SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ : ભેલા પાષાણ, છેલ્લાં દ્વાર આપણે કરી લેતા હોઈએ છીએ. શરીરના નાશને આત્મહત્યા માની લેવાની પારંપરિક ભૂલનું આવર્તન આજે પણ યથાવિધિ થયા જ કરે છે. પરંતુ આ જાતના અનિષ્ટ શબ્દ પ્રયોગથી પારમાર્થિકની હત્યા થઈ જાય છે જેને આપણને ખ્યાલ પણ આવતે નથી- શરીરને મારી નાખવું તે આત્માને મારી નાખવાની પ્રક્રિયા નથી. શરીર હત્યા તે આત્મહત્યા નથી. એ તે ઉપરના આવરણનું પરિવર્તન છે. શરીર એ તે આત્માનું વસ્ત્ર જેવું ઉપકરણ છે એટલે શરીરના ઘાતથી ઉપરના આવરણના પરિવર્તનની વાત અવશ્ય થઈ ગણાય; પરંતુ આત્માને તેથી કઈ હાનિ કે લાભ થયો ન ગણાય. એટલે ઉપનિષદોએ આત્મહેતા શબ્દને ઘણે યથાર્થ પ્રયોગ કર્યો છે. ઉપનિષદના ત્રષિઓની દૃષ્ટિમાં આત્મહતા તે છે કે જે પિતાને જાણ્યા વગર જીવી જાય છે. અજ્ઞાનથી આવૃત્ત જે પિતાના સ્વરૂપ તરફ દષ્ટિ દોડાવતું નથી તે માણસ સતત આત્મહત્યા કરી રહ્યો છે. પોતાની ગણતરી આત્મહંતાની શ્રેણીમાં છે કે આત્મ-વિજ્ઞાતાની, તેને નિર્ણય સહુએ સહની રીતે કરી લેવાનું છે. આપણે સૌ જીવન તે જીવીએ છીએ; પરંતુ આપણે આપણું પિતાના વિષે જ સવિશેષ અજ્ઞાત છીએ એ કેટલું આશ્ચર્ય છે? તમે તમારા હૈયા પર હાથ મૂકીને સત્ય કહેજે-તમે કેણ છે? ક્યાંથી આવ્યા છો? કયાં જવાના છો ? તમારા જીવવાનું પ્રયજન શું છે? તમારા અસ્તિત્વનો અર્થ શું છે? તમારે શું મેળવવાનું છે? તમારે જે મેળવવાનું છે તે તમને કઈ રીતે મળશે? આ દરેક વાતને તમને કદી વિચાર આવ્યું છે ખરો ? આ બધા પ્રશ્નના જવાબો તમારા ઊંડાણમાંથી નિર્વિરોધ આવી જતા હોય તે તમે આત્મહેતાની શ્રેણીમાં નથી એ એક સુનિશ્ચિત સત્ય છે. પરંતુ જો આ પ્રને માત્ર પ્રશ્નાર્થક બની રહે, તેમના ઉત્તરની પ્રતીતિની કઈ સ્પષ્ટ રેખા તમારા અંતરાત્મામાંથી અવિર્ભાવ ન પામે, તે તમે નિઃસંદેહ આત્મજ્ઞાતાની શ્રેણીમાં પણ નથી આવતા. જગતના ભૂગોળ અને ખગોળની આપણને સારી એવી જાણકારી છે. મંગળ અને ચંદ્ર વિષેની સૂદ્દમતમ માહિતીઓ પણ આપણી પાસે છે, પરંતુ આપણે આપણું પોતાના વિષે જ અજ્ઞાત છીએ. જે પોતે પોતાના વિષે જ અજ્ઞાત છે તેને ઉપનિષદકાર આત્મહંતા અથવા અસુરના નામથી સંબોધે છે. પુનામ તે જોવા તમનાવૃતા:” અર્થાત તે અસુર સંબંધી કે આત્માના અદર્શનરૂપ અજ્ઞાનથી આચ્છાદિત છે. યાદ રાખજો, આપણા વિષેનું આપણું અજ્ઞાન, જેટલી હાનિ આપણને પહોંચાડે છે, તેટલી બીજા કેઈને પહોંચાડી શકતું નથી. આપણી અજ્ઞાનતાનો ભંગ બીજા તે પાછળથી બને છે પરંતુ સૌ પ્રથમ તો આપણે જ આપણી અજ્ઞાનતાના ભંગ બનીએ છીએ. સ્વરૂપની અજ્ઞાનતાને કારણે આપણામાં જે શલ્ય અને ક્રોધાદિ વિષે જન્મે છે તે આપણી અંદરની શાંતિને ભસ્મીભૂત ર્યા પછી જ બીજાની શાંતિ અને સમાધિ ઉપર આક્રમણ કરે છે. આમ છતાં, સામેની વ્યક્તિ જે ભગવાન મહાવીરની જેમ આત્મ-તિના દિવ્ય પ્રકાશથી ઝળહળતી હશે તે જેમ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy