SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાગની સાધના : ૩૧૧ કંપનમાં ગૂંચવાતા જઈએ છીએ. સવારથી સાંજ સુધી આપણે આપણા મનનું યથાર્થ નિરીક્ષણ અને પરીક્ષણ કરવા પ્રયત્ન કરીશું તે મનની આ અસમ્યક એટલે પ્રતિક્ષણ કંપનશીલ સ્થિતિથી આપણે જ આશ્ચર્યાવિત બની જઈશું. નટ દેરડા ઉપર જેટલાં કંપનને અનુભવ કરે છે, તેનાથી પણ અધિક કંપનને અનુભવ આપણું મન કરતું હોય છે. સમત્વની બુદ્ધિ જ્યારે ઉપલબ્ધ હોય અને સમ્યકજ્ઞાનની તલવાર જે હાથમાં હોય તે જ સંશય કાપી શકાય છે. સંશયને કાપવા માટે જ્ઞાનની સૂક્રમ તલવાર જ કામયાબ બને છે. જ્ઞાન સિવાય બીજું એક પણ શસ્ત્ર સંશય ઉપર કામ આવતું નથી. બુદ્ધિ જ્યારે સમતા અને સમાધિને ઉપલબ્ધ થાય ત્યારે જ જ્ઞાનને જન્મ થાય છે. બુદ્ધિની સમતાનું બિંદુ એ જ જ્ઞાનના જન્મની ક્ષણ છે. જ્યાં બુદ્ધિ સંતુલિત હોય ત્યાં જ જ્ઞાન જન્મે છે. અસંતુલિત સ્થિતિમાં તે અજ્ઞાનને જન્મ થાય છે. એટલે જ્ઞાન અને અજ્ઞાનની કટી સંતુલન અને અસંતુલન ઉપર આધારિત છે. સંતુલન અને અસંતુલન જેટલા પરિમાણમાં સઘન અને પ્રગાઢ હશે તેટલા જ પરિમાણમાં જ્ઞાન અને અજ્ઞાન સઘન અને પ્રગાઢ હશે. જેટલી બુદ્ધિ અસંતુલિત તેટલું અજ્ઞાન ઘેરૂં. જેટલી સંતુલિત બુદ્ધિ એટલું જ્ઞાન ગહન. પૂર્ણ સંતુલિત બુદ્ધિ એટલે પૂર્ણ જ્ઞાન. પૂર્ણ અસંતુલિત બુદ્ધિ એટલે પૂર્ણ અજ્ઞાન. જ્યારે તમે ઉપાશ્રયમાં આવે છે, ત્યારે તમારું મન કેવું હોય છે? એ જ મન જ્યારે ઉપાશ્રયમાંથી બહાર નીકળી કામે વળગે છે, સત્તાની ખુરસી ઉપર સ્થાન લે છે, ત્યારે નોકરે અને મજુરે ઉપર હકુમત ચલાવતી વખતે તેની સ્થિતિ કેવી હોય છે અને આવકવેરાના કોઈ વરિષ્ઠ અધિકારી સાથે વર્તાવ કરતી વખતે તેની સ્થિતિ કેવી હોય છે, તે બંને વખતના તેના જુદા જુદા ભાવે તમારાથી ક્યાં અજાણ્યા છે? એક જ માણસના સવારથી સાંજ સુધીના મનના ભાવે કેટલા આશ્ચર્યજનક અને વિભિન્ન હોય છે! ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધના ભાવમાં આવા ફેરફારે કદી પણ દેખાતા નથી. ત્યારે આપણું ભાવમાં આવા આશ્ચર્યજનક ફેરફારે પ્રતિક્ષણ દેખાય છે તેનું એક જ કારણ છે કે આપણી બુદ્ધિ સંતુલિત નથી. અંદરની બુદ્ધિમાં પરિવર્તન આવે એટલે બહારની આકૃતિ ઉપર પણ તેની અસર જન્મ્યા વગર રહેતી નથી. શાસ્ત્રો પણ કહે છે કે, “અંતે તહીં આંતરિક મને વૃત્તિઓના જેવા ઊછાળા તેવી જ બાહ્ય આકૃતિઓમાં વિકૃતિઓની સંભાવના. એટલે આપણી બુદ્ધિ પ્રાયઃ થર્મોમીટરના પારા જેવી હોય છે. ક્યારેક સારા નિમિત્તે મેળવી ઊંચે ચઢી જાય છે તે ક્યારેક અશુભ નિમિત્તોના આશ્રયને પામી અગામી બની જાય છે. થર્મોમીટર પાસે જે ચઢ ઊતર કરે છે તે તે તાપમાનને આધીન થઈ કરે છે. પરંતુ માણસો તાપમાનને કારણે ઊંચાનીચા નથી થતા. તેમની પ્રકૃતિમાં જે ક્ષણેક્ષણ બદલાતી રહેતી વિકૃતિઓ દષ્ટિગોચર થાય છે તેનું કારણ તેની અસંતુલિત બુદ્ધિ છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy