________________
આગમ અને અમૃતત્વ : ૨૦૭
ગજબના પ્રયત્ન હતા, તેનું આજે તમને દિગ્દર્શન કરાવવું છે. તેમના માટે શા એ માત્ર નિર્જીવ શબ્દો નહોતા. તેમના અક્ષરે અક્ષરમાં સમાયેલા જીવનઅમૃતના દિવ્ય સંકેતના શાસ્ત્રો અખૂટ ખજાના હતા. એટલે શાને બચાવવા એ જીવનની આંતરિક સમૃદ્ધિને બચાવી લેવા જેવી તેમને મન વાત હતી. શાસ્ત્રોનું સંરક્ષણ નહિ કરીએ તે જીવન રાંક અને દરિદ્ર બની જશે એવી તેમને પ્રતીતિ થઈ ચૂકી હતી, જે પ્રતીતિએ તેમને આ કાર્ય માટે આકર્મો.
ભગવાન બુદ્ધના ઉપદેશોને સુવ્યવસ્થિત કરવા માટે ભિક્ષુઓએ કાળક્રમથી કેટલીયે સંગીતીએ કરી હતી એ વાત બૌદ્ધ ઈતિહાસમાં જાણીતી છે. આ જ રીતે ભગવાન મહાવીરના ઉપદેશોને પણ વ્યવસ્થિત કરવા માટે જૈન આચાર્યોએ પણ ત્રણ ત્રણ વાચનાઓ કરી, પરંતુ જ્યારે આચાર્યોએ જોયું કે સ્મરણશક્તિ મંદ થતી જાય છે, કંઠે પકંઠ રાખી કૃતિઓને બચાવવી મુશ્કેલ છે, શ્રતને હાસ થતો જાય છે. ત્યારે શ્રુતના સંબંધમાં વ્યાપેલી અવ્યવસ્થાને દૂર કરવા, જૈનાચાર્યોએ એકત્રિત થઈ જેનશ્રતને વ્યવસ્થિત કર્યો.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૧૬૦ વર્ષે પાટલિપુત્રમાં જેનશ્રમણ સંધ એકત્રિત થા. જૈનાચાર્યો એકત્રિત થયા તે પહેલાં ભયંકર દુષ્કાળ પડવાને કારણે, તેમજ મધ્ય પ્રદેશમાં અનાવૃષ્ટિ થવાને કારણે, જેન શ્રમણે દુષ્કાળની અસરથી બચવા અન્ય અન્ય પ્રાંતોમાં વહેંચાઈ ગયા હતા. જ્યારે ખાવાનાં સાધને પણ પૂરતા પ્રમાણમાં મળતાં ન હોય ત્યારે સ્વાધ્યાય અને અધ્યયન અને અધ્યાપનની પરંપરા અખંડ રાખવાની વાત મુશ્કેલ હતી. એટલે અંગ શારની અવ્યવસ્થા ઊભી થાય તે સ્વાભાવિક વાત હતી. એકત્રિત થએલા શ્રમણેએ એકબીજાને પૂછી પૂછી અગિયાર અંગે તે વ્યવસ્થિત કર્યા. પરંતુ દષ્ટિવાદ નામક બારમા અંગ સંબંધે કેઈને પણ પરિપૂર્ણ જ્ઞાન ન હેઈ, બધા વિચારમાં પડી ગયા. તે વખતે દષ્ટિવાદના જ્ઞાતા આચાર્ય ભદ્રબાહુ સ્વામી હતા, પરંતુ તેમણે બાર વર્ષ માટે વિશેષ પ્રકારના યોગની સાધના કરી હતી અને તે માટે તેઓ નેપાલ ગયા હતા. તેથી શ્રી સંઘે સ્થૂલભદ્ર મુનિને દષ્ટિવાદના અભ્યાસ માટે, અનેક સાધુઓ સાથે, શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે નેપાલ મોકલ્યા. સાધુઓ તે ઘણુ હતા. પરંતુ દૃષ્ટિવાદને ગ્રહણ કરવાની ક્ષમતા સ્થૂલભદ્ર મુનિમાં દષ્ટિગોચર થઈ સ્થૂલભદ્ર મુનિએ દશપૂર્વને અભ્યાસ કર્યા પછી પિતાની શ્રુતલબ્ધિ-દ્ધિને પ્રયોગ કર્યો. આની ખબર શ્રી ભદ્રબાહુ સ્વામીને થતાં તેમણે અધ્યાપન કરાવવાનું છેડી દીધું. સ્થૂલભદ્ર તેથી શરમાઈ ગયા. શ્રી ભદ્રબાહ સ્વામીને ઘણા અનુનય, વિનય પછી અભ્યાસ કરાવવા રાજી તે કરી લીધા પરંતુ એક શરત સાથે તેમણે અધ્યાપનકાર્ય પ્રારંભ કર્યું. તેમણે સ્થૂલભદ્રને કહ્યું: “હું તમને બાકી રહેલા ચાર પૂર્વે ભણાવીશ ખરે, પરંતુ તમારા પછી આ ચાર પૂર્વોની વાચા આપવાની હું તમને અનુજ્ઞા નથી આપતે. તમે ભલે આ બાકી રહી ગયેલા ચાર પૂર્વે ભણી શકે છે, પરંતુ તમારે આ પૂર્વે કોઈ બીજાને ભણાવવા નહિ.”