SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ફલાકાંક્ષાશૂન્ય કર્મ : પર૯ એવી અશ્રદ્ધા. આવતી કાલની વ્યવસ્થા હું કેટલી કરી શકીશ? મારી કરેલી વ્યવસ્થા મને કેટલી ઉપયોગી થશે? માટે તું તેને ગરીબોમાં વહેંચી નાખ. આવતી કાલની ચિંતા કર નહિ. આવતી કાલની ફરી શ્રદ્ધાપૂર્વક પ્રતીક્ષા કર !” - મહમ્મદ સાહેબ કહે છે કે, હું આસ્તિક છું. હું આવતી કાલ માટે કાંઈ પણ બચાવવા ઇચ્છતું નથી. જે આવતી કાલની ચિંતા રાખી ડું પણ બચાવવા પ્રયત્ન કરીશ તે ઈશ્વર કહેશેઃ મહમ્મદ ! તને મારામાં વિશ્વાસ નથી. આ રીતે નિત્યક્રમ પ્રમાણે રોજ જે વધ્યું હોય છે તે સાંજ પડતાં આપી દે છે. ' એક દિવસ મહમ્મદ સાહેબ ભયંકર બીમારીમાં સપડાઈ ગયા. ચિકિત્સકોએ કહ્યું: “કદાચ આજની રાત તેઓ કાઢશે નહિ.” એટલે મહમ્મદ સાહેબના પત્નીએ વિચાર કર્યો કદાચ આજ રાતમાં દવાદારૂ માટે પૈસાની જરૂર પડે; માટે આજ રાત માટે કાંઈક અવશ્ય રાખવું જોઈએ. આમ વિચારી તેમણે પાંચ દીનાર પિતાની પાસે રાખી સાંજે બાકીનું બધું ગરીબોમાં વહેંચી દીધું. રાતના બારેક વાગ્યાને સમય થયે ત્યારે મહમ્મદ સાહેબને ભારે પીડા, ભારે પરેશાની થવા લાગી. મહમ્મદ સાહેબે પોતાની ચાદર ઊંચી કરી અને પિતાનાં પત્નીને પૂછયું: “હું વિચારું છું કે, આજે ગરીબ મહમ્મદ ગરીબ નથી. આજે ઘરમાં જરૂર કાંઈક હોવું જોઈએ. અન્યથા મારા મનમાં આટલી અશાંતિ થાય નહિ !” મહમ્મદ સાહેબના પત્ની ગભરાઈ ગયાં. તેમણે કહ્યું: “આપને કેમ ખબર પડી કે મેં કાંઈક બચાવીને રાખેલ છે?” મહમ્મદ સાહેબે કહ્યું “તારા મોઢા ઉપરથી જ દેખાઈ આવે છે. કારણ આજે તું એટલી નિશ્ચિત જણાતી નથી જેટલી જ હોય છે. આજે તે અવશ્ય કાંઈક બચાવી રાખી લીધેલ છે. કારણ જે ચિંતિત હોય છે તે અવશ્ય બચાવી લે છે અને જે બચાવી લે છે તે ચિંતિત થઈ જાય છે. માટે તેં જે બચાવ્યું હોય તેને કાઢી ગરીબ વચ્ચે વહેંચી નાખ અને મને શાંતિથી મરવા દે! મારી અંતિમ રાતમાં કયાંક એવું ન બને કે મારે પરમાત્માને ઠપકે સાંભળવો પડે ક્યાંક એવું ન બને કે આ અંતિમ રાતમાં મારી આખી જિંદગીની સાધના વિરાધના બની જાય અને પરમાત્માની સામે એક અપરાધીની માફક મારે ખડા થવું પડે ! તેમનાં પત્નીએ પિતે બચાવેલી પાંચ દીનાર કાઢી અને મહમ્મદ સાહેબના હાથમાં મૂકી દીધી. મહમ્મદ સાહેબે કહ્યું: “મને આપવાથી શું પ્રયજન સિદ્ધ થવાનું ? કેકને સડક ઉપર અવાજ દે એટલે તે આવીને લઈ જાય !” પત્નીએ કહ્યું: “અંધારી અને અડધી રાત્રિમાં સડક પર કેણ મળશે ?” મહમ્મદ સાહેબે કહ્યું “અવાજ તે દે! જે દેનાર હશે તે અવશ્ય કઈ લેનાર પણ મળી રહેશે.”
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy