SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને જપ : ૨૪૩ ચેરી કરે છે, એટલે સર્વ વ્યવહારના આધારરૂપ જે વાણીને મૂળ ઝરે છે, તેને જ જે ડહોળ કરી નાખે છે, એટલે કે વાણી સાથે જે છેતરપિંડી કરે છે, તે મનુષ્યને સર્વ મૂડીની જ ચોરી કરનારો જાણ. ધર્મરાજ યુધિષ્ઠિરે મૂંઝવણના એક પ્રસંગમાં પોતાના શિક્ષા ગુરુ દ્રોણાચાર્યને યા ” કહી વ્યામોહ ઉત્પન્ન કર્યો. મહાભારતમાં ઉલ્લેખ છે કે, સત્ય તપના બળે યુધિષ્ઠિરને રથ જે પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર ચાલતો હતો, તે આ અસત્યોચ્ચારથી બીજા રની માફક જમીન ઉપર ચાલવા માંડે. એક ઘડી માટેનાં આ અસત્ય ભાષણના પાપના ફળરૂપે તેમને નરકની યાતના પણ ભેગવવી પડી. ભતૃહરિએ કહ્યું છે: “તેજિ : સુમસૂરિ અંત્યજતિ સત્યવ્ર ઇચનિનઃ ન પુન: પ્રતિજ્ઞામ્” સત્યપ્રતિજ્ઞ પુરુષે આસાનીથી પિતાનાં સુખ સાધન અને પ્રાણ ત્યાગ કરી શકશે, પરંતુ પિતાની પ્રતિજ્ઞાને પરિત્યાગ કદી કરશે નહિ. ભગવાન રામ માટે આજ કારણે આ લેકેતિ છે “ દિનામિત્તે રામે નિમિત” મર્યાદા પુરુષોત્તમ રામ એકપત્નીવ્રત તે હતા જ, પરંતુ એક બાણી અને એક વાણી પણ હતા. તેમનું શરસંધાન અમોધ હતું. બેલેલાં વચન પાળવામાં તેઓ કદી નબળાઈ દાખવતા નહિ. તેઓ એક વાણી હતા. રાજા હરિશ્ચંદ્રનું સત્યમૂલક તપ કયાં કેઈથી અજાણ્યું છે? સત્યની તાપણીમાં તપાઈ, અણિશુદ્ધ રીતે ઊગરેલું એમનું પવિત્ર નામસ્મરણ, આજ પણ વ્યક્તિ વ્યક્તિને મોઢે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રમી રહ્યું છે. આ રીતે વાચિક તપ એ પણ આત્મશુદ્ધિને એક ઉપાય છે. કાયિક તપને સમજવા માટે કાયોત્સર્ગ કે વ્યુત્સગ તપના સ્વરૂપને અવધ કરવાથી તે સમજાઈ જાય છે. સૂતાં, બેસતાં કે ઊભતાં, જે કાયાના બધા વ્યાપારને ત્યાગ કરે છે, શરીરને જે જરાપણ હલાવતે કે ચલાવતું નથી, તે સ્થિતિ કાર્યોત્સર્ગ તપના નામે ઓળખાય છે. કાર્યોત્સર્ગ શબ્દને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ-કાયા એટલે કે શરીરના સમસ્ત વ્યાપારનો ત્યાગ જેમાં હોય. તેમાં ધ્યાનારૂઢ થએલે આત્મા જ્યારે સ્થિર બની જાય છે, ત્યારે સ્થૂલ ક્રિયાઓ વિરામ પામે છે. ગણ, દેહ, ઉપધિ કે આહાર–પાણીરૂપ દ્રવ્ય તરફ પણ ઉપેક્ષા વર્તતી હોય, ક્રોધાદિ કષાને પણ ત્યાગ હોય, આત્મસ્થિરતા જ એક લક્ષ્ય હોય, તેવા શારીરિક મમતાના ત્યાગ અને કષાયવૃત્તિના પરિહારને કાર્યોત્સર્ગ અથવા વ્યુત્સર્ગરૂપ તપ એવું નામ આપવામાં આવ્યું છે. - શરીરને આત્મા સાથે સનિકટવર્તી સંબંધ છે. શરીરના આ અનાદિકાલીન નિકટતમ સંપર્કમાં કારણે શરીરને જ આત્મા માની લેવાની ભૂલ આપણે પરંપરાથી કરતા આવ્યા છીએ. આ ભૂલનું મૂળ જ્યાં સુધી શેધાય નહિ, શરીર અને આત્માનું પાર્વાકય અનુભવાય નહિ, ત્યાં સુધી શાંતિ મળે જ નહિ. શરીર સાથેના આ સાંગિક સંબંધમાં, શરીરમાં સ્વત્વની બુદ્ધિને નાશ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy