SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનામાં આગમાના ઉપકાર : ૫૦૧ નિમિત્તોને અનુસરીને કથન કરાય છે. આથી ઉપાદાન તા પાતપેાતાના આત્મા જ હાય છે; છતાં પણ એ ઉપાદાનના વિકાસમાં કોઈ સહકારી નિમિત્ત મળી જાય તે તે નિમિત્તનું અવલ ખન પણ તેના વિકાસમાં ઉપકાર જ નીવડે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને જ આપણા પૂર્વાચાŕએ પેાતાના પ્રાણાના ભાગે પણ આગમ-વાણીને સુરક્ષિત રાખવા યથાચિત પ્રયત્ન કર્યાં છે. પણ જાણવા જેવા છે. આ ઇતિહાસ આ વાણીઓને સુરક્ષિત રાખવા માટેના ભારતીય મનીષીઓના પ્રયત્ન આશ્ચર્ય પમાડે એવે છે. આજના જગતમાં સૌથી પ્રાચીનતમ ધર્મશાસ્ત્રના પ્રખર અંગ તરીકે જો કેાઈ ગ્રંથ ઉપલબ્ધ હાય તે તે હિન્દુ જગતને ઋગ્વેદ ગ્રંથ છે. તેનુ' અક્ષરશઃ સંરક્ષણ થઈ શકયું તે હેરત પમાડે એવી વાત છે. વેની વાચના સદા ગુરુગમ્ય રહી છે. બાલ્યાવસ્થામાં જ તેની ઋચાઓના ઉચ્ચારાના અભ્યાસ કરી શકાય છે. અમુક વય વટાવી ગયા પછી તેના શુદ્ધ ઉચ્ચારે રોકવા ગમે તેવા સંસ્કૃતજ્ઞા માટે પણ મુશ્કેલ હાય છે. વેદોની ઉચ્ચારવિષયક પણ સાધના છે અને આ સાધના નાની વયમાં એટલે કિશાર અવસ્થામાં જ સાધી શકાય છે. વેદો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત ઉચ્ચારા ઉપર આધારિત છે. ઉચ્ચારાની આ સાધનાની પર'પરાએ વેદોને અક્ષુણ્ણ રાખ્યા છે. આજે પણ આપણા દેશમાં હજારા એવા વેદપાઠી બ્રાહ્મણેા છે જેએ આદિથી અંત સુધી વેદોના શુદ્ધ ઉચ્ચાર કરી શકે છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતને અનુલક્ષી જુદા જુદા પ્રાંતના વેદપાઠી બ્રાહ્મણાના હાથના સ"કેતા પણ સમાન હોય છે. ઉચ્ચારો અને હાથેાના ઉદાત્તાનુદાત્તાઢિના ભેદોને અનુસરી થતા ઈશારાઓની આ સમાનતાએ વેદોનાં રક્ષણની અખંડતામાં કીમતી ભાગ ભજવ્યેા છે. આવા વેદપાઠી બ્રાહ્મણાને વેદના પુસ્તકની આવશ્યકતા નથી. વેદના અની પરપરા વેદોના પાઠની માફક ભલે તેએ અક્ષુણ્ણ ન રાખી શકયા, પરંતુ વેદના પાઠાની પરંપરાને તે તેમણે અવશ્ય જીવતી રાખી છે. જેમ હિન્દુઓએ પેાતાનાં ધમ શાસ્ત્રાને ખચાવવા મરણિયા પ્રયત્ન કર્યો છે તેમ જૈનાએ પણ પોતાના તીર્થંકરાની વાણીને સાચવવા પ્રખળ પ્રયત્નો કર્યો છે. પરંતુ બ્રાહ્મણેાના જેવી અખંડ પરંપરા જેનેાની નહાતી; તેમજ જૈન સાધુઓના આચારો, નિયમે અને વ્યવહારો પણ ઘણા કડક અને મુશ્કેલ હતા, એટલે વેદપાઠી બ્રાહ્મણાની જેમ જૈના પેાતાના શાસ્ત્રાને અખરિત રાખી શકયા નહિ. ગણધરોએ આગમાને જે રૂપમાં ગ્રથિત કર્યાં હતા તે જ વિશુદ્ધ સ્વરૂપમાં આજે આપણી પાસે આગમે ઉપલબ્ધ નથી. જૈનાચાર્યાં અને ઉપાધ્યાયેાના આગમાને સુરક્ષિત રાખવા માટેના ગંભીર પ્રયત્નો હાવા- છતાં પણ અંગ ગ્રંથાની તેએ એટલી સુરક્ષા કરી શકયા નથી. દૃષ્ટિવાદ જેવા કીમતી અને અક્ષય વિદ્યાઓના નિધાન સમા મહત્તમ ગ્રંથ તે વિસ્મૃતિના ગમાં જ ધકેલાઇ ગયા. કેટલાયે ગ્રંથામાં તે અવ્યવસ્થા અને વિકૃતિ પણ જન્મવા પામી. આમ છતાં એટલું અવશ્ય કહી શકાય છે કે, અગાના જે અધિકાંશ ભાગ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy