SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ : લેવા પાષાણખેલ્યાં દ્વાર મહમ્મદ સાહેબના પત્નીએ પિતાના પતિના આદેશ મુજબ જોરથી પિકાર પાડે. સડક પર આમતેમ આંટા મારતે એક ભિખારી અંદર આવ્યું. મહમ્મદ સાહેબે કહ્યું જે ઈશ્વરની કેવી લીલા છે ! અંધારી અડધી રાત્રિમાં દેનાર જે મળી શકે છે તે લેનાર પણ આવી શકે છે. આ બચાવેલા પાંચ દીનાર આ ગરીબને આપી દે!” મહમ્મદ સાહેબના પત્નીએ તે પાંચ દીનાર આપી દીધા. બસ! મહમ્મદ સાહેબના હૃદયમાં અપાર શાંતિ પથરાઈ ગઈ. જાણે આ પાંચ દીનાર જ પીડા હતી, અશાંતિ હતી, પરેશાની હતી ! મહમ્મદ સાહેબે ચાદર ઓઢી લીધી. તેઓનું આ આખરી કૃત્ય હતું. પછી તે અનંતમાં લીન થઈ ગયા. હવે આપણે આગમના વિષય પર આવીએ. તદનુસાર જેમ પૂર્વે કહેવાઈ ગયું તેમ આગમ શબ્દથી વાચ કઈ એક ગ્રંથ નથી; પરંતુ અનેક વ્યકિતકર્તાક અનેક ગ્રંથને સમુદાય છે. એટલે આગમની રચનાને કેઈ નિશ્ચિત કાળ કહી શકાય નહિ. આમ છતાં ભગવાન મહાવીરને ઉપદેશ વિ. સં. પૂ. ૫૦૦ વર્ષે થયે. એટલે ઉપલબ્ધ કઈ પણ આગમન તે પૂર્વે સંભવ અશક્ય છે. બીજી અને અંતિમ વાચનાના આધારે પુસ્તક લખવાનું કાર્ય વલભીમાં વિ. સં. પ૧૦ (મતાન્તરથી પ૨૩)માં થયું. એટલે આમ સુનિશ્ચિત કહી શકાય કે કઈ પણ આગમ વિ. સં. પરંપ પછીના ન હોઈ શકે. આગમની રચનાને કાળ આ ઉપર જણાવેલ એક હજાર વર્ષ દરમિયાન સંભવિત છે. અંગ ગણધરકૃત કહેવાય છે. પરંતુ તેમાં બધા એક સરખા પ્રાચીન નથી. આચારાંગના જ પ્રથમ અને દ્વિતીય કૃતક ભાષા અને ભાવની દષ્ટિએ ભિન્ન છે. આચારાંગસૂત્રને પ્રથમ શ્રત સ્કન્ધ માત્ર દ્વિતીય શ્રુત સ્કન્ધથી જ નહિ, સમસ્ત જૈન વાડ્મયમાં સૌથી પ્રાચીન અંશ છે. તેમાં જરા જેટલું પણ પરિવર્તન કે પરિવર્ધન નથી એમ તે ન જ કહી શકાય, પરંતુ તેમાં ઊમેરે સૌથી ઓછામાં ઓછો થયો છે. તે ભગવાનના સાક્ષાત્ ઉપદેશના અત્યંત સન્નિકટ છે. આવી સ્થિતિમાં તેને આપણે વિક્રમ સં. પૂ. ૩૦૦ પછીની સંકલના કહી શકતા નથી. વધારે સંભવ તે એ છે કે તે પ્રથમ વાચનાની સંકલના છે. આચારાંગને દ્વિતીય શ્રત સ્કન્ધ ભદ્રબાહુ પછીની રચના હોવી જોઈએ. કારણ તેમાં પ્રથમ શ્રત સ્કન્ધની અપેક્ષા ભિક્ષુઓના નિયમોપનિયમોનાં વર્ણનમાં વિકસિત ભૂમિકાની સૂચના મળે છે. આને વિક્રમ પૂર્વ બીજી શતાબ્દીની રચના કહી ન શકાય. આજ વાત પ્રાયઃ બધા બીજા અંગેના સંબંધમાં પણ સમજવી જોઈએ કે, વિક્રમપૂર્વ બીજી શતાબ્દી પછી તેમાં કાંઈપણ ઊમેરવામાં આવ્યું નથી. સ્થાનાંગસૂત્ર જેવા અંગ ગ્રંથમાં વીર નિર્વાણુની છઠ્ઠી શતાબ્દીની ઘટનાને પણ ઉલ્લેખ મળે છે. પરંતુ આવા પ્રકારના કાંઈક અંશને છોડીને બાકીના બધા ભાવ પુરાના છે. ભાષામાં યત્રતત્ર કાળની ગતિ અને પ્રાકૃત ભાષા હોવાને કારણે ભાષા વિકાસના નિયમ મુજબ પરિવર્તન હવું અનિવાર્ય છે. કારણ પ્રાચીન
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy