________________
૨૮૦ : ભેદ્યા પાષાણુ,
ત્યાં દ્વાર
પ્રજાપતિના પુત્રોની વધતી જતી શકિત તેનાથી અજાણી નહોતી. જોતિષીની ભવિષ્ય વાણીને તાગ મેળવવા તેણે પિતાના દૂતને અમુક સંદેશા સાથે પ્રજાપતિ પાસે મોકલ્યા. દૂતેએ જ્યારે રાજસભામાં પ્રવેશ કર્યો, ત્યારે સંગીતને જલસો ચાલી રહ્યો હતે. પ્રતિવાસુદેવના દૂત તરીકે તે દૂતના માનસમાં પણ અભિમાને પ્રવેશ કર્યો હતે. એટલે રાજાની અનુમતિ મેળવવાની પણ દરકાર રાખ્યા વિના તેમણે રાજસભામાં પ્રવેશ કર્યો. આ રાજ પરિવાર સંગીતના રસમાં તલ્લીન હતું. એટલે તેના આકસ્મિક પ્રવેશથી રંગમાં ભંગ પડે. ત્રિપૃષ્ઠ માટે આ વાત અસહ્ય થઈ પડી. રાજા પ્રજાપતિએ જ્યારે ઉચિત સત્કાર સાથે દૂતને વિદાય આપી ત્યારે ત્રિપૃષ્ઠ લાગ જોઈ. માર્ગમાં દૂતેને અધવચ્ચે અટકાવી તેમને સારે એ મેથીપાક ચખાડો. પ્રજાપતિને પિતાના પુત્રના આ દુર્વ્યવહારથી ભારે ચિંતા ઊપજી, તેમણે તેને ફરી બોલાવ્યા અને સારા પુરસ્કારથી પુરસ્કૃત કર્યા અને ત્રિપૃષ્ઠના અશિષ્ટ વ્યવહારની ક્ષમા માંગી. અશ્વગ્રીવને આ વાતની ગંધ પણ ન આવે તે માટે વિનંતિ કરી. દૂતે તે માની ગયા. પરંતુ તેમના બે સાથીદારો જે ભાગી છૂટ્યા હતા, તેમણે રાજા અશ્વગ્રીવની પાસે જઈ અથથી ઇતિ સુધીની હકીકત કહી બતાવી.
આ બાજુ પૂર્વભવને વેરી વિશાખાનંદી તુંગગિરિમાં કેસરી સિંહના રૂપે જન્મી, તુંગગિરિના જંગલ પાસેનાં ક્ષેત્રોમાં ભારે રંજાડ કરતે હતે.
અશ્વગ્રીવને દૂતનાં અપમાનને બદલે વાળવા, અને તેનાં પ્રતિફળ રૂપે પિતાના દુશ્મનને સદાને માટે વિનાશ કરવા નિર્ણય કર્યો. એટલે તુંગગિરિનાં આસપાસનાં ક્ષેત્રમાં શાલિ ધાન્ય વાવવાનો ઉપકમ કર્યો. તે ખેતરે અને ખેડૂતના કેસરીસિંહથી અને બીજા વન્ય પશુઓથી રક્ષણ કરવાનાં કામમાં રાજા પ્રજાપતિની નિમણુંક કરી. અશ્વગ્રીવના આ આદેશથી પ્રજાપતિને ભારે આશ્ચર્ય થયું. તેને વાર નહેતે છતાં તેની નિમણુંકથી ત્રિપૃષ્ઠ કરેલા અપરાધની જ આ શિક્ષા છે એમ માની તુંગગિરિ જવાને તેણે નિર્ણય કર્યો. પિતાના પિતાને જતાં બંને દીકરાઓએ અટકાવ્યા અને તેમના વતી તેમની ફરજ પિતે વફાદારીથી બજાવવા તત્પર છે એમ કહી અટકી જવા વિનંતિ કરી. બંને ભાઈઓ ત્યાં ગયા અને ખેડૂતને પૂછ્યું કે તે કેસરી સિંહ કયાં છે કે જેની રંજાડથી તમે બધા સંત્રસ્ત છે?
ખેડૂતોએ સિંહનું સ્થાન બતાવ્યું. તેમણે સૂતેલા સિંહને જગાડે. રથમાંથી ઊતરી, નિઃશસ તેની સાથે ઝઝુમવા ત્રિપૃષ્ઠ તૈયાર થયા. સિંહને થયું, આ ભારે મૂખ છે. પિતાના રક્ષણનાં સાધનેને પરિત્યાગ કરી, આ મૂરખ પિતાના જ હાથે પિતાનું મોત નેતરી રહ્યો છે. આળસ મરડીને જે તે ઊભો થયો અને ત્રાડ મારી કે, ત્રિપૃહઠે તેનાં જડબાં પકડી બે કટકા કરી, તેને જીર્ણ કપડાંની માફક ચીરી નાખે.
- તંગગિરિના આસપાસનાં ક્ષેત્રે તે સુરક્ષિત થઈ ગયાં પણ અશ્વગ્રીવ અસુરક્ષિત અને ચિંતાશીલ થયું. તેને થયું, આ ત્રિપૃષ્ઠના હાથે મારું નિશ્ચિત મૃત્યુ છે તે એને જ મારી