SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનામાં આગમાના ઉપકાર આત્મા અનાદિકાળથી કામક્રોધાદ્વિ વિકારોથી ગ્રસ્ત છે. આ બધા વિકારો દુ:ખ, પીડા, સંતાપ અને ઉદ્વેગ જન્માવનારાં છે. તેને અનુભવ દરેક જીવને સમયે સમયે થયા જ કરે છે. પ્રગાઢ મેાહમાં વિમુગ્ધ બનેલા આત્મા સંસાર સાગરમાં આમતેમ અથડાતા પછડાતા રહે છે. આ દુઃખના દરિયામાંથી પાર થવાના અને સંસારના સંતાપમાંથી મુકત થવાનેા અનેકવાર તે પ્રયત્ન પણ કરે છે. પરંતુ તેના તે બધા પ્રયત્ના, પાણી ઉપર ખેચેલી લીટીની માફક, નિષ્ફળ ૮ જાય છે. તેનું એક જ કારણ છે કે પરિધિને તે કેન્દ્ર માની બેઠા છે અને તે કેન્દ્રમાં તેણે બ્રહ્મને બદલે અહુ'ને બેસાડેલ છે. આ મૂળમાં રહેલી ભૂલ જ તેને ચાર્યાસીના ચકડોળે ચઢાવ્યા કરે છે. આજના આ વૈજ્ઞાનિક ઉત્ક્રાન્તિના યુગમાં ભૌતિક સંશોધનો પાછળ માણસ જે શકિત અને સંપદા ખચી રહ્યો છે, ચંદ્ર અને મગળ ઉપર વિજય મેળવવાની આકાંક્ષામાં તે જે અંતરિક્ષ યાત્રાની સ્પર્ધામાં દોડી રહ્યો છે એવી શકિત અને સ ંપદા, એવી આકાંક્ષા અને સ્પર્ધા તે સ્વને ઓળખવામાં લગાડતા દેખાતા નથી. પદ્મા જ્ઞાનની તેણે અપાર સિદ્ધિ હસ્તગત કરી છે એમાં શંકા નથી; પરંતુ પદાર્થ જ્ઞાનની દોડની હાડમાં તે પોતાનું લક્ષ્ય જ ચૂકી ગયા છે. ગઇ કાલના પ્રવચનમાં રાજા પ્રદેશી અને અર્જુનમાલીના દાખલા આપીને એમ સમજાવવા પ્રયત્ન કર્યો હતા કે, અજ્ઞાનતાને કારણે એક વખત માણસ ગમે તેટલેા પાપી હાય, પ્રગાઢ અધકારમાં અટવાયેલેા હાય છતાં તેના આત્મામાં પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલતી જ હાય છે, જે કાઇ ક્ષણે નિમિત્ત મળતાં, માણુસમાં અણુધાયુ પરિવર્તન લાવી દે છે. મહાકવિ વાલ્મીકિનુ નામ તે જગજાહેર છે. એ મહર્ષિ અને કવિએમાં સૂધન્ય શિરોમિણ તે પાછળથી થયા, પરંતુ તેમનું અસલી નામ તે રત્નાકર હતું. રત્નાકર લુટારા હતા. માગમાં આવતા જતા લેાકાને તે લૂંટતા, તેમને મારી નાખતા અને તેમની પાસે જે કાંઈ હાય તે લૂટી લેતા. તેના હાથ સદા લાહીથી ખરડાએલા રહેતા, રંગાયેલા રહેતા. ધન એને મન સČસ્વ હતું. ધન મેળવવા માટે ગમે તેવાં પાપે આચરતાં પણ તે અચકાતે નિડ, તેનાં પાપે અનેક હતાં, અપાર હતાં. તે આ બધાં પાપે શા માટે કરી રહ્યો છે, કેને ખાતર કરી રહ્યો છે, એનાં ફળેા કાણુ ભાગવવાનું છે, આ નાનકડા પેટ ખાતર આવાં ભય કર પાપા પોતે 'શા માટે કરી રહ્યો છે—એવી કોઇ વાત વિચારવાને તેને અવકાશ નહોતા. લૂંટવા, મારવા અને કેાઈનુ ઝૂંટવી લેવા સિવાય તેની પાસે બીજો કોઈ ધંધા નહેા. નારદ જેવા મહિના તેને ભેટા ન થયા હોત તે તેના જીવનમાં જે પરિવતન આવ્યું, તે ન આવ્યુ હાત ! નારદ ઋષિએ તેને એક જ પ્રશ્ન પૂછ્યાઃ ‘તું આવાં જે ન કરવાનાં ઘાર પાપા કરી રહ્યો છે, પરંતુ જેને માટે તું આ બધું કરી રહ્યો છે તે તારાં સ્વજના અને પરિજના, તા. આવાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy