SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ઃ ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર ૨૪, નંદનકુમાર : ત્યાંથી ચવી ભરતક્ષેત્રની છત્રનગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં નંદન નામના કુમાર થયા. ત્યાં વીસ લાખ વર્ષ તેઓ ગૃહવાસમાં રહ્યા. એક લાખ વર્ષ અવશેષ રહ્યા ત્યારે પિફ્રિલાચાર્ય પાસે તેમણે સંયમ સ્વીકાર્યો. એક લાખ વરસ સુધી માસખમણની તપસ્યા કરી. તેમાં તેમને અગિયાર લાખ સાઠ હજાર માસખમણ થયા.વીસ સ્થાનકેની આરાધના કરી. તીર્થકર નામકર્મ ઉપજયું, ૨૫, પ્રાણુત દેવલોક : ત્યાંથી તે પ્રાકૃત દેવલોકમાં પુપત્તરવહંસક વિમાનમાં વીસ સાગરની સ્થિતિવાળા દેવ થયા. ૨૬. દેવાનંદાના ગર્ભમાં : સ્વર્ગથી ચવી બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. કુળ શ્રેષ્ઠતાનાં દર્પનાં પરિણામે દેવાનંદાના ગર્ભમાં આવવું પડ્યું. ખ્યાંસી રાત સુધી તેઓ ગર્ભમાં રહ્યા. ૨૭. વર્ધમાન મહાવીર : ચાંસીમી રાત્રિએ શકેન્દ્રની આજ્ઞાથી હરિëગમેલી દેવે સિદ્ધાર્થ રાજાની મહારાણી ત્રિશલાના ઉદરમાં તેમને પ્રસ્થાપિત કર્યા અને ત્યાં જ જન્મ લઈને તેઓ વર્ધમાન મહાવીરના નામથી પ્રસિદ્ધ થયા. સહસ્ર રૂપ સાધના ઘણી વખત આપણી એવી ભ્રામક માન્યતા આપણા માનસમાં ઘર કરી ગઈ હોય છે કે પરમાર્થ સાધુ પુરુષે જ કરી શકે. ધર્મગ્રંથે જાણે સાધુઓ માટે જ નિર્મિત થયા હોય! સામાન્ય માણસને તે કેમ જાણે તેની સાથે કશી જ લેવા દેવા ન હોય ! આત્મકલ્યાણ કે પ્રભુતાની ઉપલબ્ધિ, ભક્તિ, સાધના કે આરાધના અને ઉપાસનાની પરમાર્થમૂલક પ્રવૃત્તિઓ જાણે કેમ સાધુઓ માટે જ હોય ! સાધુ જગતથી પૃથફ વહેવારમાં તમે રહેનારા એટલે તમે જાણે જુદા જગતના જે, જુદા વિચારો ધરાવતા માને અને જુદા જ આચાર આચરતી વ્યક્તિઓ કેમ ન , એ રીતે તમે સાધુ જગત અને વ્યાવહારિક જગત વચ્ચે એક મોટી ખાઈ ઊભી કરી કીધી છે ! એકબીજાને એકબીજાથી પરસ્પર નિરપેક્ષ-જુદા પાડી નાખ્યા છે. જે પરમાર્થ સાધક છે તે તે માને છે કે, દરેક સાધન અથવા પરમાર્થમૂલક દરેક કાર્ય, સાધુ સંતો અને વહેવારુ માણસો બંને માટે સમાન ઉપયોગી અને સમાન કિમતના છે. વહેવારની
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy