________________
૫૦૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
ઘેાર પાપાનાં જે નારકીય ફળે તારે ભાગવવા પડશે તેમાં તે ભાગીદાર થશે ખરાં ? તારી કમાણીમાં તે આજે સૌ ભાગીદાર છે, પરંતુ પાપાનાં ફળે ભાગવવામાં તેઓ ભાગીદાર થશે ખરાં? તેમને પૂછી આ વાતના તેમની પાસેથી જરા ખુલાસો કરી લે !’ રત્નાકરના માનસમાં આજ સુધી આવે! વિચાર કદી આવ્યા નહાતા. આવુ. વિચારાતુ હશે તેની તેને કલ્પના પણ નહેાતી. આજ સુધી એ અંધકારમાં જ અટવાયેલેા હતા. નારદમુનિએ તેને પ્રગાઢ મેાહની નિદ્રામાંથી જાગૃત કર્યાં.
રત્નાકર સ્વજનોને પૂછવા ગયા. સૌએ પાપમાં ભાગીદાર થવાની ના પાડી દીધી. ખસ આટલી વાતથી તેની આંખેા ઊઘડી ગઇ ! ભૂતકાળમાં તેણે કરેલાં પાપો ચલચિત્રની માફક તેની આંખા સામે એક પછી એક આવવા લાગ્યાં અને પસાર થવા લાગ્યાં. તેનાં દિલમાં આત્મનિરીક્ષણ પ્રગટયુ, તેની આખી દૃષ્ટિ બદલાઇ ગઇ! પોતે આજ સુધી આચરેલા અનાચારોનાં મરણથી તેનુ હૃદય કપી ઊડ્યુ.. પ્રકાશની એક દ્વિવ્ય તેજોમય ધારા તેના અંતરમાં ઝળહળી ઊઠી. નારદ ઋષિને બેધપાય તેના પ્રાણાને સ્પર્શી ગયા. તેનાં અંતરમાં એક દિવ્ય તેજને ઝમકારેશ થયા. તેના અંતરાત્મા જાગી ગયા. તેએ હવે રત્નાકર લૂટારામાંથી મહિષ અને મહા કવિ વાલ્મીકિ બની ગયા.
પ્રત્યેક આત્મા શક્તિના અક્ષય ભડાર છે. તે ભંડારના અવળે માર્ગે ઉપયાગ ન થાય તે આજે જે દુઃખ, વિષમતા અને અશાંતિનાં વિષાકત ફળા જોવા મળે છે તેને બદલે સુખ, શાંતિ, સમતા અને સમાધિના અમૃત ફળેનુ' આસ્વાદન કરવાનું સદ્ભાગ્ય સાંપડે અને જીવન અનેકવિધ સંઘર્ષો અને પ્રતિકૂળતાઓમાંથી મુક્ત થઇ જાય.
સ્વરૂપની ઉપલબ્ધિ એ જ મેટામાં મેટી અને કીમતી સાધના છે. માનવજીવન પામી જે પરમાત્મભાવની ઉપલબ્ધિ નથી કરી શકતે તે પોતાને માનવભવ નિષ્ફળ મનાવે છે. જે સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે તે જ બધુ' પ્રાપ્ત કરી જાય છે. આ રીતે આપણા સ્વસ્વરૂપની ઉપલબ્ધિ આપણને આપણા જ પુરુષાર્થ અને પરાક્રમ વડે થાય છે. આમ છતાં જિન વાણી અને સદ્ગુરુનું સાન્નિધ્ય સ્વસ્વરૂપની ઉપલબ્ધિમાં કીમતી નિમિત્તની ગરજ સારે જ છે. સ્વયં સ્થિર થઈ શકવાની ક્ષમતા જ્યાં સુધી આપણામાં ન જન્મે ત્યાં સુધી શ્રુત, શાસ્ત્ર, આગમ અને સૂત્ર આદિ ગ્રંથા આપણી સાધનાનાં સુંદર નિમિત્તા છે. કહ્યુ પણ છે—
'यस्यास्ति सद्ग्रन्थ विमर्श भाग्य' किं तस्य शुष्कैश्चपला विनादेः ' ?
અર્થાત્—જેને સગ્રંથ વાંચવાનું સદ્ભાગ્ય સાંપડયુ* હાય તેને ભૌતિક વસ્તુઓથી ઉપલબ્ધ સુખ અને વિનાદ ફીકા લાગવા માંડે છે. નૈવ્યયિક દૃષ્ટિએ દૈવ, ગુરુ અને તેમની વાણી કે ઉપદેશ તેા માત્ર નિમિત્ત હેાય છે. સ્વયં આત્મા જાગૃત અને પ્રબુદ્ધ ન હાય તે ગમે તેવા ઉમદા નિમિત્તો પણ ઉપકારક બની શકતાં નથી. કાય હંમેશાં ઉપાદાનથી જ થાય છે, માત્ર