________________
પ૨૮ : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર
નથી. આપણે આપણી રીતે નિષ્ઠાપૂર્ણ પદ્ધતિએ આપણું કાર્ય પૂરું કરીએ એટલું જ બસ છે. એનાથી બહાર કરવાનું કે એના પછી આપણે હવાની કંઈ જરૂર નથી. એને એ અર્થ પણ નથી કે, આકાશમાં ક્યાંક કઈ નિયંતા બેઠે છે જે આપણા હિસાબના લેખા જોખા રાખો હોય છે. અને તે માત્ર આટલે જ અર્થ છે કે, તમે તેનાં ફળ માટેના પ્રયત્ન ન કરે. તે માટે કઈ આશા કે અપેક્ષા ન રાખે, સમષ્ટિમાંથી તેને પ્રતિધ્વનિ સ્વતઃ આવવા દો! તમે તેને માટે નિરર્થક ચિંતા ન કરે. પહાડેને સ્વભાવ પ્રતિવનિ આપવાને છે જ. પહાડે તરફ માત્ર જોરથી અવાજ કરે, પહાડે તેને જવાબ વાળશે જ. પહાડે જવાબ વાળશે કે નહિ એની બેટી ચિંતા ન કરે. એવી નિરર્થક ચિંતા કરશે તે પહાડે તરફ સારી રીતે અવાજ પણ ફેંકી શકશે નહિ. પરિણામે યોગ્ય પરિમાણમાં પડઘા પડશે નહિ. કારણ પડ પાડવા માટે પણ બનિ તે જોઈએ. ફલાકાંક્ષા કર્મ જ કરવા દેતી નથી. ફલાકાંક્ષામાં ગૂંચવાયેલા માણસો નિષ્ઠાપૂર્વક કૃત્ય કરવાનું જ ભૂલી જાય છે. કારણ કર્મની ક્ષણ વર્તમાન હોય છે અને ફળની ક્ષણ ભવિષ્ય. જેની આંખે ભવિષ્ય ઉપર સ્થિર છે તેની પાસેથી વર્તમાનની ઘણી કીમતી ક્ષણે આમને આમ પસાર થઈ જાય તે પણ તેમાં કેઈ આશ્ચર્ય નથી. કારણ દષ્ટિ તે ભવિષ્ય સાથે જોડાએલી છે, આવતીકાલ સાથે તે સંકળાએલી છે, ફળ સાથે તે સંબંધિત છે અને કામ આ ક્ષણે થઈ રહ્યું હોય છે. ભવિષ્ય પર મંડાએલી દષ્ટિવાળાનું કામ બે દિલથી થતું હોય છે. તેનું મન કામ સાથે નહિ, પરંતુ ભવિષ્ય સાથે જોડાએલું હોય છે.
તાત્પર્ય એ છે કે આ ક્ષણે આપણે જે કરી રહ્યા છીએ તે જ આપણે આનંદ થઈ જાય ! જે પણ આપણે કરી રહ્યા છે તે આપણુ આનંદમાંથી સુજિત થાય, તે આપણા આનંદમાંથી નીકળે, તેને અવિર્ભાવ આપણું આનંદમાંથી થાય, તે આપણી આત્મગંગોત્રીમાંથી જન્મ પામે ! ગંગેત્રીની ક્ષમતાથી ગંગા વહે છે, સાગર માટે ગંગા વહેતી નથી, સાગર સુધી તે પહોંચી જાય એ જુદી વાત છે.
મહમ્મદ પયગંબર સાહેબના જીવનની એક નાનકડી ઘટના છે. મહમ્મદ સાહેબના ભકતે તેમને જેરેજ કાંઈને કાંઈ ભેટ ધરી જાય છે. કેઈ મિઠાઈઓ આપે છે તે કોઈ પૈસા આપે છે. આમ સાંજ સુધી આવનારા માણસે ખાય પીએ છે ને સત્સંગ કરે છે. સૂર્યાસ્ત થતાં મહમ્મદ સાહેબ પિતાનાં પત્નીને કહે કે, સાંજ થઈ ગઈ, એટલે જે વધેલું હોય તે ગરીબમાં વિભાજિત કરી દે. તેમનાં પત્ની સદા આગ્રહ રાખતાં હોય છે કે આ બરાબર નથી. ભવિષ્ય માટે થોડું ઘણું બચાવવું જોઈએ. મહમ્મદ સાહેબ જવાબ આપે છે જેમ આજે મળી રહ્યું તેમ આવતીકાલે પણ મળી રહેશે. આજ નીકળી ગઈ તે આવતીકાલ પણ નીકળી જશે. શું તું મને નાસ્તિક સમજે છે કે હું આવતી કાલની વ્યવસ્થા કરૂં? કાલની વ્યવસ્થાની ચિંતા નાસ્તિકતા છે. કાલની વ્યવસ્થા એટલે જે આજે મને મળ્યું છે તે આવતી કાલે નહિ મળે