SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ આલોયણ : ૩૦૫ તેડવા માટે ભોગપભોગની સત્તાવીસ બોલની મર્યાદા કરી છે. તેમાં સચિત વસ્તુ સાથે લાગેલ અચિત વસ્તુ જેવાં કે, વૃક્ષને લાગેલાં ગુંદર, વૃક્ષને લાગેલાં પાકાં ફળ વગેરેને ઉપયોગ કર્યો હોય, થેડી પકવેલી વસ્તુ કે જેમાં જીવના પ્રદેશે રહી ગયા હોય જેવાં કે, તરત તૈયાર કરેલ ખારિયાં વગેરે ખાધાં હય, માઠી રીતે પકવેલી વસ્તુ જેમકે રીંગણનાં ભડથાં, ઓળા, પિક વગેરે ખાધાં હોય, થોડું ખાવું અને વધારે નાખી દેવું જેવાં કે શેરડી, સીતાફળ, વગેરે ખાધાં હોય, તેમજ જે કામ કે વ્યાપાર કરવાથી જીવને ગાઢાં કર્મ બંધાય જેવાં કે, કેલસા બનાવવા, લુહારનું કામ. ભાડભુંજાના ધંધા, વનનાં ઝાડ કાપવાનાં કાર્યો, સેડવીને વસ્તુ વેચવાના એટલે દારૂના ધંધા, ગાડાં ઘેડા રાખી ભાડાં ખાવાં, પૃથ્વીના પેટ ફેલાવવાના એટલે કુવા વાવ ખોદાવવાના ધંધા, હાથીદાંતને વેપાર, ચમરી ગાયના વાળને વેપાર, તેલ, ઘી, દારૂ આદિ રસને વેપાર, લાખ આદિ રંગવાની વસ્તુને વેપાર, અફીણ સમલ આદિ ઝેરી વસ્તુને વેપાર, ઘાણી, ચરખા વગેરે યંત્ર વડે પીલવાનાં કાર્યો, અંગે પાંગ છેદવાનાં કાર્યો, ખસી કરવાનાં કાર્યો, સરોવર તળાવ ઊલેચવાના કાર્યો, હિંસક પશુઓ, ગુલામ દુરાચારીઓનું આજીવિકાથું પાલનપોષણ કરવાનાં કાર્યો, વગેરે ન કરવાં જેવાં જે જે કાર્યો કર્યા હોય, તે તરસ મિચ્છામિ દુક્રઃ આપણે સ્વાર્થ ન હોય છતાં નિરર્થક ક્રિયાઓ કરવી તે વગર પ્રોજનવાળી હવાને કારણે અનર્થદંડ કહેવાય છે. તે અનર્થદંડના પાપથી અટકવા માટેનું આ વન છે. છતાં વિષય વિકાર વધે તેવા યુગ પ્રવર્તાવ્યા હેય, કુચેષ્ટા કરી હોય, જેમ તેમ એટલે કે કષાય વધે તેમ બેલ્યા હેય, ઘણાં હથિયાર તથા હિંસાકારી સાધને એકઠાં કર્યા હોય, ભોગપભોગની વસ્તુમાં અતિ આસક્તિ રાખી હોય, તે તરસ મિચ્છામિ દુઃ આત્મામાં અપાપભાવ અને સમભાવ ઉત્પન્ન કરવા માટેનું આ સામાયિક વ્રત છે. સામાયિક તો તમે કરે છે તેથી આ વાતને લંબાવતું નથી. છકાય જીવની હિંસા કે દુઃખ થાય તેવાં મન વચન અને કાયાને પ્રવર્તાવ્યાં હય, સામાયિક પૂર્ણ થયા પૂર્વે પાળી હોય, સામાયિક અવ્યવસ્થિત પણે કરી હોય, તે તરસ મિચ્છામિ દુકાદ છઠા અને સાતમા વ્રતમાં જે પરિમાણ કર્યું છે તે ઘટાડી એક દિવસનું પરિમાણ કરવા તથા સંવર સહિત ઉપવાસ કરવા માટે આ દશમું દેશાવગાસિક વ્રત છે. આ દિવસ રાત્રિના વ્રતમાં મર્યાદાની બહારથી વસ્તુ મંગાવી હોય, ચાકર વગેરે વડે મર્યાદા બહાર વસ્તુ મોકલી હોય, સાદ કરી મર્યાદા બહારથી કેઈને બેલાવ્યા હોય, રૂપ બતાવી કેઈને બોલાવ્યા કે વસ્તુ મંગાવી હોય, કાંકરા વગેરે ફેંકી મર્યાદા બહારના ક્ષેત્રમાં સંકેત કર્યો હોય, તે અનંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ તા fમામિ દુકા | ધર્મધ્યાન વડે આત્માને પિષ અને આકસ્મિક આવી ગએલા નિગ્રંથને ખપતી બધી વસ્તુઓનું દાન કરવા સંબંધેના પૌષધોપવાસવ્રત અને અતિથિસંવિભાગવતના સંબંધમાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy