SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : ૨૮૧ નાખ ઉચિત છે. તેમ નિર્ણય કરી બંને ભાઈઓને બોલાવવા સંદેશ મોકલે છે. પરંતુ ત્રિપૃષ્ઠ તેની અવહેલના કરે છે. અશ્વગ્રીવ પિતનપુર ઉપર સૈન્ય લઈને ચઢી આવે છે, ત્યારે ત્રિપૃષ્ઠ સંદેશ મોકલે છે કે, યુદ્ધમાં હજારો નિર્દોષ માણસે નિષ્કારણ મૃત્યુને શરણ થાય એને બદલે આપણે બને જ પરસ્પર યુદ્ધ કરી, જય-પરાજયને નિર્ણય કરી લઈએ. અશ્વગ્રીવે આ શરત સ્વીકારી. દષ્ટિ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધાદિ બધાં યુદ્ધમાં તે પરાજિત થયે. અંતે ચક નામના તીણ શાસ્ત્રને તેણે પ્રહાર કર્યો. ત્રિપૃષ્ઠ તેને હાથમાં પકડી તેના ઉપર જ વળતો પ્રહાર કરતાં તેનું માથું છેદાઈ ગયું. આકાશમાં ત્રિપૃષ્ઠ વાસુદેવના અવતરણને દિવ્ય ધ્વનિ પ્રસરી રહ્યો ! એકદા ત્રિપૃષ્ઠ વાસુદેવે કઈ પ્રસંગે પુનઃ સંગીતના ઉત્સવનો પ્રારંભ કર્યો. શય્યાપાલકને આદેશ આપે કે, મને ઊંઘ આવી જાય કે આ જલસો સમેટી લેજે. વાસુદેવને તે ઊંઘ આવી ગઈ, પરંતુ શવ્યાપાલક રસમાં એ તે મશગૂલ બની ગયે કે વાસુદેવ સૂઈ ગયા છતાં તેણે જલસો બંધ ન કર્યો. પ્રાતઃ જ્યારે વાસુદેવ જાગ્યા અને ઉત્સવને તે જ રીતે ચાલતે જે ત્યારે શવ્યાપાલક પર ગુસ્સે થઈ તેમણે ધગધગતું સીસું તેના કાનમાં રેડયું. પરિણામે તે દિવંગત થયે. આ બધાં બાંધેલાં કમ્ મહાવીરના ભવમાં તેમને ઉદયમાં આવવાનાં હતાં. આ રીતે વાસુદેવનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું. ૧૯. સાતમી નરક : ત્રિપૃષ્ઠ વાસુદેવનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ સાતમા તમસ્તમા નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નૈરયિકરૂપે જન્મ્યા. ૨૦. સિંહ : ત્યાંથી નીકળી તે કેસરી સિંહ બન્યા. ૨૧. ચોથી નરકઃ સિંહના આયુષ્યને પૂરું કરીને તેઓ ચોથી નરકમાં ગયા. ૨૨. પ્રિય મિત્ર ચક્રવતી ? ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તેઓ મહાવિદેહ ક્ષેત્રની મૂકાનગરીમાં ધનંજ્ય રાજાની ધારિણી રાણીથી પ્રિય મિત્ર ચક્રવત થયા. આ ભવમાં, જૈન મુનિના દર્શનથી દીક્ષા ગ્રહણ કરી, તેમણે એક કરેડ વર્ષ સુધી દીક્ષા પાળી. ૨૩. મહાશુટ દેવક ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાશુક કલ્પમાં સર્વાર્થ વિમાનમાં તેઓ ઉત્પન્ન થયા.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy