SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ રૂપ સાધના : ૨૮૩ શુદ્ધિ વગર જ્યાં માનવતા અંકુરિત થતી નથી ત્યાં સાધના અંકુરિત થવાની તે વાત જ કયાં રહી? જીવનમાં પ્રામાણિકતા, સદાચાર, ઈશ્વરનિષ્ઠા, સૌમાં પરમાત્મભાવ જેવાની વૃત્તિ, એ જ માનવતાનાં મૂળે છે. તે સદ્દગુણે જ ધર્મ છે. માણસમાં તે સદ્ગણે ક્રમશઃ વિકસિત અને પ્રસ્ફટિત થતાં તે ધમ માણસ તરીકે ઓળખાય છે. એથી, અજ્ઞાની છું, વહેવારીઓ છું, સંસારને કીડો છું—એમ બેટી રીતે ક્ષુદ્રતામાં અટવાઈ પિતાની જાતને હલકી માનશે નહિ. અન્યથા તમારા વિકાસ માટે પ્રકૃતિએ આપેલાં સાધને, તમારા વિકાસમાં પરિપૂર્ણ ઉપયેગી થવાને બદલે, નાકામિયાબ નીવડશે. આ સાડાત્રણ હાથ જેટલા શરીરમાં જ મારું સાર સર્વસ્વ છે એમ રખે માની બેસતા ! આ વામન જેવા જણુતા ક્ષુદ્ર દેહમાં વિરાટ અને અસીમ પ્રભુતા પડેલી છે. આપણું વ્યકિતત્વ માત્ર દેહની દિવાલે સુધી જ સીમિત કે મર્યાદિત નથી. આકાશની માફક તે અનંત, અમાપ અને અસીમ છે. દેહ સુધીના બંધનેની દીવાલ તે પશુ જગત ઊભી કરે છે. તેમને માટે દેહ એ જ સર્વસ્વ હોય છે. તેમની આકાંક્ષાઓ શારીરિક નિર્વાહ પૂરતી જ મર્યાદિત હોય છે. એગ્ય આહાર, ગ્ય નિવાસ, થેડી વિશ્રાંતિ અને ડી કામવાસનાની સંતૃપ્તિમાં જ તેમનાં જીવનની પરિપૂર્ણતા સન્નિહિત મનાય છે. તેનાથી વધારે ઊંડાણમાં ઊતરવાની કે કૂદકે મારવાની તેમની પાત્રતા, ક્ષમતા કે યોગ્યતા પણ હોતી નથી. એટલે તેમને માટેની મર્યાદા અને દૈહિક બંધન સંતવ્ય છે. પરંતુ આપણા જેવા મનુષ્ય જે વગર પાંખે આકાશમાં ઊડી શકે છે, ચંદ્ર અને મંગળની યાત્રાઓ કરી શકે છે, સમુદ્રને વગર મહેનતે પાર કરી શકે છે, તેના અતલ તળ સુધી મરજીવાની જેમ પહોંચી શકે છે, તેમને અસીમ, અમાપ, અનંત, અક્ષય અને કાલાતીત પરમ તત્વમાં અવગાહન કર્યા વગર, તેને મેળવ્યા વગર, શાંતિ કે સમાધિ કેમ થાય ? ગીતામાં આ જ વાતને ભારે સુંદર શબ્દોમાં વર્ણવી બતાવી છે-“વામનારમાન નામાનામવાત તમે કહેશે : “મહારાજ ! અમે તે સંસારી જ છીએ, પામર છીએ, કંઇ પરમાર્થ સાધી શકીએ એમ નથી–પરંતુ આમ કહી અનંત સામર્થ્ય અને પ્રભુતાથી ભરેલા તમારા આત્માની અવહેલના કરે નહિ ! ઊર્ધ્વગામી બનવાની પાંખે તેડી નાખે નહિ! હિંમત હાર નહિ ! તમારા મનોબળને સુદઢ બનાવે ! તમારી કલ્પનાને સતેજ કરે ! સુદ્રતાનો આશ્રય લઈ તમારામાં રહેલી વિરાટતાને વિસારે નહિ ! ભાવનાની નબળાઈ અને સંકલ્પની કચાશ તમને ઊર્ધ્વગમનની સાચી દિશામાં જવા દેશે નહિ ! આપણામાં રહેલી નબળાઈઓ જ આપણને ઊંચે ચઢવા દેતી નથી. તે આપણા પુરુષાર્થને પાંગળો બનાવે છે અને આપણે નીચેના પગથીએ જ અટકી જઈએ છીએ. ભાવના અને પુરુષાર્થ રૂપ જે માનવજીવનને ઊર્ધ્વગામી બનવા માટેના મૂળ પાયા છે તેને જ જે તેડી નાખવામાં આવે, તે પછી તેને નીચે પડવા સિવાય બીજો ઉપાય પણ શો રહે?
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy