SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ઃ ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વાર સંગ્રહમાં ભેદ કરનારે નય તે સામાન્ય ભેદક વ્યવહારનય કહેવાય છે. જેમકે, દ્રવ્યના બે ભેદ છે, જીવ અને અજીવ. વિશેષ સંગ્રહમાં ભેદ કરનારે વિશેષ વ્યવહાર છે. જેમકે, જીવના બે ભેદ છે-સંસારી અને મુકત. ૪. જુસૂવનય–વર્તમાન પર્યાય માત્રને વિષય કરનારે જુસૂત્ર નય છે. એને બે ભેદ છે. સૂક્ષ્મ જુસૂત્ર અને સ્કૂલ ઋજુસૂત્ર. જે એક સમય માત્રની વર્તમાન પર્યાયને ગ્રહણ કરે તે સૂમ બાજુસૂત્ર છે. જેમકે, શબ્દ-ક્ષણિક છે. સમય એટલે કાલને સહુથી નાનામાં નાને અંશ. એક સેકંડના પણ અસંખ્ય સમય હોય છે. અનેક સમયની પર્યાયને જે ગ્રહણ કરે છે તે સ્કૂલ અનુસૂત્ર કહેવાય છે. જેમકે ૧૦૦ વર્ષની મનુષ્યની પર્યાય. - ઉપર જે ચાર ન-ગમય, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયનું કથન કરવામાં આવેલ છે તે બધા અર્થને કહેવાય છે. હવે પછીના જે ત્રણ નાનું વિવેચન કરીશું તે શબ્દ નયના નામે ઓળખાય છે. જો કે એ વાત તે પહેલેથી જ કહી દીધી છે કે બધા ન જ્ઞાનાત્મક અને શબ્દાત્મક છે. એટલે બધા નયે શબ્દાત્મક છે; પરંતુ શબ્દનયના શબ્દનો અર્થ શબ્દાત્મકતાથી નથી, એટલે અર્થનય અને શબ્દનય આ બે ભેદે સંભવી શકે છે. નૈગમ આદિ ચાર નો અર્થ પ્રધાન છે. કારણ તેમનામાં શબ્દના લિંગ આદિ બદલી જતાં છતાં પણ અર્થમાં કઈ જાતને ફેર નથી પડતું. એટલે તે બધા અર્થનના નામે ઓળખાય છે. શબ્દન (શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત)માં લિંગ આદિના પરિવર્તનથી અર્થનું પરિવર્તન થઈ જાય છે. લેકમાં પ્રચલિત સાધારણ અર્થમાં કાંઈક પરિવર્તન થઈ જાય છે. તેથી તે શબ્દને કહેવાય છે. આ નથી બતાવવામાં આવતા અર્થોને કઈ ઉપગ નથી એમ નથી. વિશેષ પ્રસંગોમાં આ નના અપેક્ષાપૂર્વકના વ્યવહાર પણ થાય છે. આ નાની વ્યાખ્યાથી આ વાત સ્પષ્ટ થશે. ૫. શબ્દન-પર્યાયવાચી શબ્દોમાં પણ લિંગ આદિના ભેદથી અર્થભેદ બતાવનારે નય તે શબ્દનાય છે. ખરેખર તે શબ્દોમાં કઈ લિંગ હોતા નથી. મેઢામાંથી નીકળેલા શબ્દો પદુગલિક છે. તે શબ્દોને પુરુષ, સ્ત્રી કે નપુંસક કહી શકાય નહિ. છતાં પણ તેમાં લિંગ-જાતિ વ્યવહાર થાય છે. તેનું કારણ અર્થ છે. અર્થમાં જે લિંગ–જાતિ હોય છે અથવા જે જાતિના જેવી તેમાં સદશતા હેય છે તે જ લિંગ-જાતિ શબ્દની જાતિ બની જાય છે. એ કહેવું મુશ્કેલ છે કે કઈ ભાષામાં ક્યા શબ્દની જાતિ, અર્થની કઈ સમાનનાને લઈને, કરવામાં આવે છે. આમ છતાં શબ્દમાં જાતિને ભેદ, અર્થના ભેદ સાથે, અવશ્ય સંબંધ ધરાવે છે. કેઈ શબ્દના અર્થમાં કમળતા, લઘુતા, સુંદરતા અને નિર્બળતા જોઈ સ્ત્રીલિંગ ગણી લેવાય છે અને એનાથી વિપરીત ધર્મો ધરાવતા શબ્દો પુરુષ જાતિના શબ્દો તરીકે ઓળખાય છે. જ્યાં સ્ત્રીત્વ અને પુરુષત્વ સાથે કશો જ સંબંધ નથી રહેતા તે નપુંસક જાતિ મનાય છે. આ જાતની ધર્મોની વિવિધતાને લઈને એક જ અર્થના વાચક શબ્દો પણ, જુદી જુદી ભાષાઓમાં, જુદી જુદી જાતિના ધારક થઈ જાય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy