SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ : ભેઘા પાષાણુ, ખેલ્યાં દ્વાર પુરુષાર્થને ક હંમેશાં ઊર્ધ્વગત હોવું જોઈએ. પુરુષાર્થના આત્માને સંકેચવા જતાં આપણે જાતે જ સંકેચાઈ જઈએ છીએ. માટે વિકાસના રાજમાર્ગ ઉપર સતત ગતિશીલ રહો ! અમારાથી કાંઈ બની શકે નહિ. અમે તે અનાજના કીડા છીએ, અમારાથી ઉપવાસ થઈ શકે નહિ. અમે તે સંસારનાં જીવડા, અમારાથી ધર્મ ધ્યાન કયાંથી થાય?’--આવાં આવાં રોદણાં રડયાં કરશે તે ચોર્યાસીને ચકડળમાંથી છૂટવાને કદી આ આવશે નહિ. સંસારને જ વળગી રહેવાની મૂર્ખાઈથી સંસારની ઘટમાળ જ વળગે છે. પ્રભુતા અને પરમાત્મભાવની ઉપલબ્ધિ તે હજારો ગાઉ દૂર રહી જવાની ! માટે તમારા આત્માને નબળો માનશે નહિ, તમારી જાતને લઘુતાગ્રંથિમાં બાંધશે નહિ, તમારા આત્માનું કદાપિ અપમાન કરશો નહિ! આત્માની અવહેલનાથી અધિક બીજું કોઈ પાપ નથી. પરમાત્મભાવને ઉપલબ્ધ થયેલા પરમ પુરુષને આત્મવિશ્વાસ કેટલે પ્રબળ અને સઘન હોય છે ! નબળી પાથી અનંત આકાશમાં ઉડ્ડયન કરવાનું શક્ય જ નથી. જેમનું મન અને સંકલ્પ નબળા છે તેવા માણસે કદી પણ આગળ પગલું ભરી શક્તા નથી. આત્મવિશ્વાસ અને દઢતમ સંકલ્પશક્તિ હોય તે જ પ્રગતિને પંથે અભિગમન કરી શકાય છે. આપણું ઉદ્ધારની ભાવના પણ તે જ સાકાર બની શકે છે જે આપણામાં ઊર્ધ્વગમનની મહત્ત્વાકાંક્ષા હોય ! મહત્વાકાંક્ષાથી શૂન્ય વ્યકિત સાધને શોધવાની મહેનતમાં, તકલીફમાં પડતી નથી. તમે કદી પણ ભૂલશો નહિ કે તમે પરિપૂર્ણ ઈશ્વર છે. ઇશ્વર થવા માટે જ તમે સર્જાએલા છે. ઐશ્વર્ય એ જ તમારું આત્યંતિક સ્વરૂપ છે. એટલે પિતાના સ્વરૂપને મેળવવાની આકાંક્ષા એ કંઈ મિથ્યાભિમાન કે અનુચિત મહત્ત્વાકાંક્ષા નથી. એ તે સુનિશ્ચિત આપણા અંતર્ગત જગતમાં આપણું સાધિકાર પ્રવેશની વાત છે. સાધનાના વિવિધ પ્રકારે છે. ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાનવિજ્ઞાન, ગુણવિકાસ, આત્માનાત્મ વિવેક વગેરે, ભલે નામેથી ભિન્ન ભિન્ન છે, પણ બધાંજ સાધનાનાં મૂળભૂત અંગે છે. આ બધાં નામમાં પારમાર્થિક રીતે તે સાધના જ અન્તર્નિવિષ્ટ છે. કારણ આ બધાની જે ફલશ્રુતિ અથવા અંતિમ નિષ્પત્તિ છે તે તે સ્વયંમાં સ્વની ઉપલબ્ધિ કરવી એ જ છે. મનની તન્મયતા, મનની એકાગ્રતા એ જ સાધનાને એક પ્રમુખતમ ઉપાય છે. વહેવારમાં કે પરમાર્થમાં એકાગ્રતા વગર વિજયી થવાતું નથી. ખરી રીતે તે વહેવાર અને પરમાર્થ બંને નિતાંત તંત્ર કે ભિન્ન વસ્તુઓ નથી. પરંતુ એકજ સિકકાની બે બાજુઓ છે. વહેવારની શુદ્ધિ એ જ પરમાર્થ છે. દરેક સ&િયાઓ, સત્કર્મો એ જ પરમાર્થ બની જાય છે એટલે વહેવાર અને પરમાર્થના ગુણેને ભિન્ન ક૯૫વાની ભૂલ કરશે નહિ. મનની પવિત્રતા જાળવી રાખવા સતત જાગૃત રહેજે, કેમકે મન જ્યારે વાસનાથી વાસિત થાય છે ત્યારે તેમાં અશુચિ પ્રવેશ્યા વગર રહેતી જ નથી. મન જ્યારે કામનાઓ અને આકાંક્ષાઓથી ઉત્કંઠિત બની જાય છે,
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy