________________
૨૭૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
શ્રમણા નવકાટિએ સર્વ પાપ-વ્યાપારોથી મુકત, મહાવ્રતધારી અને મુ ંડિત હાય છે. પરંતુ હું શિખા સહિત છું. એટલે હજામત કરાવીશ અને સ્થૂલ પાપનુ વિરમણુ કરીશ.
નિગ્રન્થા નિષ્પરિગ્રહી અને શીલ-સદાચારની સુગન્ધથી સુગ ંધિત હોય છે. પરંતુ હું તેવા નથી. હું સપરિગ્રહ અને ચંદનાદિ સુગંધિત દ્રવ્યેાની સુગંધથી સુરભિત રહીશ.
શ્રમણા નિર્માહી હોય છે. પરંતુ હુ મેહશીલ છું, એટલે તેનાં પ્રતીક રૂપે હું છત્ર ધારણ કરીશ. નિત્થા પગમાં કશુજ પહેરતા નથી; પરંતુ હું કાષ્ટ પાદુકાનેા ઉપયોગ કરીશ.
ઘવિકલ્પી સાધુ શ્વેતવસ્ત્ર ધારણ કરે છે અને જિનકલ્પી વસ્ત્ર વગરના હાય છે. પરંતુ હું કષાયથી કલુષિત છું તેથી કષાયના પ્રતીક રૂપે કાષાયિક વસ્ત્રો ધારણ કરીશ.
શ્રમણે। સચિત પાણીના ઉપયોગ કરતા નથી. સ્નાનાદિ શણગારોથી મુકત હાય છે. મર્યાદિત જળ સ્નાન-પાનાદિ ક્રિયાઓ માટે ઉપયાગમાં લઇશ.
પરંતુ
આ રીતે મરીચિ નવી પરિવ્રાજકની વેશભૂષાને ધારણ કરી ભગવાન સાથે જ વિચરતા. તેની જુદી જાતની ચર્ચા અને વેશભૂષાથી માણસે આશ્ચય પામતા અને જિજ્ઞાસાવશ થઇ તેની પાસે જતા. મરીચિ પણ તે બધાંને પ્રતિધ આપી તેમને ભગવાન ઋષભદેવના શિષ્યા બનાવતા.
સમવસરણમાં એકદા ભરત રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો: પ્રભા ! આવડી આ પરિષદામાં કાઇ એવી વ્યક્તિ છે ખરી, જે આ ભરતક્ષેત્રમાં આપની માફેંક ભાવિ તીર્થંકર થવાની હાય !? ભગવાને જવાબ આપ્યા તમારા પુત્ર મરીચિ આ જ ભરતક્ષેત્રમાં વમાન (મહાવીર) નામને અંતિમ તીથ કર થશે. તેની પૂર્વે તે પોતનપુરના અધિપતિ ત્રિપૃષ્ઠ વાસુદેવ બનશે અને વિદેહ ક્ષેત્રની મૂકાનગરીમાં તમારા જેવા જ પ્રિયમિત્ર નામના ચક્રવર્તી થશે. આ રીતે આ મરીચિત્રણ ઉત્કૃષ્ટ પદવીને ધણી થશે.' ભગવાનની ભવિષ્ય વાણી સાંભળી, ભરત રાજા તરત જ મરીચિ પાસે ગયા. તેને ભાવિ તીર્થંકર રૂપે તેમણે અભિનંદન આપ્યા. તેના વાસુદેવ અને ચક્રવર્તી થવાની પણ વાત કહી. તે સાંભળી મરીચિ આન ંદ અને ઉત્સાહમાં આવી ગયા. હું ત્રણ પદવીના ધણી ! મારા પિતા પ્રથમ ચક્રવર્તી! મારા દાદા પ્રથમ તીથ કર ! જાણે જગતની બધી વરિષ્ઠતા પોતાના જ કુળને કેમ ન વરી હાય ! આમ આનંદ વિભાર બની તે નાચવા લાગ્યા !
એક દિવસે મરીચિ અસ્વસ્થ થયા. તેની સેવા કરનાર કેાઇ હતુ નહિ. એટલે તે વધારે સક્ષુબ્ધ અને બેચેન બન્યાઃ મેં અનેકને ભગવાનના શિષ્યા બનાવ્યા, પણ મારો એકેય શિષ્ય ખનાબ્યા નહિ અને હું શિષ્યથી વાંચિત રહ્યો એટલે મારી આજ આ સ્થિતિ થઈ છે. હવે હું પણ મારા શિષ્ય બનાવીશ’–એવા તેણે નિર્ણય કર્યો. ઘેાડા દિવસે રાજકુમાર કપિલ ધર્મ જાણવાની ભાવનાથી તેની પાસે આવ્યેા. મરીચિએ આહુતી દીક્ષાની પ્રેરણા આપી. કપિલે સામેથી પ્રશ્ન કર્યાં: તેા પછી આપ પોતે આર્હત ધમ નું પાલન કેમ કરતા નથી ?” મરીચિએ