SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર નીચેની ખીણમાં પથરાની માફક પર્વત ઉપરથી ગબડવામાં કશા જ નિર્ણય કે શ્રમની જરૂર નથી. તે માટે તે આપણે સક્રિય થવાની પણ જરૂર નથી. માત્ર પૃથ્વીનું ગુરુત્વાકષણ જ પેાતાના ભાગ ભજવી લેશે. આપણે પોતાની મેળે જ ખીણ સુધી ગખડી જઇશું. આ જગતમાં વિનાશ સ્વયં આવી જાય છે; તેમાં કશા જ આધારની જરૂર નથી. તેમજ તેમાં કેઇના અવલંબનની પણ અપેક્ષા નથી. કોઈની પણ સહાય વિના તે પાતાની મળે જ થયા કરશે. સર્જનક્રિયામાં દઢ સંકલ્પબળ અને નિર્ણયની અવશ્ય જરૂર રહે છે. સકલ્પ વગર સન થતું નથી. જે દર્શને ઇશ્વરને જગતના કર્તા તરીકે સ્વીકારે છે તે દાર્શનિકો પણ એમ માને છે કે, જગતના નિર્માણ માટે ઇશ્વરને પણ સંકલ્પ કરવા પડે છે. કારણ સંકલ્પ વગર સર્જનની ક્રિયા થઈ શકતી નથી. તેમના મતથી સૃષ્ટિનાં સનમાં ભલે ઇશ્વરની માત્ર ઉપસ્થિતિ જ અપેક્ષિત હાય, તેમની ઉપસ્થિતિ માત્ર કેટેલિટિક એજન્ટ (ઉદ્દીપક)નું જ કામ કરતી હોય, પરંતુ ઇશ્વરની ઉપસ્થિતિ અનિવાય છે. કેટલિટિક એજન્ટ એટલે શું તે જાણેા છે ? કેટેલિટિક એજન્ટનુ કા એ છે કે, એકિસજન અને હાઇડ્રોજનનાં સયાજનથી પાણી થાય છે. જો પાણીનુ પૃથક્કરણ કરવામાં આવે તે આ એ તત્ત્વા સિવાય ત્રીજું તત્ત્વ જોવા મળતુ નથી. આમ છતાં, આ બંનેને ભેગા કરવા માત્રથી પાણી બની જતું નથી. તેમના સંચેાગીકરણ માટે વચ્ચે કેટેલિટિક એજન્ટની જરૂર રહે છે. કેટલિટિક એજન્ટ ભલે તેમાં કશે। જ અગત્યનેા ભાગ ન ભજવતું હાય પણ તેની ઉપસ્થિતિ અનિવાય છે. તે જ રીતે સૃષ્ટિના સર્જનમાં ઇશ્વર કતૃત્વ માનનારાઓની દ્રષ્ટિમાં ઇશ્વરની ઉપસ્થિતિ અપરિહાય છે. સમથ વ્યકિતની હાજરી માત્રથી કામ થઈ જાય છે. સમથ વ્યકિતને પોતાના હાથપગ હલાવવા પડતા નથી. પરંતુ કોઇ પણ કાર્યમાં તેની ઉપસ્થિતિ આવશ્યક છે. આ જગતમાં સંકલ્પ વગર સર્જન સ ંભવિત નથી. આપણાં શ્રમ, શકિત, ચિત્ત, શરીર એ બધાંને સમાહિત કર્યાં વગર કશું જ નિર્માણુ થતુ' નથી ત્યારે વિનાશ વગર પ્રયત્ને સ’ભવ ખની શકે છે. સંશયથી ભરેલુ. ચિત્ત વિનાશને ઉપલબ્ધ થાય છે. એના અથ એ છે કે, સંશયથી ભરેલા ચિત્તને પોતાના વિનાશ માટે કશું જ કરવું પડતું નથી. તેના વિનાશ આપોઆપ થઈ જાય છે. સશયને કારણે તે માણસ જીવનના પરમ અવસરને પણ પ્રતિક્ષણ ખાઇ નાખે છે. જીવનના આ પરમ અવસરમાં, જો મનુષ્ય ઇચ્છે તે, પરમ ઉપલબ્ધિને મેળવી શકે છે; પરમ આનંદ અને પરમ હર્ષોન્માદની પરમ અવધિને ઉપલબ્ધ કરી શકે છે. પરંતુ તેનુ સંશયયુક્ત મન તેને તેમ કરવા દેતું નથી. જ્યાં જીવનનું કણેકણુ નાચી ઊઠે અને જીવન પરમ અમૃતતત્ત્વથી ભરાઇ જાય, જ્યાં જીવનનું પ્રગાઢતમ અંધારુ ખાવાઇ જાય અને જીવન પ્રભાપૂર્ણ બની જાય, જ્યાં જીવનનાં સુગંધિત પુષ્પો ખીલી ઊઠે અને જીવનમાં પરમ સંગીત અને પરમ નૃત્યના અનુભવ થવા લાગે, એવી દિવ્ય ક્ષણને પણ સંશયથી યુકત ચિત્ત વાળા મનુષ્ય પલભરમાં ખાઇ બેસે છે. એટલે જ જ્ઞાનીએ ‘સંચામા વિનતિ' કહે છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy