SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ મહાપર્વ : ૨૫૧ યશ લેવાની જ વાત હતી, પરંતુ તે પણ હું યથોચિત લઈ શકવા ભાગ્યશાળી ન થે. દાન દેવામાં તે રાજાના હુકમથી કશી જ કચાશ ન દાખવી, પરંતુ દાન સાથે મધુર વાણીને મેળ ન રાખે. દાન સાથે યાચક તરફ હીનતા અને તિરસ્કાર વરસાવ્યા. આજે આ સ્વરૂપમાં દાન સાકાર થયું છે. હાથે દાન આપ્યું એટલે આ દેહ કાંચનવર્ણો મળે, પરંતુ વાણીમાં તિરસ્કાર વરસાવ્યું એટલે મોટું ભૂંડ જેવું થયું ! મહારાજ, કાર્યોની આ સાક્ષાત્ ફલશ્રુતિ છે! नाना दान मयादत्त रत्नानि विविधानि च । न दत्तमधुर वाक्य तेनाह शुकर मुखः ।। હનુમાનજીને હવે કશું જ સમજાવવાની કે ઠપકે આપવાની જરૂર ન રહી. તે પિતાની મેળે જ સમજવા જેવું બધું સમજી ગયા. બંધુઓ ! તમે પણ વાણીની પ્રભુતા બરાબર સમજી ગયા હશે. પર્યુષણ મહાપર્વ જે દિવસે માટે આપણે સતત પ્રતીક્ષા હોય છે, જે દિવસોમાં આબાલવૃદ્ધ સૌના હૈયાં આનંદથી ઊભરાઈ જાય છે, જે દિવસેની ઉત્સુકતા અને આતુરતાપૂર્વક રાહ જોવાય છે, તે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આજે આવી ગયું છે. જુઓ તો ખરાં, કેવા મીઠા અને સુંદર આ દિવસે છે ! બાળકનાં તન અને મન કેવાં નાચી રહ્યાં છે ? તેમનાં મનને ઉમળકે અને આનંદ બીજું કશું સમજી શકે ? તેમનાં નાનાં શરીરમાં આનંદ સમાતું નથી. હનુમાન કુદકાની માફક તે બહાર નીકળવા મથી રહ્યો છે ! તેમનાં શરીર અને મન આજે તાજાં છે. તેમનામાં આજે નવી તિ, નવો ઉત્સાહ અને નવા જીવનના સ્પષ્ટ દર્શન થાય છે. અરે, આ નાનકડાં બાલુડાંઓએ પિતાનાં માબાપ પાસે ઉપવાસ માટે સત્યાગ્રહ આદર્યો છે. જુઓ તે ખરાં, માબાપ અને બાળકે વચ્ચે આ કે મીઠે કજિયે ? બન્ને પોતપોતાના નિશ્ચયમાં દઢ છે. મા બાપ બાળકોને ઉપવાસ ન કરવા સમજાવી રહ્યાં છે, પ્રલોભન આપી રહ્યાં છે, ત્યારે બાળકે પિતાના નિર્ણયમાં અડગ છે. તેમને થાય છે, ભલે અમે દેખાવમાં નાના હોઈએ, પરંતુ અમારામાં ઉપવાસ કરવાની શકિત તે મોટાં જેટલી જ છે. શકિતને સંબંધ શું શરીરની સાથે છે કે અમને અટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ? જે શકિત નાના શરીરમાં નાની, અને મોટા શરીરમાં મોટી હત તે હિરણ્યકશ્યપની સામે પ્રહલાદ કઈ રીતે બળવો કરી શકે? પાંચ વર્ષની નાની વયને ધ્રુવ રાજપાટને ત્યાગ કરી, પ્રભુને મેળવવા ભયંકર વનમાં કેવી રીતે જઈ શકે ? સોળ વર્ષનો અભિમન્યુ જયદ્રથ અને દુર્યોધનની સામે કેમ ઝઝૂમી શકો ? અને ગજસુકુમાલના મસ્તક પર ધગધગતા અંગારા મૂકાયા છતાં પિતાનાં પાનમાંથી તે કેમ ચૂત ન બન્યો ? શકિતને સંબંધ જે શરીર સાથે હતા તે આ બધું આ બાલ કિશોરાથી કેમ બની શકયું ? માટે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy