SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પરંતુ આ વાત આજના સમયની નથી. આ તે રામના યુગની, એટલે સત્યુગની વાત છે. ભગવાન રામની દાનશાળાની આ વાત હતી અને એના વ્યવસ્થાપક હતા શ્રી રામના જ પરમભક્ત શ્રી હનુમાન ! હનુમાન ભગવાન રામની આજ્ઞા અને સૂચનાઓનું બરાબર પાલન કરતા હતા. દાનશાળાને મહિમા વધવા લાગે. યાચકની સંખ્યામાં પણ અસાધારણ વૃદ્ધિ થવા લાગી. હનુમાનના સંતેષને પાર ન રહ્યો. દિલ ખેલી છે, જે કંઈ માંગે, તે કશી જ ખચકાટ અનુભવ્યા વગર તેઓ આપી દેતા. દિવસે સુંદર રીતે પસાર થતા ગયા. યાચકેની ભીડમાં બીજના ચાંદની માફક પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. કશી જ રોકટોક કે પ્રતિબંધને પ્રશ્ન હતું નહિ, એટલે યાચકની ભીડ પણ દિન પ્રતિદિન વધતી જતી હતી. દિવસે જતાં હનુમાન માટે આ ભીડ અસહ્ય થઈ પડી. જેમની દાનશાળા હતી તેમના માનસમાં કશેજ ઉગ કે ચિંતાની રેખા પણ ઉપસી નહિ, પરંતુ વ્યવસ્થાપકનું હૃદય સંકેચાતું ગયું. રામના ભયથી આ મૂંઝવણ છેડે વખત તે મનની મનમાં જ રહી; પરંતુ પેટમાં ઊભી થયેલી ગડબડ વમન વાટે નીકળે તે જ પેટને શાંતિ થાય, તેમ તેમની મૂંઝવણે ગાળ અને કઠોર શબ્દને આશ્રય શે. મનગમતી વસ્તુઓના દાનપ્રવાહ કરતાં બમણા વેગથી ગાળોને પ્રવાહ ચાલવા માંડે. વસ્તુઓના ભંડારમાં તે કયારેક કદાચ કઈ વસ્તુની ઊણપ જણાઈ આવતી, પરંતુ ગાળે તે જાણે હનુમાનને અક્ષયનિધિ થઈ ગયો! આનું જ પરિણામ આવવું જોઈતું હતું તે જ આવ્યું. આવનારા અતિથિએ પિતાનાં સ્વમાનની છડેચોક હરરાજી થતી જોઈ સ્તબ્ધ થઈ ગયા. તેમની સંખ્યા કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની માફક ઘટવા લાગી. શ્રી રામને કાને પણ ક્રમિક આ ફરિયાદ પહોંચી તો ગઈ, પરંતુ હનુમાન તરફની અપાર મમતાના કારણે ઠપકે આપવામાં તેઓ સંકોચ અનુભવવા લાગ્યા. ત્યારે બીજી બાજુ પોતાની દાનશાળાની આવી દુર્દશા પણ તેમને માટે અસહ્ય થઈ પડી. એક સાંજે શ્રીરામ ફરવા નીકળ્યા. હનુમાન પણ પડછાયાની માફક સાથે જ હતા, પરંતુ વવશાત્ તે છેડા પાછળ રહી ગયા હતા. એટલે શ્રીરામ જલદી જલદી ડગલાં ભરવા લાગ્યા. પાછળ રહેલા હનુમાનજી જ્યારે આવ્યા, ત્યારે એક મઢુલીમાં એક સાધુ પુરુષને તેમણે બેઠેલા જોયા. સાધુ પુરુષનું આખું શરીર સોનાની માફક ચમકી રહ્યું હતું પરંતુ તેનું મોટું ભૂંડ જેવું દેખાતું હતું. તે જોઈ હનુમાનના આશ્ચર્ય પાર ન રહ્યો. હનુમાનજીને આમ જોતાં જોઈ મુનિ કહેવા લાગ્યાઃ “હનુમાન ! દેહ તરફ દષ્ટિ ન નાખે; જેવું જ હોય તે આત્મા તરફ જવા પ્રયત્ન કરે !” હનુમાન બોલ્યા “પ્રભો ! આવું વિચિત્ર શરીર તે મેં કદીયે જોયું નથી. આનું કંઈ કારણ ખરૂં?’ મુનિએ કહ્યું “સાંભળવા ઇચ્છતા હે તે સાંભળે, હનુમાન ! પૂર્વ જન્મમાં હું એક સમ્રાટ તરફથી ચાલતી દાનશાળા વ્યવસ્થાપક હતે. એ દાનશાળામાં હું વર્ષો સુધી બાદશાહ વતી દાન કરતે રહ્યો. આખી વ્યવસ્થા રાજ્યની હતી. મારે તે માત્ર વ્યવસ્થા સાચવવાની અને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy