SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર તમે પૂર્ણ માહિતગાર છે. તે મુજબ, પૌષધમાં શય્યા, પાટ અને પથારીનું પ્રતિલેખન બરાબર ન કર્યું હોય, પ્રમાર્જન બરાબર ન કર્યું હોય, કદાચ પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યા હોય તે માઠી રીતે કર્યા હોય, દિશાએ જવાની અને પેશાબ પરડવાની જગ્યાના પ્રતિલેખન અને પ્રમાર્જનમાં પ્રમાદ સેવ્યો હોય, પૌષધવતની આરાધના શાસ્ત્રીય રીતે ન કરી હોય, તે તરત मिच्छामि दुक्कड - સાધુ પુરુષને સચિતમાં અચિત નાખીને અથવા સચિત ઉપર અચિત વસ્તુ હોય તે આપી હોય, સચિત વસ્તુ વડે અચિત વસ્તુને ઢાંકી હોય અને વસ્તુને કાળ વીત્યા પછી બગડી ગઈ હોય તેવી વસ્તુ વહોરાવી હોય, પિતે સૂઝતે છતાં બીજાને વહરાવવાનું કહ્યું હોય, દાન આપી અહંકાર કર્યો હોય કે મારું ઘર ન હોય તે સાધુઓને ખબર પડી જાય તે હે પ્રભે ! એ બધાં પાપ માટે તe fછામિ દુક આત્મકલ્યાણ માટે તપ અનિવાર્ય છે. તે આલેક કે પરલેકની અભિલાષાપૂર્વકનું ન હોવું જોઈએ. પ્રશંસા અથવા યશ કીતિની ભાવનાથી પણ તેની ઉપાસના ન કરવી જોઈએ. છતાં આલેકની મોટી અભિલાષા કે મરીને હું મોટે રાજા થાઉં, પરલોકની અભિલાષા કે મરીને મોટે દેવતા થાઉં, સંથારે લંબાય તે યશ, કીર્તિ વધે, સંથારામાં ભૂખનું દુઃખ સહેવાતું નથી એટલે મરી જાઉં તે ઠીક, આવાં તેમજ કામગની ઈરછારૂપ પામે થઈ ગયાં હોય તે હે પ્રભો ! તે બધાં પાપ મારાં નિષ્ફળ થાય એવી પ્રાર્થના કરું છું. આ જ રીતે પચ્ચીસ પ્રકારનાં મિથ્યાત્વ અને ચૌદ સંમૂછિમ વગેરેના જે જે પાપ આ ભવમાં અને અનંત ભૂતકાળના અનંત ભવમાં લાગ્યાં હોય તે તે બધાં પાપ નિષ્ફળ જાય, એમ તે પાપ માટે પશ્ચાત્તાપપૂર્વકની પ્રાર્થના કરું છું. આલેયણ અતિ સંક્ષેપમાં કહી છે. તેને વિસ્તાર તે જુદા જુદા ના જુદા જુદા પરિણામે અને કાર્યોને લઈ થઈ શકે છે. પરંતુ તે કહેવા જતાં સમયની લક્ષમણરેખા ભૂલી જવાય. માટે આલેચનાથી આત્માને શુદ્ધ કરી, ફરી પાપિ સંસ્કૃષ્ટ ન થાય તે માટે કાળજી અને જાગૃતિ રાખવી. સમતાગની સાધના જે ઈશ્વર પ્રેમથી વિહીન છે અને સંશયથી ભરેલો છે તેને વિનાશ અવયંભાવી છે. સંશયથી ભરેલું મને ભગવ...મને ઉપલબ્ધ કરી શકતું નથી. ભગવચ્ચેમ વિહીનતા અને સંશય સભરતા આ બને ભિન્ન વસ્તુઓ નથી, પણ એકજ વસ્તુની બે બાજુઓ છે. એકજ સિક્કાના બે પાસાં છે. શબ્દો જુદા જુદા છે, પરંતુ બન્નેનું તાત્પર્ય એકજ છે. જો કે બન્નેની આધારશિલા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy