SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ નયનિરૂપણ : ૩૬૧ ૧. વૈગમનય-સકલ્પ માત્રને વિષય કરનારા નય તે નૈગમનય કહેવાય છે. નિગમ એટલે ‘‘સંપેનિશમક્ષત્રમવયમ્ - સત્પ્રયાન્નનઃ” સકલ્પને વિષય કરે તે નૈગમનય કહેવાય છે. જેમકે કાણુ જઇ રહ્યો છે ? હું જઈ રહ્યો છું. અહીં કોઇ જતું નથી પરંતુ જવાના સકલ્પને અનુલક્ષી નૈગમનયની અપેક્ષાથી કહ્યું કે, હું જઇ રહ્યો છું. લાકમાં શબ્દોના જેવા અને જેટલા અર્થા માનવામાં આવે છે તે બધા અર્થાને માનવાની દૃષ્ટિનુ નામ નૈગમનય છે. આ ષ્ટિથી આ નય, પછીના બધા નચે કરતાં વધારે વિષયવાળા છે. આ નૈગમનય પણ ત્રણ પ્રકારને છે. ભૂતનેગમનય, ભાવિનૈગમનય અને વમાનનેગમનય, ભૂતનૈગમનય : ભૂતકાળમાં વતમાનના સંકલ્પ કરવા તે ભૂતનેગમનય છે. આજના દિવસે મહાવીર જન્મ્યા હતા અથવા આજના દિવસે મહાવીર નિર્વાણ પામ્યા હતા.' અહીં આજના દિવસના જન્મના અ, આજ એટલે વત માન, એટલે કે હજારો વર્ષ પહેલાંના ચૈત્ર શુકલાત્રયેાદશીના દિવસ અભીષ્ટ છે અને આજના મેક્ષ જવાના દિવસ એટલે આજ વત માન દિવસ પરંતુ તેના સંકલ્પ હજારો વર્ષ પહેલાંના દ્વીપમાલિકાના દિવસમાં કરાય છે. એટલે આ ભૂતનેગમનય કહેવાય છે. ભાવિનૈગમનય-ભવિષ્યમાં ભૂતના સંકલ્પ કરવા તે ભાવિનૈગમ છે જેમકે અરિહં'ત હજી સદેહ છે છતાં તેના વિષે કહેવું કે અરિહંત જીવન મુક્ત સિદ્ધજ છે. ભવિષ્યમાં સિદ્ધ થનાર અહુતાને વત માનમાં સિદ્ધ માની સિદ્ધ તરીકે ઓળખાવવા તે ભાવિનૈગમ નય છે. વત માનનૈગમનય-કોઈ પણ કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું હોય અને તે પૂર્ણ ન થયું હાય તે પણ તેને પૂર્ણ થયું ગણવું તે વમાનનેગમ છે. જેમકે રસોઇના પ્રારંભમાં જ કહેવું કે આજે તે ભાત મનાવ્યા છે. ૨. સગ્રહનય–એક શબ્દ વડે અનેક પદાર્થોનું ગ્રહણ કરવું એ સંગ્રહ નય છે. જેમકે જીવનું કથન કરવાથી ત્રસ, સ્થાવર આદિ બધા જીવાનુ ગ્રહણ કરવું. સંગ્રહ નયના બે ભેદ છે. પરસંગ્રહ નય અને અપરસંગ્રહ નય. અધા દ્રવ્યાના ગ્રહણ કરનારા નય પરસંગ્રહ નય છે. જેમકે-દ્રવ્ય કહેવાથી જીવ–અજીવ આર્દિ બધા દ્રબ્યાના સંગ્રહ થઈ જાય છે. સંગ્રહ કરનારા નય અપરસંગ્રહ નય કહેવાય છે. જેમકે-જીવ દ્રવ્ય કહેવાથી તેા સંગ્રહ થઇ જાય છે પરંતુ અજીવ દ્રવ્યનું ગ્રહણ રહી જાય છે. આ અપરસંગ્રહ કે વિશેષસ ગ્રહ નય કહેવાય છે. ૩. વ્યવહાર નય અમુક જ દ્રવ્યેાને બધા જીવાના संगृहेण गृहीतानामर्थानां विधिपूर्वक: । बहारो विभागः स्याद् व्यवहारो नयः स्मृतः ॥ અત્રે વ્યવહાર શબ્દના અર્થ ઉપચાર નથી પરંતુ વિભાજિત કરવા એવે છે. “મેવવતા ચચિત કૃતિ વ્યવહાર:” અર્થાત્ સંગ્રહ નયથી ગૃહીત પદાર્થોના ચેાગ્ય રીતે વિભાજન કરનારો નય વ્યવહાર નય કહેવાય છે. એના બે ભેદ છે. સામાન્ય ભેદક અને વિશેષ ભેક. સામાન્ય
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy