SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર ભગવાન મહાવીર ઉપર એક બાજુ ગોશાલાએ તેજલેશ્યા છોડી અને બીજી બાજુ ઈન્દ્ર તેમની સ્તુતિ કરી, છતાં ગાલા તરફ તેમને અણગમો ન આવ્યું અને ઈન્દ્ર તરફ તેમનામાં પક્ષપાતના ભાવે જમ્યા નહિ. તેનું કારણ તેમની પૂર્ણ સમત્વગની સાધના હતી. પૂર્ણ સમતામાં પ્રગટેલું જ્ઞાન પણ પૂર્ણ હોય છે. એવા સમતાયેગીનું સમત્વ ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંગમાં પણ ડહોળાતું નથી. તેમને માટે ડહોળાઈ જવાનો કશા જ કારણે પણ રહ્યાં હોતાં નથી. કષાયને મૂળથી ક્ષય થયા વગર પૂર્ણ સમત્વગ પ્રગટે નહિ. કષાયના ઉપશમમાં તે પડવાને ભય પણ છે. એટલે જ અગિયારમાં ગુણસ્થાનવર્સી વીતરાગી પણ પડીને પ્રથમ ગુણસ્થાનમાં આવી શકે છે. પરંતુ ક્ષીણકષાય વીતરાગી સંપૂર્ણ સમત્વગને પ્રગટાવી પૂર્ણ જ્ઞાનના દિવ્યપ્રકાશમાં પિતાના સાધ્યની સિદ્ધિ કરી લે છે. આપણા સૌને આત્મા પૂર્ણ સમતાયોગને સાધે એ જ ભાવના દ્વન્દાતીત ધર્મ મનુષ્ય જે પિતાના પૂર્ણ સ્વભાવમાં આવી જાય તે ત્યાં બુરાઈ પણ નથી અને ભલાઈ પણ નથી. આવી જાતનું જગત જ ધર્મ અથવા સ્વભાવનું જગત છે. જ્યાં મન દ્વાદ્ધમાં ભટકતું હોય ત્યાં જ ભલાઈ–બુરાઈ, નિંદા-પ્રશંસા કે સુંદર–અસુંદર હોય છે, દ્વન્દાતીત અવસ્થામાં વસ્તુઓ પિતાના મૂળ સ્વભાવમાં હોય છે. તેમાં સારાનરસાનું આરોપણ હોતું નથી. સૌંદર્યના બધથી જેટલા પ્રમાણમાં વ્યક્તિ ભરાઈ જાય છે તેટલા જ પ્રમાણમાં અસૌંદર્ય તેને મૂંઝવણથી ભરી દે છે. કારણ સંવેદનશીલતા તેની સાથે જ વધે છે. આપણી કલ્પનાની સુંદરતા જ્યારે આપણે ઊભી કરવા માંગીએ છીએ ત્યારે અસુંદરતા તે સિવાયના બીજા બધા આકારમાં વિરાટ રૂપ લઈ ઊભી થઈ જાય છે. સુંદરતાને ઓળખવામાંજ અસુંદરતાના મૂલ્યને ઉપયોગ કરે પડે છે. દાખલા તરીકે કોઈ પૂછે કે, સુંદરતા શી વસ્તુ છે? તે સુંદરતાને ઓળખાવવા માટે કુરૂપતાનો ઉપયોગ કર્યા વગર કે તેને વચ્ચે લાવ્યા વગર સુંદરતા સમજાશે નહિ. એટલે કહેવું પડશે કે, જે કુરૂપ નથી તે સુંદર. સાધુતાને ઓળખવા માટે અસાધુતાને સીમારેખા બનાવવી જ્યારે નાનાં બાળકને પહેલવહેલું એમ શીખવવામાં આવે છે, ખોટું બોલવું એ મહાપાપ છે, ત્યારે તે બાળક, જે સત્ય કે અસત્યને ઓળખતું નથી, તેનામાં સર્વ પ્રથમ અસત્ય તરફનું આકર્ષણ ઊભું થાય છે. તે બાળક આ અગાઉ છેટું બોલ્યું હોય, તો પણ તે વખતે તે સમજીને ખોટું બોલતું નથી હોતું. અસત્ય વિષેનું કોઈ જ્ઞાન, કોઈ જાણકારી, પણ તેની પાસે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy