SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર સમુદાયમાં આવે છે. શ્રદ્ધા એકલી આવે છે જ્યારે સંશયે કદાપિ એકલા આવતા નથી. સંશયથી ભરેલો માણસ પહાડ બની જાય છે. એવા માણસ પર પ્રભુના અનુગ્રહને વરસાદ વરસે તે પણ તે વર્ષો ટકતી નથી, તે ચિરંજીવ હોતી નથી. મનુષ્યની બુદ્ધિ માટે ભાગે અસમ્યફ હોય છે. અસમ્યફ અર્થ છે અસ્થિર. મનુષ્યની બુદ્ધિ ક્યારેક એક બાજુ વળે છે તે ક્યારેક બીજી બાજુ વળે છે. મોટા ભાગના છની ગતિ દોરડા પર નાચતા નટ જેવી હોય છે. નટને દોરડા ઉપર નાચતાં તમે કદી જોયો છે? તમારામાંથી મોટા ભાગનાઓએ તે નટનાં નૃત્યને જોયાં જ હશે. જો કે આ કળા હવે જૂની પુરાની થઈ ગઈ છે અને હવે એનું આધુનિક રૂપ સરકસ છે. આપણે તેને સરકસના નામે ઓળખીએ છીએ. સરકસમાં નાનાં નાનાં બાળકે પણ આશ્ચર્યજનક રમત કરી બતાવે છે. આજે લોકો સરકસ જેવા જતા જ હોય છે એટલે નાનાં બાળકે પણ એનાથી અજાણ્યાં નથી. નટના દેરડાનૃત્યમાં જ્યારે નટ દોરડા ઉપર ચાલવાને પ્રારંભ કરે છે ત્યારે હાથમાં એક લાકડી રાખે છે. દેરડા પર ચાલતાં ક્યારેક તે ડાબી બાજુ નમી જાય છે તે ક્યારેક જમણ બાજુ. દેરડા ઉપર ચાલતાં તેની ડાબી કે જમણી બાજુ નમી જવાની ક્રિયા સતત ચાલતી જ રહે છે. ડાબી બાજુ તે ત્યારે નમે છે જ્યારે જમણી બાજુથી પડવાને ભય ઊભું થાય છે અને જમણી બાજુ તે ત્યારે વળે છે જ્યારે ડાબી બાજુથી પડવાને ભય ઊભું થાય છે. આપણી બુદ્ધિ પણ નટના જેવી જ છે. આપણું બુદ્ધિ કયારેક ધર્મ તરફ વળે છે તે કયારેક અધર્મ તરફ, કયારેક હિંસા તરફ વળે છે તે કયારેક અહંસા તરફ, કયારેક પદાર્થ તરફ વળે છે તે કયારેક પરમાત્મા તરફ, ક્યારેક પ્રેમ તરફ વળે છે તે ક્યારેક ઘણુ તરફ. આ રીતે દેરડા ઉપર ચાલતા નટની ગતિની માફક આપણી બુદ્ધિ પણ સ્થિર નથી. અસ્થિર બુદ્ધિવાળો માણસ સમત્વયેગને ઉપલબ્ધ થતું નથી. દીપકની જેતિ જ્યારે બંધ મકાનમાં હોય છે અને જ્યાં હવાને જોરદાર પ્રવેશ નથી હતે એવે ઠેકાણે જ તે સ્થિર હોય છે તેમ બુદ્ધિ પણ જ્યારે મધ્યમાં એટલે કે ન ડાબી બાજુ કે ન જમણી બાજુ, ન પક્ષમાં કે ન વિપક્ષમાં, રહે છે ત્યારે જ તે સ્થિર બને છે, કંપનથી સર્વથા મુકત બને છે, અને ત્યારે જ તે સમત્વને, સમતાને, સમાધિને ઉપલબ્ધ થાય છે. સમત્વ ગને સિદ્ધ કરનાર વ્યકિતની જાગતિક ગ્રંથિઓ સ્વતઃ કપાઈ જાય છે. હવે જગતની સમશ્યાઓ તેને પરેશાન કરી શકતી નથી. તેની પાસે સમત્વની એવી તે ચાવી હાથ લાગી ગઈ હોય છે કે, તેને કશી જ ગૂંચ ઊભી થવા પામતી નથી. તેને માટે હવે કઈ કેયડે અણઉકેલ્ય રહેતું નથી. સમત્વને ન સાધનાર અસ્થિર બુદ્ધિવાળે માણસ પોતાની અસ્થિરતાને કારણે જ અનેક પ્રકારની મૂંઝવણે, સમસ્યાઓ અને કેયડાઓ ઊભા કરે છે. કરોળિયાની જાળની જેમ પિતાના જ હાથથી ઊભી કરેલી ગૂંચમાં તે સપડાઈ જાય છે. આપણે જ આપણા મનનાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy