SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાયેાગની સાધના : ૩૦૯ અશુભમાં સફ્ળ થઇને પણ માણુસ કંઇ ઉપલબ્ધ કરી શકતા નથી અને શુભમાં અસફળ થઇને પણ તે ઘણું મેળવે છે. અશુભ માટે જેટલું વધારે વિચારી શકાય તેમ સારૂં અને શુભ માટે જેટલી નિઃસશય દૃષ્ટિ તેટલી સારી. અશુભના માર્ગોમાં સફળ થએલા પણ અસફ્ળ છે અને શુભના માર્ગોમાં અસફળ બનેલે પણ સફળ છે. સિકંદરનાં સંબંધમાં એમ કહેવાય છે કે, જ્યારે તેને દફનાવવા માટે તેના મૃતદેહને લઈ જવાઈ રહ્યો હતા ત્યારે તેના બન્ને હાથેા તેના જનાજામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. મૃતદેહના હાથે આ રીતે બહાર રાખવાના રિવાજ નથી હાતા તેથી લેાકા સિકંદરના જનાજાને જોઈ ભારે આશ્ચયમાં પડી ગયા. પરંતુ હકીકત એમ હતી કે પેાતાના અંત સમયે સિક દરે એવી ઇચ્છા પ્રગટ કરી હતી કે, જ્યારે મારા મૃતદેહ લઈ જવામાં આવે ત્યારે મારા અને હાથેા અહાર રહેવા દેજો ! સિક ંદરને સમજાવવામાં આવ્યે કે આ જાતના રિવાજ નથી; જે વિધિ છે તેના અતિક્રમણથી શે લાભ ? પોતાના માણસાના આવા આગ્રહના જવાબમાં સિક ંદરે કહ્યું કેઃ “ભાઈએ ! હું જનસમુદાયને મારી નિષ્ફળતા જાહેર કરવા ઇચ્છું છું કે, મેં મારાથી થઇ શકે તેટલાં યુદ્ધો કર્યાં, ઘણા પ્રદેશો જીત્યા, ઘણાંને અનાથ મનાવ્યાં, અનેક સ્ત્રીઓને પતિવિહાણી કરી, બાળકાને પિતા વગરના રઝળતાં અને રખડતાં કર્યાં, ઘણા રાજાઓને નમાવ્યા પણ અંતે આ બધાંની અ ંતિમ નિષ્પત્તિ શું આવી ? મેં પ્રાપ્ત કરેલાં ધનસ ંપત્તિ, વૈભવ, રાજ્ય, બધાંને અહીં જ છોડીને અંતે મારે ખાલી હાથે જવાના વારો આવ્યા! મારા ખુલ્લા ખાલી હાથેાને જોઇને પણ જો લાકોને એ સત્યનું દર્શન થાય કે સિકંદર આ જગતમાંથી કાંઇ લઇ જઇ શકયા નથી, તે જગતમાંથી ઘણાં પાપા એછાં થઈ જશે. આટઆટલી સફળતાએ મેળવ્યા પછી પણ આખરે એ બધી અસફળતામાં ફેરવાઇ ગઈ છે! જે સત્ય મૃત્યુની અ ંતિમક્ષણે હું પ્રાપ્ત કરી શકયે એ જો સત્ય ખીજાને પહેલેથી જ મળી જાય, તે આજે હું અસફળતાની વેદના સહી રહ્યો છું તે તેમને સહેવી ન પડે.’ સામાન્યત : સાધુ પુરુષા કઇ પણ મેળવવા પ્રયત્ન કરતા નથી હોતા. આમ છતાં પોતાના બંધ હાથમાં તે ઘણું લઈને જાય છે. આત્માને વનષ્ટ કરીને તે જતા નથી. જગતમાં આત્માને મેળવવા જેવી મોટી બીજી કોઇ ઉપલબ્ધિ નથી. પાતાને પૂર્ણ રૂપે જાણી અને તેને મેળવીને જવું એજ માનવજીવનની મહાન સિદ્ધિ છે. તરફના આપણા પ્રેમ હશે દેખાય જ નહિ. જે પ્રાયઃ આપણે વસ્તુએ તરફ પ્રેમ ધરાવનારા છીએ. વસ્તુ તે આપણને સત્ર વસ્તુઓ જ દેખાવાની. ભગવત્પ્રેમ સિવાય પરમાત્મા વ્યક્તિ સંશયથી ભરેલી છે. તેને ઇશ્વરપરાયણતા સ્પતી નથી. કેમકે સંશયને મેટા પહાડ તેની વચ્ચે ઊભા છે. તેજ રીતે બિમારી એકલી આવતી નથી. બિમારીએ હ ંમેશાં સમૂહમાં આવે છે. માણસ કોઇ એક જાતના સ ંદેહથી પીડિત નથી હાતા. જ્યારે તે સદેહશીલ બને છે ત્યારે અનેક પ્રકારના સ ંદેહાથી તે પીડાય છે. સ્વાસ્થ્ય હ ંમેશાં એકલું હાય છે જ્યારે બિમારીઓ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy