SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : ૨૭૫ ક્ષુલ્લક ભવેનું ગ્રહણ સ્વીકાર્ય છે, પરંતુ તે ક્ષુદ્રભવનાં કયાંય નામ નિર્દેશ મળતાં નથી. “áરે ચિત્તમf ૮મદિયા?” આ ઉલ્લેખ એ જ આ માટે એક સંકેત છે. ૧. નયસાર ? આ ભવમાં મોક્ષમાર્ગમાં આવશ્યક સમ્યગ્દર્શનને લાભ થયે. અપર મહાવિદેહમાં મહાવપ્રવિજય ક્ષેત્રમાં જયંતિ નામની નગરી હતી. તે નગરીના રાજા શત્રુમર્દન હતા. આ પ્રાંતના પુરપ્રતિષ્ઠાન ગામમાં ભગવાન મહાવીરને જીવ નયસાર નામને ગ્રામચિંતક બન્યું. રાજા શત્રુમદનને નવા રાજપ્રાસાદ માટે ઊંચી જાતનાં લાકડાંઓની જરૂર પડી. નયસાર આ વિષયને કુશળ કારીગર હતું. એટલે આ કાર્યને ભાર તેને સેંપવામાં આવ્યું. નયસાર પણ રાજાના આદેશથી અનેક સાથીઓ અને કાર્યકરોને લઈ, અનેક ગાડાંઓ સાથે અરણ્યમાં પહોંચે. લાકડાંની પરીક્ષણપૂર્વક કાપવાની પ્રક્રિયા પ્રારંભ થઈ. બપોરના વખતે ભેજન તૈયાર થઈ જતાં જમવા બેસતું હતું કે ત્યાં સાર્થથી છૂટા પડેલા, માર્ગ ભૂલી ગએલા, ભૂખ અને તૃષાથી સંતપ્ત બનેલા નિગ્રંથ મુનિઓને આકસ્મિક સમાગમ થયે. આ નયસાર આ અજાણી અટવીમાં મુનિઓના પદાર્પણથી વિસ્મિત થયે. તેનું હૃદય ભકિત અને પ્રેમના હિલેળે ચઢયું. તે આનંદ વિભોર બની ગયો. તેણે નિર્દોષ આહાર નિર્ચને વહેરાવ્યો અને અરયમાંથી બહાર જવાને માર્ગ બતાવ્યો. મુનિઓએ મોક્ષમાર્ગને ઉપદેશ આપી તેનામાં સમ્યગ્દર્શનનું આપણું કર્યું. નયસારને આ આકસ્મિક સમાગમે તીર્થંકર મહાવીર થવાની ભૂમિકા પૂરી પાડી. તે પરિત્તસંસારી થયો. ૨ પ્રથમ દેવલેક : નયસાર રૂપ મનુષ્ય ભવના આયુષ્યને સમ્યગ્દર્શનની આરાધનાપૂર્વક પૂર્ણ કરી તે નયસાર સૌધર્મ કપમાં એક પામની સ્થિતિવાળે મહાપુણ્યશાળી મહદ્ધિક દેવ થયા. ૩ મરીચિત્રદંડી : પ્રથમ દેવકનું આયુષ્ય પૂર્ણ કરી નયસારને જીવ પ્રથમ તીર્થંકર શ્રી કષભદેવ સ્વામી અને તેના પુત્ર પ્રથમ ચકવતી શ્રી ભરતના મરીચિ નામના પુત્ર તરીકે જમે. ભગવાન રાષભ દેવના પ્રવચનોથી પ્રભાવિત થઈ તે દીક્ષિત થઈ ગયા. પરંતુ અનેક પરિષહોપસર્ગવાળે દીક્ષાને માર્ગ તેના માટે અસહ્ય થઈ પડે. તે વિચારતે થયું કે હું ફરી ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરું કે કેમ ? ઘણા વિચારોને અંતે નિર્ણય કર્યો કે, આ શ્રમણ પરિધાનને પરિત્યાગ કરી, નવી વેષભૂષા સ્વીકારવી એ જ મારે માટે ઉચિત છે. તેણે મનમાં દઢ સંકલ્પ કર્યો કે, નિર્ગથે ત્રિદંડ એટલે મન, વચન અને કાયાના અશુભ વ્યાપારને અવધનારા અને ઈન્દ્રિય ઉપર વિજય મેળવનારા હોય છે. પરંતુ હું ત્રિદંડથી યુક્ત અને અજિતેન્દ્રિય છું. એટલે તેના પ્રતીક રૂપે હું ત્રિદંડ ધારણ કરીશ.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy