SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર જાય છે. મલિનતા સાથેના આ તાદાભ્યને તેડવા માટે તેમજ સ્વરૂપને ઓળખવા માટે આલોચના મૂકવામાં આવી છે. જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. પરંતુ તે તથારૂપે પ્રગટ થવાને બદલે પુસ્તકનાં વાચન અને પતનમાંથી મળેલી સૂચનાઓને જ્ઞાન માની લેવાની આપણે સૌ ભૂલ કરી બેસતા હોઈએ છીએ. આને પરિણામે આપણા પદાર્થ મૂલકજ્ઞાનમાં ઉન્મત્ત થઈ, આપણે સમ્યગ્દષ્ટાઓની અને તેમના અધ્યાત્મમૂલક જ્ઞાનની મજાક ઉડાવીએ છીએ. આપણી સ્મૃતિ કે સૂચનાઓને જ આપણે સર્વસ્વ માની લેતાં હોવાને કારણે આપણે તેવા જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાનનાં સાધનોની નિંદા કરીએ છીએ. સલ્તાન અને સત્ શાસ્ત્રોની અવહેલના કરી આપણે અસત્રરૂપણાના અનર્થને વહેરી લઈએ છીએ. આવા આવા કારણોને લઈને આપણા જીવે જ્ઞાનના એવા ચદ અતિચારે સેવ્યા હોય, તે આજના પવિત્ર દિવસે આપણે તેને પશ્ચાત્તાપ કરીએ છીએ. તે ચોદ અતિચારો આ પ્રમાણે છે र वच्चामलिय हीणक्खर, अञ्चक्खर, पयहीण विणयहीण जोगहीण घोसही सुठुदिन्न दुपडिलछियं, अकाले कओ सज्झाओ, काले न कओ सज्झाओ, असज्झाइ सज्झाय सज्झाइ न सज्झाय तस्समिच्छामिदुक्कड।। સૂત્રો આડા-અવળાં ભણાયાં હોય, ધ્યાન વિના ભણાયાં હોય, અક્ષરે અને પદો એ છે કે અધિક ભણાયાં હોય, વિનય વગર કે મન વચન અને કાયાની સ્થિરતા વિના તે બોલાયાં હોય, શુદ્ધ ઉચ્ચાર વિના બેલાયાં હોય, શુદ્ધ જ્ઞાન અવિનીતને આપ્યું હોય કે તે માઠી રીતે ભણાયું હોય, સંધ્યાકાળ આદિ બાર અકાળમાં સજઝાય કરી હોય, સ્વાધ્યાય કરવાના કાળે સ્વાધ્યાય ન કર્યો હોય, સ્વાધ્યાય ન કરવા ગ્ય સ્થળે સ્વાધ્યાય કર્યો હોય, સ્વાધ્યાય કરવા યોગ્ય સ્થળે સ્વાધ્યાય ન કર્યો હોય, તે હે પ્રભે ! આ બધા જ્ઞાનની આશાતનાને કારણે લાગેલાં પાપ મિથ્યા થાય એવી મારી અન્તઃકરણની ભાવના અને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. આત્માને બીજો ગુણ દર્શન છે. દર્શનના બે અર્થે થાય છે. તેને એક અર્થ છે જોવું અને બીજો અર્થ છે શ્રદ્ધ. અત્રે દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા સાથે સંબંધ ધરાવે છે. ધર્મના માર્ગમાં આગળ વધતા આત્માને સુદેવ, સુગ્રંથ અને સદ્ધર્મ એ ત્રણ તત્ત્વ યથાર્થ રીતે ઓળખવાના હોય છે. પરંતુ અનાદિ કાલિન અજ્ઞાન અને મિથ્યાત્વને વશવત બની તેણે દેવ અરિહંત, ગુરુ નિર્ચ અને નિગ્રંથ પ્રવચનરૂપ આત્મિક ધર્મોને પરિત્યાગ કરી, જેમાં દેવ, ગુરુ કે ધર્મના ધમ ન હોય એવા દેવામાં દેવની કલ્પના કરી, તેણે વીતરાગ દેવને દેવ ના માન્યા હોય, પંચમહાવ્રતધારી નિર્ચ, ગુરુઓમાં ગુરુ બુદ્ધિ રાખવાને બદલે કંચનકામિની સાથે જોડાએલાને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, અહિંસાપ્રધાન ધર્મને બદલે પાપમય ધર્મની કલ્પના કરી હોય, અને આ રીતે તેણે જે કર્મ બાંધ્યાં હોય, તે કર્મોનો ક્ષય માટે તેવા દેવ, ગુરુ અને ધર્મથી મુક્ત થઈ,
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy