SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીની પ્રભુતા : ૨૪૯ પણ વધારે પ્રિય અને પ્રિયતર બની જાય છે. મીઠાશ વગરનું સત્ય પણ ઝેરી બની જાય છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે ? તવ શા “'ત્તિ iાં “imત્તિ તા. वाहि वा वि 'रोगित्ति' तेण चोरेत्ति नो बसे । અર્થાત–તેમજ કાણને કાણે, નપુંસકને નપુંસક, રેગવાળાને રેગી, અને ચોરને ચાર ન કહે. આ રીતે કહેવાથી અપ્રીતિ ઉત્પન્ન થાય છે, લજજાને નાશ થાય છે અને જ્ઞાનની વિરાધના વગેરે દેશે ઉત્પન્ન થાય છે. - મીઠી વાણું એક પ્રકારને એ જાદુ છે કે મીઠી વાણી બોલનાર તરફ સૌ સહજ આકર્ષાય. કહે છે કે, કૃષ્ણની વાંસળીના મીઠા અવાજથી ગાયે પણ આકર્ષાઈ તેમની પાસે આવી પહોંચતી ! મીઠાશને બદલે, જ્યારે મેઢામાંથી ગાળીને વરસાદ વરસે, અણછાજતા શબ્દોને અવારનવાર પ્રયોગ થાય, ત્યારે વૈમનસ્ય શેધવાની જરૂર જ રહે નહિ. એક દાખલાથી આ સ્પષ્ટ સત્ય સહેલાઈથી સમજાઈ જશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ લંકાના વિજ્ય પછી, સીતા સાથે ફરી અયોધ્યા પધાર્યા ત્યારે તેમના રાજ્યાભિષેકની દબદબાપૂર્વક તૈયારીઓ થવા લાગી. આવા સુંદર પ્રસંગે પુણ્યપાનના હેતુસર એક દાનશાળા પણ ખોલવામાં આવી. આ દાનશાળા સાર્વજનિક હતી. યાચકની જે માંગ હોય, તેની સંપૂર્ણ પૂતિ સાથે આ દાનશાળા શરુ કરવામાં આવી હતી. કઈ પણ યાચક ક્યારેય પણ ખાલી હાથે પાછા ન ફરે તે આ દાનશાળાની નેમ હતી. તે યુગમાં અતિથિને ભારે આદર થતે. તેને ભિક્ષુક માનવાને બદલે દેવ માનવામાં આવતા ! તેને ઉપકૃત કરવાને બદલે પોતે ઉપકૃત થઈ કૃતકૃત્યતા અનુભવવાને તે યુગ હતે. “અતિથિ દે મા – ને આદર્શ સદા આંખ સામે તરવરતે રહેતા अथितिर्यस्य भग्नाशो गृहात्प्रति निवर्तते । स तस्मै दुष्कृत दत्वा पुण्यमादाय गच्छति ॥ આવેલ અતિથિ જેને ઘેરથી નિરાશ, હતપ્રભ થઈ, ખાલી હાથે પાછો વળે છે, તે આતિથેયને પિતાનું પાપ આપી જાય છે અને આતિથેયનું પુણ્ય તે ગ્રહણ કરી ચાલ્યા જાય છે, એવી માન્યતાઓ આત્મસાત્ થએલી હતી. પરિણામે માણસના મન અતિથિ તરફના અસાધારણ પ્રેમ અને સદ્દભાવથી ભરેલાં હતાં. પરંતુ આજે યુગ બદલાઈ ગયે છે. યુગની સાથે મૂળ મંત્ર પણ બદલાઈ ગયા છે. આજે અતિથિ દેવસ્વરૂપે જણ કે ગણાતો નથી. આજે તે દેવરૂપે જણાવાને બદલે આવેલ અતિથિ યમરૂપે દષ્ટિગોચર થાય છે. અતિથિ તરફને પ્રેમ સૂકાઈ ગયો છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy