તનતડ મહેનત કરીએ છીએ, તે જ વસ્તુઓ સ્વસ્વરૂપનું... ભાન થતાં, આપણે મન કોડીની કિંમતની બની જાય છે. અરે, બીજાની વાત જવા દો અને અમારી જ વાત લે ! જે પૈસા માટે તમે રાત દિવસ ફાંફાં મારે છે, તે પૈસામાંથી એક સે રૂપિયાની નેટ પણ અમારા જેવા જૈન સાધુને કોઈ વહેારાવે, તે અમે તે પૈસા તરફ દૃષ્ટિ પણ નાખીશુ ખરા ? આત્મજ્ઞ પુરુષ જુદી જ શોધમાં, જુદું' જ મેળવવા માટે નીકળી પડે છે. સ્વયં'ને જાણનાર જીવનમાં કદી પણ પરાજિત થતા નથી. સ્વયંને ન જાણનાર જીવનની બીજી દિશામાં ગમે તેટલા સફળ થયા જણાય છતાં વાસ્તવમાં તેઓ અસફળ જ છે. સ્વય'ને જાણનાર સફળતાને પામી જાય છે. એ સફળતાની ચાવી તેમના હાથમાં આવી જાય છે અને એ ચાવી દ્વારા તેએ એ રહસ્યના દ્વારને ખાલી નાખે છે કે આનંદ ક્યાંય બહાર નથી, તે સ્વયમાં જ સમાએલા છે. માણસે એ પ્રકારના છે એમ ઉપનિષદના ઋષિએ કહે છે. એક કે જેઓ સ્વયંને જાણે છે તે આત્મજ્ઞાની અને મીજા એ કે સ્વયંના જ્ઞાનથી અજ્ઞાત છે તે આત્મ-અજ્ઞાની. આ રીતે જે આત્મહતા છે, તે જ જ્યાં સૂર્યના કાઈ પ્રકાશ પહેાંચતા નથી અસુર છે. અસુરના અથ જ છે અંધકારમાં જીવનારા. એવા અંધકારભર્યાં લેાકમાં જીવનારા અંધકારજીવી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy