SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર કરી શકાય. એટલે વચનને પણ નયસ જ્ઞા આપવામાં કોઇ વિરાધ નથી. આ રીતે નયના એ પ્રકારે સિદ્ધ થયા અને તે (૧) ભાવન. (ર) દ્રવ્યનય. જ્ઞાનાત્મક નયને ભાવનય અને વચનાત્મક નયને દ્રવ્યનય પણ કહી શકાય. કયાંક તે વળી નયના વિષયને પણ નયમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. તેમની માન્યતા મુજબ પ્રત્યેક નય ત્રણ જાતના થઈ જાય છે. જેમકેवाचयसो वितस्त धम्मस्स | ત નાળત્િન બાળ, તં તિમ્બિષિ વિલેના T II सेा चि इक्का धम्मो, વસ્તુના એક ધમ, તે ધમના વાચક શબ્દ અને તે થને જાણનારૂ જ્ઞાન, આ ત્રણેય નયેા છે. નયના મૂળમાં એ ભેદ છે. (૧) નિશ્ચયનય અને(ર) વ્યવહારનય. વ્યવહાર નયનું ખીજું નામ ઉપનય પણ છે. “નચાનાં સમીષા: જીવનયા:’' જે બીજા પદાર્થના નિમિત્તથી અન્ય રૂપ બતાવાયું છે તે વ્યવહારયન કે ઉપનય કહેવાય છે અને જે વસ્તુના પારમાર્થિક સ્વરૂપને દાખવે છે તે નિશ્ચયનય કહેવાય છે. વ્યવહારનય અને નિશ્ચયનયના ઉપર જણાવેલાં સ્વરૂપો સાંભળી તમને શકા થશે કે, વ્યવહારનય વસ્તુના અન્યથા સ્વરૂપને બતાવે છે તેથી તેને મિથ્યાનય જ માનવા જોઇએ; અને જો તે મિથ્યાનય હાય તેા તેના ઉલ્લેખ કરવાની અહીં શી જરૂર છે ? તમારી શંકા યથાચિત છે પર ંતુ તમે જે રીતે કલ્પો છે તે રીતે તે મિથ્યા નથી. વ્યવહારનય જે અપેક્ષાથી, જે રૂપમાં વસ્તુને વિષય કરે છે, તે રૂપમાં વસ્તુ ઉપલબ્ધ થાય છે. જેમ આપણે ‘ઘીના ઘડા’ એવા વ્યવહાર કરીએ છીએ. આ વાકયથી વસ્તુના વાસ્તવિક સ્વરૂપનુ જ્ઞાન થતું નથી. એટલે કે ઘડા માટીના છે, પિત્તળના છે કે ચાંદીના છે તેને ખ્યાલ આવતા નથી એટલે એને નિશ્ચયનય કહી શકાય નહિ. પરતુ ઘીના ઘડા' એમ વ્યવહાર કરવાથી એક પ્રતીતિ અવશ્ય થાય છે કે તે ઘડામાં ઘી મૂકાય છે. જેમાં ઘી મૂકાય છે એવા ઘડાને વ્યવહારમાં ઘીના ઘડો કહેવાય છે. આ વાત વ્યવહારથી સત્ય છે. આ વ્યવહારથી કામ પણ ચાલે છે. તેથી વ્યવહારનય પણ સત્ય છે. હાં, વ્યવહારનય મિથ્યા ત્યારે જ કહી શકાય જ્યારે તેના વિષય નિશ્ચયનયના વિષય માની લેવાય. અર્થાત્ કોઈ માણુસ‘ઘીના ઘડો' આ વાકયના અ ઘીના બનાવેલા ઘડો સમજી જાય. જ્યાં સુધી વ્યવહારનય પાતાના વ્યવહારિક સત્ય ઉપર ટકેલેા છે ત્યાં સુધી તેને મિથ્યા કહી શકાય નહિ. નિશ્ચયનયના બે ભેદો છે—દ્રબ્યાર્થિક નય અને પયાથિંક નય. સામાન્યને વિષય કરનારા નય દ્રવ્યાર્થિ ક નય કહેવાય છે અને વિશેષને વિષય કરનારો નય પર્યાયા િનય કહેવાય છે. દ્રબ્યાર્થિક નયના પણ ત્રણ ભેદ હાય છે. નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય. આ જ રીતે પર્યાયાર્થિ ક નયના પણ ચાર ભેદો છે. ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિનય અને એવ’ભૂતનય.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy