SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર કરવામાં આવે તે એમાંથી અનંતકાળથી સંઘરાએલું વિકલ્પ અને વાસનાઓનું કાતિલ વિષ નીકળી પડે. પરંતુ આ જે વાસના અને વિકલ્પોનાં વિષે છે તે મૂળમાં નથી, તે પરિધિ ઉપર છે, કેન્દ્રમાં તે અમૃતત્વ જ છે. આપણી દષ્ટિ કેન્દ્રમૂલક ન હોવાને કારણે અને પરિધિ પર તે આંટા મારતી રહેતી હોવાને કારણે તે અમૃતનાં દર્શન કરી શક્તી નથી. આ એક કરુણ કમનસીબી છે. સાધનાના માર્ગને સ્વીકારી ચાલનારા સાધકે જ્યારે પિતાનાં આંતરિક જીવનનું મંથન કરે છે ત્યારે અનંતકાળથી ભેગા કરેલા અને પ્રતિક્ષણ ભેગા થતા વાસના, વિકલ્પ અને વિચારેના વિષે તેમને સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. આવા વિષે પધિક છે, બહારથી આવેલા છે. તે વિષે આત્માને સ્વભાવ કે સ્વરૂપ નથી, એટલે તે કૃત્રિમ છે, બનાવટી છે. સાધક જે આ વિષને જોઈ ગભરાઈ જાય, કંટાળી જાય અને સાધનાના માર્ગને પરિત્યાગ કરવા તૈયાર થઈ જાય તે આંતરિક જીવનના મંથનની આત્યંતિક ઉપલબ્ધિથી તે વંચિત રહી જાય. તેની મંથનની ક્રિયા અધૂરી રહી જાય અને તેને અમૃતત્વની સંપ્રાપ્તિ થઈ શકે નહિ. આગમ વાણું પણ એક રીતે મહાસાગર જ છે. તેનું પણ જે અનાગ્રહ બુદ્ધિથી મંથન કરવામાં આવે છે, અમૃતત્વ તરફના જે પાર વગરના સંકેત આમતેમ પથરાએલા પડયા છે, તે તટસ્થ, સમદશી અને ગંભીર મંથકને મળ્યા વગર રહે નહિં. હાં, મંથન કરનારની શક્તિ, ક્ષમતા, પાત્રતા અને દૃષ્ટિની યેગ્યતા પણ તેમાં એગ્ય ભાગ ભજવે જ છે. વ્યામોહ બુદ્ધિ, સાંપ્રદાયિક દષ્ટિ અને પિતાની અહંમૂલક વૃત્તિને પ્રધાન રાખી જે મથક શાસ્ત્રસાગરનું મંથન કરે, તે તેવા અનુદાર, આગ્રહશીલ અને છીછરી વૃત્તિવાળા મંથકને પિતાની જેવી દષ્ટિ હોય તેવા જ તેને તેમાં દર્શન થાય; અને આ જાતની વિપરીત પ્રક્રિયાથી અમૃતત્વને બદલે તેને પિતાની વ્યાહ દષ્ટિ અનુસાર, સંકુચિત સાંપ્રદાયિક વૃત્તિ અને અહષિક વિષની જ ઉપલબ્ધિ થાય તે તેમાં કેઈ આશ્ચર્ય નથી. અરણિ કાષ્ઠના અણુ અણુમાં અગ્નિ ભરેલું હોય છે. તલને એક એક પ્રદેશ તેલથી ખીચોખીચ હોય છે. દૂધના કણેકણમાં માખણ વ્યાપ્ત હેય છે. પરંતુ તેનાં મંથનની ક્રિયા જે ગ્ય દિશામાં અને એગ્ય રીતે ન કરવામાં આવે તે જેમ અરણિ કાઠમાંથી અગ્નિ, તલમાંથી તેલ કે દૂધમાંથી માખણ મળી શકતું નથી તેમ આગમ સાગરની ઊંડાઈમાં ઊતર્યા વગર જે મંથક તેને સાર કાઢવાને નિષ્ફળ પ્રયત્ન કરે, તે તેના હાથમાં શાસ્ત્રના કણેકણમાં સમાએલા અમૃતત્વની ઉપલબ્ધિના સંકેત કે ઈશારાઓ કદી પણ સંપ્રાપ્ત થતા નથી. શાસ્ત્રોમાંથી જીવન સંજીવની મેળવવા માટે ગંભીર અભ્યાસ, તટસ્થ ચિંતન, સમત્વમૂલક દૃષ્ટિ અને અનાગ્રહપૂર્વકનું વિચારમંથન જરૂરી છે. શામાં જેણે આ અમૃતત્વના સંકેતે જોયા છે એવા મહાપુરુષોએ આગમને સુરક્ષિત રાખવા માટેના ભગીરથ પ્રયત્નો કર્યા છે. જ્ઞાનના આ અક્ષય ભંડારને બચાવવા તેમના કેવા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy