SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ : મેઘા પાષાણ બોલ્યા દ્વાર બંને જે દુશમનો હતા તે એક બીજાને પ્રેમથી ભેટી પડ્યા. તેઓ પિતાની વચ્ચેનું વેર ભૂલી ગયા અને બંને મિત્ર બની ગયા. કષાયની કલુષિતતા ક્ષમાપનાની દિવ્યતાથી ધેવાઈ ગઈ ! બંનેના હૃદય પરિશુદ્ધ બન્યાં. ચંદ્રપ્રદ્યોતનને પિતાનું રાજ્ય પાછું મળી ગયું. બન્નેનાં જીવન સાચી દિશામાં ગતિ કરનારાં, સુખી અને સમૃદ્ધ બની ગયાં ! આલોયણું આજે આલેયણાને એટલે આલેચનાને દિવસ છે. આલેયણાને દિવસ એટલે પિતાની જાતને ચારેકેરથી તપાસવાને, આત્મનિરીક્ષણ કરવાને કે યથાર્થ સ્વરૂપમાં પિતાની જાતને ઓળખી લેવાને દિવસ ! આજનો દિવસ ઘણે પવિત્ર છે. જેમ અરીસામાં જોવાથી આપણા શરીર ઉપર લાગેલ મેલ કે ડાઘ આપણને દેખાઈ આવે છે તેમ આંતરિક દોષને બતાવનાર અને તેને હટાવનાર આલોચના અરીસાની ગરજ સારનારી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ માટે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કરવામાં આવ્યું છે કે, “મારા બંને ને ! વર્ષ અહો ભગવન! આલેચના કરવાથી એટલે કે ગુરુજને સમક્ષ પિતાને દોષ જાહેર કરવાથી જીવને શું મળે છે? आलोयणा ण माया-नियाण-मिच्छादसणसल्लाण मेक्खिमग्गविग्धाण अणंत संसारबद्धणाण उद्धरण करेइ । उज्जुभावच जणयइ । उज्जुभाव पडिवन्ने य णं जीवे अमाई इत्थीवेय नपुंसगवेय च न बन्धइ । पुव्वबद्धं च ण निजरे इ। આલોચનાથી મળનારા મોક્ષ માર્ગમાં વિશ્વરૂપ તેમજ અનંત સંસારને વધારનારા માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણ શલ્ય છે. માયાશલ્ય એટલે મન વચન અને કાયાની વકતા અથવા વિસંવાદીપનું નિદાનશલ્ય એટલે ધર્મ, તપ આદિની વૈષયિક ફલાકાંક્ષા અને મિથ્યાદર્શનશલ્ય એટલે યથાર્થ વસ્તુસ્વરૂપના સમજણને અભાવ. આ ત્રણે શલ્ય જે આત્માને કાંટાની માફક ખૂંચનાર, આત્મિક ગુણને અવરોધ કરનારા તેમજ તેની ઘાત કરનારા છે. તેને આલેયણા કાઢી નાખે છે. આલેયણાથી જીવ ઋજુ ભાવને ઉપલબ્ધ થાય છે. સરળતાને સંપ્રાપ્ત જીવ મા યારહિત બને છે. તેથી તે સ્ત્રીવેદ અને નપુંસકવેદને બંધ કરતા નથી અને પૂર્વબદ્ધની નિર્જરા કરે છે. આજના દિવસે જીવ પિતાના ભૂતકાળના દરેક પાપનું જાગૃતિપૂર્વક સમરણ કરી, તેની નિદા અને ગહેણાપૂર્વક “તસ્સમિચ્છામિ દુક આપે છે. તેથી નિંદા અને ગહણના સંબંધમાં, શાસે નિંદા-ગીંણા કરવાના જે લાભે બતાવ્યા તે આ પ્રસંગે જાણી લેવા ઉચિત છે. નિંદાવને i મને ! કે વિં ?' અર્થાત્ હે પૂજ્ય ! નિંદા એટલે પોતે જ પિતાના દેને તિરસ્કાર કરવાથી જીવને શું લાભ થાય છે ?
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy